અજબગજબ જાણવા જેવું રસપ્રદ વાતો

એક સમયે મનોરંજન માટે વપરાતી આ 12 વસ્તુઓ વાપરવાનું આજે પણ તમને મન થતું હશે, યાદ આવી?

આજે ટેક્નોલોજી વધી છે અને એની સાથે જ એક મોબાઈલમાં જ ઘણું બધું સમાવિષ્ટ થઇ જાય છે, પરંતુ એક સમયે જયારે મોબાઈલ નહોતા ત્યારે મનોરંજન માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને એવી જ 12 વસ્તુઓ  અમે તમારી સામે લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ તો મોટાભાગના લોકોએ કર્યો હશેપરંતુ આજના સમયમાં એ વસ્તુ તમને ભાગ્યે જ જોવા મળતી હશે.

ચાલો જોઈએ અને જાણીએ એ 12 વસ્તુઓ વિશે.

Image Source

પેજર:
પેજરનો પણ એક અલગ જ જમાનો હતો, એ સમયે લેન્ડલાઈન દ્વારા કનેક્ટ થયેલા એ પેજર ઉપર સંદેશ મેળવવાનું એક સાધન બન્યું હતું, એ સમયે મોટાભાગના લોકો પોતાના બેલ્ટની અંદર પેજરમાં લગાવી રાખતા અને એ લોકોની એક આગવી ઓળખ પણ થઇ જતી, પેજર દ્વારા જ એ સમયે કેટલાક લોકોનું સ્ટેટ્સ પણ નક્કી થતું હતું.

Image Source

કૉડલેસ ફોન:
મોબાઈલ ફોનની શરૂઆત પહેલ મોટાભાગના ઘરમાં કૉડલેસ ફોનની સુવિધા જોવા મળતી હતી જેમાં લેન્ડ લાઈન ધારકો કૉડલેસ ફોન લગાવી અને ઘરના એક ખૂણામાંથી બીજા ખૂણામાં જઈને પણ વાત કરી શકતા હતા.

Image Source

VCR:
વીસીઆર આજે તો નામ શેષ જ થઇ ગયું છે અને હવે કદાચ ક્યાંક જોવા મળે તો એ મ્યુઝિયમ અથવા તો કોઈ વિડિઓ એડિટિંગનું કામ કરતા લોકો પાસે જ. એ સમયે વીસીઆરનું ચલણ પણ ખુબ હતું, ફિલ્મ જોવા માટે વીસીઆર લાવવામાં આવતું તેની અંદર કેસેટ નાખીને ફિલ્મ બતાવવામાં આવતી હતી. ઘણી જગ્યા ઉપર તો ભાટે વીસીઆર, ટીવી અને કેસેટ લાવીને 1-2 રૂપિયામાં ફિલ્મો પણ બતાવવામાં આવતી, લગ્નની કેસેટ પણ આ સમયે વીસીઆરમાં ચાલે એમ જ આવતી હજુ પણ તમારા માતા પિતા કે દાદા દાદી પાસે આવી જ કેસેટ હશે.

Image Source

નોકિયા 3315/3310/1108:
મોબાઈલ ફોનની શરૂઆત સાથે નોકિયા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલો 3315/3310 મોબાઈલ પણ એ સમયે લોકોની ઘણી જ મોટી પસંદ હતો, તેની રિંગટોન અને વાઈબ્રેટર લોકોને ખુબ આકર્ષતા, ટેબલ ઉપર ફોન ઉભો રાખી તેમાં રિંગ વગાડી, ગોળ ગોળ ફેરવવાની ક્ષણો આજે પણ યાદ છે અને ત્યારબાદ આવેલો નોકિયાનો 1108 ફોન પણ લોકોને વધુ પસંદ આવ્યો હતો આ ફોનમાં એક ટોર્ચ પણ આપવામાં આવી હતી જેથી તે વધારે પસંદ થયો હતો.

Image Source

બ્રિક ગેમ:
બાળકોની સાથે મોટાઓને પણ બ્રિક ગેમ ખુબ જ ગમતી, કલાકોના કલાકો એ ગેમ રમવા પાછળ નીકળી જતા, ઘણા લોકો ટ્રાવેલિંગ દરમિયાન પણ આ ગેમ સાથે રાખતા અને સમય પસાર કરતા હતા.

Image Source

ટીવી વિડિઓ કેસેટ ગેમ:
જેમ જેમ ટેક્નોલોજી વધતી ગઈ તેમ તેમ શોધ પણ વધતી ગઈ અને બજારમાં આવવા લાગી ટીવીની અંદર જ એટેચ થઇ શકે એવી વિડિઓ ગમે, આ ગેમ ટીવીમાં વાયર દ્વારા જોડવામાં આવતી અને એના ડિવાઇસમાં કેસેટ પણ નાખવામાં આવતી, આ કેસેટમાં આવતી ગેમો બાળકોને ખુબ ગમતી, મોટાઓ પણ આ ગેમ રમતા.

Image Source

મોટોરોલા રેઝર મોબાઈલ:
વધતી ટેક્નોલોજીથી બજારની અંદર કલર ડિસપ્લે મોબાઈલ આવવાના શરૂ થયા અને એ વચ્ચે મોટોરોલા કંપનીએ તેની એક નવું મોડલ મોટોરોલા રેઝર બહાર પાડ્યો, અને લોકોને એ ખુબ જ ગમવા લાગ્યો, તેના ફિલ્પના કારણે તેને લોકો વધુ ગામડાતા તો તેનું કીપેડ પણ આકર્ષક હતું.

Image Source

પોરેટબલ ડીવીડી પ્લેયર:
વધતી ટેક્નોલોજી સાથે બજારની અંદર પોર્ટેબલ ડીવીડી પ્લેયર પણ આવ્યું જેમાં એકનાના ડિવાઇઝમાં વિડિઓ પણ જોઈ શકાતો, આ ડિવાઇઝમાં ડીવીડી રાખી અને તેમાં ફિલ્મો પણ માણી શકાતી હતી.

Image Source

કેમ કોર્ડર્સ:
વિડિઓ શૂટિંગના મોટા કેમેરા બાદ બજારમાં ઓછા વજનવાળા અને નાની કેસેટ વપરાઈ શકે એવા કેમ કોર્ડર બજારમાં આવવા લાગ્યા, વીડિઓગ્રાફીનો વ્યવસાય કરતા લોકો ઉપરાંત આ કેમ કોર્ડર ઘણા લોકોના ઘરમાં પણ જોવા મળતું હતું.

Image Source

વોકમેન:
ઘરની બહાર પણ ગીતો સાંભળવા માટે વોકેમેનની શોધ થઇ હતી જેમાં કેસેટ નાખી અને ગીતો સાંભળી શકાતા, ઈયર ફોન પણ એ સમયે આવ્યા હતા જેથી વૉકેમનની અંદર વાયર ભરાવી ગીતોનો આનંદ માણી શકાતો હતો.

Image Source

આઈ પોડ:
નામ વાંચીને તમને એમ લાગશે કે આઈફોનના આઈ પેડની વાત ચાલતી હશે પરંતુ ના, જો તમે આ આઈ પોડ વાપર્યું હશે તો તમને કહેવાની કઈ જરૂર જ નહિ પડે પરંતુ જે લોકો નથી જાણતા એમના માટે આઈ પોડ એવી વસ્તુ આવતી જેમાં મેમોરી કાર્ડ દ્વારા જ ગીતો સાંભળી શકાતા હતા. એ એટલું નાનું આવતું કે તેને મુઠ્ઠીમાં પણ દબાવી શકાતું. સાથે ઈયર ફોન દ્વારા સુંદર સંગીત માણવાનો આનંદ પણ કંઈક જુદો જ હતો.

Image Source

નોકિયા 6600:
નોકિયાના 6600 મોબાઈલનો પણ એક જમાનો હતો અને એ સમયે બજારમાં આવેલું આ મોડલ ઘણા જ લોકોને પસંદ આવ્યું હતું તેની અંદર વિડિઓ પણ જોઈ શકાતા, મેમોરી કાર્ડ પણ નાખી શકાતું જેના કારણે આ મોબાઈલ મનોરંજન માટે ખુબ જ ઉપયોગી હતો પરંતુ તેની કિંમત વધુ હોવાના કારણે ઘણા લોકોનું એ મોબાઈલ એવું સપના સમાન પણ હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.