જાણવા જેવું જીવનશૈલી

આ 12 વાતોથી સમજાય છે કે વ્યક્તિ મધ્યમવર્ગની છે, વર્ષોથી ચાલી આવી છે આ આદતો અને હજુ પણ રહેશે, વાંચો રોચક તથ્યો

આપણો સમાજ ત્રણ વર્ગોમાં વિભાજીત થયેલો જોવા મળે છે. ધનવાન, મધ્યમવર્ગ અને ગરીબ. સામાન્ય રીતે આપણે ધનવાન લોકો અને ગરીબ લોકોને એક નજરે ઓળખી જતા હોઈએ છીએ પરંતુ મધ્યમવર્ગના લોકોને હંમેશા ઓળખવા મુશ્કેલ હોય છે કારણ કે ઘણીવાર તેઓ ગરીબ પણ લાગે અને ઘણીવાર તેઓ ધનવાન પણ લાગતા હોય છે.

Image Source

આપણા દેશમાં મધ્યમવર્ગના લોકો વધુ પ્રમાણમાં રહેલા છે. જેમાં ઘણા ગામડાથી લઈને શહેર સુધીનો ખુબ જ મોટો વિસ્તાર છે. પરંતુ આ વર્ગના લોકોની કેટલીક આદતો તેમના મધ્યમવર્ગના હોવાનું પ્રમાણ આપે છે. આજે અમે તમને એવી કેટલીક 12 બાબતો જણાવીશું જેના દ્વારા તમે મધ્યમવર્ગના લોકોને સરળતાથી ઓળખી શકશો.

Image Source

કોઈ માંગવા આવે ત્યારે બાળકોને આગળ કરવા:
મોટાભાગે આપણે પણ આ વાત અનુભવી હશે, જયારે ઘરમાં કોઈ માંગવા માટે અથવા તો કઈ લેવા માટે આવે ત્યારે ઘરના મોટા વ્યક્તિ દ્વારા બાળકોને આગળ કરવામાં આવે છે અને એમની પાસે કહેવડાવવામાં આવે છે કે “ઘરમાં કોઈ નથી.”

Image Source

ગાદલા નીચે પ્લાસ્ટિકની કોથળી રાખવી:
ઘણા ઘરોમાં આપણે જોઈએ છીએ કે સુવાના પલંગના ગાદલા નીચેથી જ આપણને પ્લાસ્ટિકની થેલીઓ મળે છે. મોટાભાગે સ્ત્રીઓને આ આદત હોય છે શાકભાજી કે એવી કોઈ વસ્તુ જે પ્લાસ્ટિકની થેલીમાં આવી હોય એ થેલીઓને પોતાના ગોદડાં નીચે મૂકી દેતા હોય છે.

Image Source

1 થેલી દૂધમાં આખા ઘરની ચા બનાવવી:
મધ્યમવર્ગના લોકો કરક્સરમાં ખુબ જ માને છે અને તેના કારણે એક દૂધની થેલીમાંથી આખું ઘર ચા પીવે છે અને બાળકો માટે પણ તેમાંથી દૂધ બચાવી રાખે છે.

Image Source

પાણી ગરમ કરવા માટે ચુલ્હાનો ઉપયોગ:
આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં પાણી ગરમ કરવા માટે માટીના ચુલ્હાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગેસ ઉપર પાણી ગરમ કરવામાં ગેસ વધુ વેડફાઈ જાય છે એમ મધ્યમવર્ગનું માનવું હોય છે.

Image Source

બાધાઓ રાખવી:
મધ્યમવર્ગમાં કોઈપણ મોટું કામ કરતા પહેલા બાધાઓ રાખવામાં આવે છે. દીકરાને જલ્દી નોકરી મળી જાય, બાળક માટે, જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે પાછી મળે એ માટે અને આવી તો અસંખ્ય બાબતો માટે બાધાઓમાં માનવામાં આવે છે.

Image Source

રાત્રે વધેલા જમવાનો સવારે નાસ્તો:
મોટાભાગના ઘરોમાં રાત્રે જો કઈ જમવાની વસ્તુ વધી હોય તો તેનો ઉપયોગ સવારે નાસ્તામાં થતો હોય છે. ઘણીવાર બપોરે વધેલી વસ્તુ પણ કંઈક જુદી રીતે બનાવીને રાત્રે જમવામાં પણ ઉપયોગમાં લેવાય છે.

Image Source

વરસાદમાં ટીવી બંધ કરી દેવું:
વરસાદ શરૂ થતાની સાથે જ ટીવી બંધ કરી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ટીવીના અજવાળાની અંદર ઘરમાં જીવાત આવી જાય છે અને વરસાદ હોવાના કારણે લાઈટ પણ જવાનો ખતરો રહે છે જેના કારણે ટીવી પણ ખરાબ થઇ શકે છે.

Image Source

તહેવારોમાં બાળકો માટે કપડાં ખરીદવા:
મધ્યમવર્ગમાં મોટાભાગે તહેવારોમાં ઘરના વડીલો પોતાના માટે કઈ ખાસ ખરીદતા નથી એ જુના કપડાને પણ ઈસ્ત્રી કરીને પહેરી લેતા હોય છે પરંતુ પોતાના બાળકો માટે નવા કપડાં જરૂર લાવે છે.

Image Source

ખાલી વાસણ પાછું ના આપવું:
જો અડોશ પડોશમાંથી કોઈ વાસણની અંદર કઈ આવ્યું હોય તો એ વાસણને ખાલી આપવામાં નથી આવતું ભલે બીજું કઈ નહીં તો તેની અંદર થોડી ખાંડ મૂકીને પણ આપવામાં આવે છે.

Image Source

પ્રંસગોમાં વધેલું ખાવાનું પાડોશીઓને વહેંચવું:
ઘરમાં જો કોઈ પ્રસંગ હોય કે મહેમાન આવ્યા હોય ત્યારે વધેલું જમવાનું ફેંકવાને બદલે પાડોશીઓમાં વહેંચી દેવામાં આવે છે.

Image Source

ફળ અને શાકના છોતરાંનો સંગ્રહ:
ઘણા ફળ અને છોતરાંનો પણ ઘરોમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે આ છોતરાંની અંદરથી ચટણી કે ફેસપેક બનાવી તેને વાપરવામાં પણ આવે છે.

Image Source

મહેમાનો માટે અલગ વાસણ:
મોટાભાગના ઘરોમાં મહેમાનો માટે અલગ વાસણની વ્યવસ્થા જ રાખવામાં આવે છે. ઘરમાં લાવવામાં આવેલા સુંદર વાસણોમાં જ મહેમાનોને ચા, જ્યુસ અને જમવાનું આપવામાં આવે છે.