જ્યોતિષ શાસ્ત્ર

12 જુલાઈ 2019 દેવશયની એકાદશી શુભ મુહૂર્ત પૂજા-વિધિ તેમજ તુલસીનો આ એક મહાઉપાય અવશ્ય કરો…

અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને દેવશયની એકાદશીથી ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં આ એકાદશી નું ખૂબ જ મહત્વ છે જેને હરિશયની એકાદશી અને પદ્મનાભા નામથી પણ ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસથી ભગવાનનો શયનકાળ શરૂ થાય છે અને સાથે સાથે ચતુર્માસ આરંભ થાય છે દેવશયની એકાદશી બધી એકાદશી માં શ્રેષ્ઠતમ માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુજીની આરાધના અને તમારા ઉપર બની રહે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

દેવશયની એકાદશી વ્રત શુભ તિથિ મુહૂર્ત પૂજા વિધિ તેમજ ધન પ્રાપ્તિ માટે આ ઉપાય અવશ્ય કરો…

Image Source

દેવશયની એકાદશી તિથિ તેમજ શુભ મુહૂર્ત:-

  • 2019 માં દેવશયની એકાદશીનું વ્રત 12 જુલાઈ શુક્રવારના દિવસે રાખવામાં આવે છે.
  • એકાદશી તિથિ પ્રારંભ 12 જુલાઈ શુક્રવારે 1:02 મિનિટ પર
  • એકાદશી તિથિ સમાપ્ત 13 july શનિવાર 12: 31 મિનિટ.
Image Source

દેવશયની એકાદશી પૂજા વિધિ:-

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુ જી ને શયન શરૂ થતા પહેલા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશી નું વ્રત રાખવાથી પહેલા સવારે વહેલા સ્નાન કરીને પૂજા સ્થળ સ્વચ્છ કરી ભગવાન વિષ્ણુની પ્રતિમા અને આસન પર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમને પીળા રંગના વસ્ત્ર પીળા ફૂલ અને પીળું ચંદન ચઢાવવામાં આવે છે. ત્યારબાદ પાન-સોપારી ધૂપ-દીપ પુષ્પ અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે રાત્રે ભગવાન વિષ્ણુને ભજન અને સ્તુતિ કરવી.

Image Source

દેવશયની એકાદશી વ્રતનું મહત્વ:-

પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ જી ચાર મહિના સુધી પાતાળ લોકમાં નિવાસ કરે છે અને તેથી ચતુર માસનો આરંભ થાય છે. કારણ કે ભગવાન ચાર મહિના નિંદ્રામાં રહે છે એટલા માટે ચાર મહિના સુધી કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવાથી ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Image Source

દેવશયની એકાદશી મહા ઉપાય:-

શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું ખૂબ જ મહત્વ છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ સૌથી સારો દિવસ માનવામાં આવે છે કે આ દિવસે તુલસીનો ખાસ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે દેવશયની એકાદશીના દિવસે સાંજે તુલસીનો સામે ગાયનો દીવો કરવાથી તેમજ 11 પરિક્રમાં કરવી. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર જાપ કરવો. માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસે મહા ઉપાય કરવાથી ઘરના દરેક સંકટ અને પરેશાની દૂર થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks