મનોરંજન

આ 12 સ્ટાર જે બોલીવુડનું ભવિષ્ય છે… દિગ્ગજ અભિનેતા પોતાના શાનદાર અભિનયથી આપે છે ટક્કર, તમારું ફેવરિટ કોણ?


આજનો દોર નવા કલાકારોનો દોર છે. આડે દિવસે, હજારો લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષાય છે અને પોતાનું નસીબ અજમાવે છે, પરંતુ બોલીવુડ આ દરેકને તક આપતું નથી. અહીં એ જ ટકે છે જેમાં પ્રતિભા હોય છે અને પ્રેક્ષકોને પસંદ આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક નવા ચહેરાઓ વિશે જણાવીશું જે બોલીવુડનું ભવિષ્ય હોઈ શકે છે.

1.વિકી કૌશલ

વિકી કૌશલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને લોકો તમની ઘણા પસંદ કરે છે. મસાન ફિલ્મમાં તેને દમદાર અભિનય કરીને પોતાના હજારો ચાહકો બનાવી લીધા છે. ત્યારબાદ રમન રાઘવ 2.0, સંજુ, મનમર્જિયા, રાજી અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ શાનદાર અભિનય કર્યો છે. અભિનેતા વિકીએ તેના અભિનય માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે.

2. રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેને કોણ નથી ઓળખતું. તેને હિન્દી, મરાઠી, મલયાલમ અને તેલુગુ ભાષામાં ફિલ્મો કરી છે. એમતો રાધિકા પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે, પરંતુ તેનો અભિનય પણ વખાણવા લાયક હોય છે. તેને દરેક વખતે પોતાની જાતને પોતાના અભિનયથી સાબિત કરી છે, ભલે ચાહે ફિલ્મ બદલાપૂર હોય કે પેડમેન.

3. પંકજ ત્રિપાઠી

બોલિવૂડમાં નસીબ બનાવવા માટે ફક્ત નસીબ સાથે હોવું જરૂરી છે, એ વાત પંકજ ત્રિપાઠીએ સાબિત કરી આપી છે. પંકજે કદી નહિ વિચાર્યું હોય કે તેઓ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી શકશે. પરંતુ તેમને પોતાના અભિનયથી બધાને જ પાછળ છોડી દીધા. ગેંગ્સ ઓફ વાસેપુર, મસાન, વેબ સિરીઝ મિર્ઝાપુર દરેકમાં તેમનો અભિનય જબરદસ્ત રહ્યો છે. પંકજ ત્રિપાઠીને વર્ષ 2018માં સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવૉર્ડ મળ્યો હતો.

4. રણવીર સિંહ

‘બેન્ડ બાજા બારાત’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર રણવીર સિંહ અત્યારે બોલિવૂડની પહેલી પસંદ છે. હાલમાં જ રણવીરની સિમ્બા આવી અને હિટ રહી છે. તે બોલિવૂડનો ઉભરતો સિતારો છે. તેને એક પછી એક હિટ ફિલ્મો આપી છે. રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્દમાવત જેવી દરેક ફિલ્મોમાં તેમને પોતાની જાતને સાબિત કરી છે. પોતાના અભિનય માટે રણવીરને ઘણા પુરસ્કાર પણ મળ્યા છે.

5. કાર્તિક આર્યન

કાર્તિક આર્યને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેને સફળતા ‘પ્યાર કે પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી મળી. આજે દરેક છોકરીના ફેવરિટ અભિનેતા કાર્તિક આર્યન જ છે. તેને બોલિવૂડમાં પર્દાર્પણ ફિલ્મ પ્યાર કે પંચનામાથી કર્યું અને તેમાં તેનો 5 મિનિટ લાંબો ડાયલોગ લોકોને સૌથી વધુ પસંદ આવ્યો હતો.

6. સાન્યા મલ્હોત્રા

આમિર ખાન સાથે ફિલ્મ દંગલમાં જોવા મળ્યા બાદ સાન્યા મલ્હોત્રા ઘણી લોકપ્રિય થઇ ગઈ. સાન્યા મલ્હોત્રા ફિલ્મ જગતના આવનારા દોરની સ્ટાર છે, હાલમાં જ ફિલ્મ ‘બધાઈ હો’માં તે નજરે ચઢી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

7. રાધિકા મદન

રાધિકા મદનએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2018માં ફિલ્મ પટાખાથી કરી. આ પહેલા તેને એકતા કપૂરની સિરિયલ ‘તું હી આશિકી’ થી ટેલિવિઝન પર પર્દાર્પણ કર્યું હતું. પટાખા ફિલ્મમાં રાધિકાની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી જેનામાટે તેમને સ્ટાર સ્ક્રીન એવોર્ડપણ આપવામાં આવ્યો હતો.

8. ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરે પોતાની કારકિર્દીની શરૂઆત યશરાજ બેનરમાં સહાયક નિર્દેશક તરીકે કરી હતી. આ પછી ફિલ્મ દમ લગાકે હઈશાથી બોલિવૂડમાં પર્દાર્પણ કર્યું, આ ફિલ્મમાં એને દમદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સિવાય શુભ મંગલ સાવધાન અને ટૉયલેટ: એક પ્રેમ કથામાં પણ તેને શાનદાર અભિનય કર્યો હતો.

9. સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત બોલીવૂડના ઉભરતા સીતારાઓમાંથી એક છે. તેને પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી અને પવિત્ર રિશ્તાતહિતેને નવી ઓળખ મળી હતી. ત્યાર પછી તેને બોલિવૂડમાંથી ઓફર આવવી શરુ થઇ અને તેને બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ ‘કાય પો છે’થી કર્યું હતું. ત્યારપછી તેને શુદ્ધ દેસી રોમાન્સ, પીકે અને એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં દમદાર અભિનય કર્યો. આજે સુશાંતના લાખો ચાહકો છે.

10. રાજકુમાર રાવ

રાજકુમાર રાવ એ પોતાની ડકઅમદાર એક્ટિંગથી બોલિવૂડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એક પછી એક હિટ આપી છે. ફિલ્મ ‘કાય પો છે’થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી અને એ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો. રાજકુમારે ઘણી ફિલ્મો કરી છે જેમકે સ્ત્રી, બહેન હોગી તેરી, શાદીમેં જરૂર આના, ન્યુટન, બરેલી કી બરફી અને શાહિદ. શાહિદ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો.

11. આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બોલિવૂડનો ઉભરતો સિતારો છે, આજે ઇન્ડસ્ટ્રીમાં ઓટાની ખાસ જગ્યા બનાવી ચુકી છે. કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી તેને પોતની કારકિર્દીની શરૂઆત કરી અને પોતાના અભિનયથી અને ક્યુટનેસથી દરેક લોકોના દિલમાં ઘર કરી ચુકી છે. એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપીને આલિયાએ બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. તેને હાઇવે, હમટી શર્માકી દુલ્હનિયા, ટુ સ્ટેટ્સ અને રાઝીમાં શાનદાર અભિનય કર્યો છે. તેને કેટલાક એવૉર્ડ પણ મળ્યા છે.

12. સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે બોલિવૂડમાં શરૂઆત તો સપોર્ટિંગ એક્ટર તરીઓકે કરી હતી પરંતુ હવે તે ઓટાની એક જગ્યા બનાવી રહી છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં તેને શાનદાર અભિનય કર્યો છે. તેના કારણે તેની લોકપ્રિયતા વધી છે અને આગામી સમયમાં તેને ઘણી ફિલ્મો મળશે. તેને ફિલ્મ તનુ વેડ્સ મેનુમાં કંગનાની દોસ્તનો રોલ કર્યો હતો. આ ઉપરાંત રાંઝણા, નીલ બટ્ટે સન્નાટા જેવી ફિલ્મોમાં પણ તેને કામ કર્યું છે.


આ વર્ષથી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરેલા નવા કલાકારો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જાહન્વી કપૂર, સારા અલી ખાન, ઈશાન ખટ્ટર એવા કલાકારોએ આ વર્ષે ડેબ્યુ કર્યું છે અને એમની ફિલ્મો હિટ રહી છે.