જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૧૨ ડિસેમ્બર: શનિવારના દિવસે આ 3 રાશિઓએ રાખવી પડશે સાવધાની, જાણો બાકીની રાશિઓનો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને તકલીફ થઇ શકે છે. વધતા જતા ખર્ચમાંથી છુટકારો મેળવવા માટે પ્રયાસ કરશો. દાંમ્પત્ય જીવન માટે આજનો દિવસ સારો રહેશે.
આજના દિવસે સંબંધમાં રોમાન્સ વધશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો મનની વાત પ્રિય વ્યક્તિ સાથે કરશો અને સંબંધને બહેતર બનાવવાનો પ્રયાસ કરશો. પરિવારનો માહોલ શાંતિપૂર્ણ રહેશ. આજના દિવસે કોઈ ફરિયાદ નહીં રહે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે વિરોધીઓથી સતર્ક રહો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાથી મનમાં ખુશી આવશે. જેની અસર તમારા ખિસ્સા પર રહેશે. દાંમ્પત્ય જીવનમાં આજના દિવસે ઝઘડો થઇ શકે છે. આજના દિવસે જીવનસાથી સાથે શાંતિથી વાત કરો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરી શકશો. કામને લઈને દિવસ સારો રહેશે. જેના કારણે સારા પરિણામ જોવા મળશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. આ કામમાં સફળતા મળશે. પારિવારિક જીવનમા શાંતિ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. લવ લાઇફ માટે દિવસ સારો બનવાનો છે અને તમને રોમાંસની તકો મળશે અને તમારા પ્રેમિકાને ખુશ રાખશો. તમે તેમને ગિફ્ટ આપી શકો છો. પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે અને તમે પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રયત્ન કરશો. વિવાહિત જીવનમાં હળવા તાણ આવી શકે છે પરંતુ ધંધાને લઈને સારા પરિણામ પ્રાપ્ત થશે. કામને લઈને સખત મહેનત કરવાનો દિવસ છે, તો જ તમને સારા પરિણામ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસતે સારો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રવાસ પર જવા માટે સક્ષમ હશે. વિવાહિત જીવનમાં ચાલતા તણાવથી તમને રાહત મળશે. બિઝનેસમાં જબરદસ્ત પરિણામ આવશે. લવ લાઇફ માટે દિવસ સામાન્ય રહેશે. જો તમે કોઈ કામ કરો છો, તો આજે તમારે તમારા આખા મનને તમારા કામમાં મૂકવું પડશે, તો જ તમને કેટલાક સારા પરિણામો મળશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો તો તમે હળવાશ અનુભવો છો.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે જીવનસાથીની વાત સાંભળીને તેના જીવનમાં સ્થાન આપશે. જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત થશે. કામને લઈને કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. આજના દિવસે સારા પરિણામ મળશે. નોકરીમાં ટ્રાન્સફર થઇ શકે છે. વેપારને લઈને તનતોડ મહેનત કરવાથી સારા પરિણામ મળશે. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ માટે દિવસ થોડો કમજોર રહેશે. પરણિત લોકો માટે આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા વિરોધીઓને વટાવી જશો અને તેમની કોઈ પણ યુક્તિ તમારી સામે નહીં ચાલે. કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત થશે, પરંતુ તમે તમારી બુદ્ધિના આધારે અનેક યોજનાઓનો અમલ કરવામાં સફળ થશો. સુખ મેળવવાની ઇચ્છા તીવ્ર રહેશે, તેથી ઘણો ખર્ચ કરશે. વિવાહિત જીવન સુખી રહેશે, પરિવારમાં કોઈની કડવી જીભને કારણે વચ્ચે તણાવ વધી શકે છે. જે લોકો લવ લાઈફમાં તે તેના પ્રેમમાં ઓતપ્રોત રહેશે. તમારો સંબંધ પ્રબળ રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાનીભર્યો રહેશે. કામને લઈને ક્યાંય બહાર જવું પડી શકે છે. પરિવાર માટેના કામ અટકી પડી શકે છે. જેનાથી પરિવારનો ગુસ્સો સહન કરવો પડી શકે છે. પરણિત લોકો માટે આજનો દીવસ સારો રહેશે. આજના દિવસે સંબંધમાં મજબુતાઇ આવશે. જીવનસાથી આજના દીવસે કોઈ ખાસ વાત કરશે જે તમને બહુ જ પસંદ આવશે. લવ લાઈફમાં પ્રેમ વધશે. આજે મિત્રો સાથે સારો સમય પસાર કરશો. જૂની વાતો યાદ કરીને ખુશ થશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાનો અંત લાવવા માટે વધુ સમય લાગશે. કામને લઈને આજના દિવસે બહુ જ ધ્યાન રાખવું પડશે. કામને લઈને વધુ મહેનત કરવી પડશે. જેનું સારૂ પરિણામ મળી શકે છે. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. પરણિત લોકો માટે દિવસ સારો રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ થોડો કમજોર રહેશો. પારિવારિક તણાવને ખુદ પર હાવી ના થવા દો. સ્વાસ્થ્ય બગડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારું ધ્યાન તમારા કામ પર રહેશે. જેના કારણે સારા પરિણામ મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો છે. પ્રિય વ્યક્તિ આજના દિવસે ખુશ રહેશો. ગિફ્ટ આદાન-પ્રદાન થઇ શકે છે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક કામમાં મન લાગશે. જેનાથી મનને સંતોષ મળશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં સારા પરિણામ મળશે. લવ લાઈફ જીવતા લોકોને થોડી તકલીફનો સામનો કરવો પડે છે. આજના દિવસે કોઈ લાંબા પ્રવાસ પર જઈ શકો છો. જીવનસાથી સાથે સારો સમય વીતશે. આવકમાં વધારો થશે. ખર્ચ ઓછો થશે. ખર્ચને નિયંત્રણ રાખવામાં કામયાબી રાખશો. કામને લઈને દિવસ સફળતાપૂર્વક રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે બીમાર પડવાની સ્થિતિ આવી શકે છે. તેથી સાવધાની રાખો. આવકમાં ઘટાડો થઇ શકે છે. વેપારમાં સારા પરિણામ મળશે. પૈસાની આવક થશે પરંતુ મનમાં સંતોષ નહીં રહે. આ રાશિના જાતકો જે નોકરી કરતા હોય તેને વધુ મહેનત કરવાની જરૂર છે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પરણિત લોકો આજના દિવસે જીવનસાથી સાથે શોપિંગ પર જઈ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને તમારી આવકમાં મોટો વધારો જોવા મળશે. જો તમે માત્ર ભાગ્ય પર બેસવાને બદલે મહેનત કરો છો, તો તમને ખૂબ સારા પરિણામ મળશે. જો તમે કોઈ કામ કરો છો, તો આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. દાંપત્ય જીવનમાં સુખ પણ આવશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમને પ્રેમ જીવનમાં પણ સુખદ પરિણામો મળશે. વ્યવસાય તમને પૈસા આપશે, જે તમને ખુશ કરશે. આજે તમને તમારા કાર્યમાં નવીનતા મળશે, જેથી તમે પૂર્ણ ઉત્સાહથી કાર્ય કરશો અને સારા પરિણામ પ્રાપ્ત થશે.