અજબગજબ

આ 12 ઓફિસ છે ન કે કોઈ 5 સ્ટાર હોટેલ, જ્યાં કામ કરવા પર ન તો મન્ડે હેરાન કરશે કે ન તો સેટરડે!

રોજ સવારે ઉઠીને ઓફીસે તો બધાને જવાનું જ હોય છે પણ ઑફીસમાં ગમે છે કે નહિ તે તમારા કામની સાથે સાથે ઓફિસના વાતારવરણ પરથી ખબર પડે છે ત્યાં તમને કેવીક મજા આવી રહી છે. જો કે સવારે ઉઠીને ઓફિસ જવું તો કોઈને પસંદ નથી હોતું, પણ આજે અમે તમને એવી 12 ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પીકનીક માટેનું સ્થળ કે 5 સ્ટાર હોટેલથી ઓછી નથી.

1. ધ બાયા પાર્ક ડાબર(The Baya Park), મુંબઈ:

       

આ ઓફિસનો મિટિંગ રૂમ છે, જેની ડિઝાઇન ચકલીના માળા જેવી છે.

2. વ્હાઇટ કેનવાસ, બેંગ્લોર:


આ એડ્વર્ટાઇઝિંગ કંપની બેંગ્લોરમાં આવેલી છે. તેનું ઇન્ટિરિયર Absolut Vodka કે “Absolut Blank” અભિયાનના આધારે બનાવવામાં આવેલું છે. જ્યાં કલાકારોને બ્લેન્ક કેનવાસ પર,  જેનો આકાર બોટલ જેવો છે, તેના પર પોતાના વિચારો વ્યક્ત કરવાનો મૌકો આપવામાં આવે છે.

3. મિન્ત્રા(Myntra), બેંગ્લોર:


ફેશન વેબસાઈટ મિન્ત્રાની ઓફિસ એકદમ રંગબેરંગી અને ઉર્જાથી ભરપૂર છે. તેનો હેતુ પોતાના 1500 યુવાન યુઝર્સને પ્રભાવિત કરવાનો છે.
4. Booking.com:


Booking.com ની નવી 9,500 સ્કવેર ફૂટ ઓફિસ સેન્ટ્રલ મુંબઈના હૃદય સમાન છે. જેને અલગ અલગ પ્રકારની થીમ સ્વરૂપે ભાગલા પાડવામાં આવ્યા છે, જે મુંબઈને દર્શાવે છે.

5.પીરામીલ એન્ટરપ્રાઇઝ ઓફિસ, મુંબઈ:


આ ઓફિસમાં વર્કર્સ માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવેલી છે જ્યાં તેઓ કામમાંથી થોડો સમય કાઢીને આરામ કરી શકે છે. આ એકદમ તેવું જ છે જેવું ભારતીય ઘરોમાં પોતાની વાતો કરવા માટે આંગણું હોય છે. આ સિવાય અહીં એક ઓપન પુસ્તકાલય પણ છે.
6. માઈક્રોસોફ્ટ, મુંબઈ:


મુંબઈમાં સ્થિત માઈક્રોસોફ્ટની ઓફિસ ખુબ જ સુંદર અને ભવ્ય છે. તેની ડિઝાઇન પણ દિલને એકદમ શુકુન અને શાંતિ આપનારી છે.

7. Freshdesk(ફ્રેશડેસ્ક),ચેન્નાઇ:


ચેન્નાઇની આ ઓફિસ એક ઓપન ઓફિસ છે, જ્યાં CEO થી લઈને વર્કર્સ સુધીના બધા જ લોકો ઓપન ક્યુબીકલમાં બેસીને કામ કરે છે.

8. ગુગલ, હૈદરાબાદ:

9. હાર્લી ડેવિડસન્સ ઇન્ડિયા હેડક્વાટર્સ, ગોરેગાંવ:


રંગ અને મોટરસાઇકલના પાર્ટનો ઉપીયોગ કરીને બનાવેલી આ ઓફિસ હાર્લે ડેવિડસન બ્રાન્ડની એક ઓળખ છે, લાલ રંગ તેને વધારે સુંદર બનાવી રહી છે.

10. ફેસબુક, હૈદરાબાદ:


હૈદ્રાબાદની ફેસબુક કંપનીના કેર્યાલયને સુંદરતા અને રચનાત્મક રૂપથી ડિઝાઇન કરવામાં આવી છે અને દિવાલોને ગ્રાફિટી ડિઝાઇનથી શણગારવામાં આવી છે. કાર્યક્ષેત્રને ફેસબુકના વર્કર્સ દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગથી શણગારવામાં આવી છે.

11. જનરલ મોટર્સ, ગોરેગાઁવ:


આ ઓફિસમાં રંગો અને ફર્નિચરથી ભરેલી એક સુપર કુલ ઇન્ટિરિયર ડિઝાઇન થીમ છે, જે તે બતાવે છે કે આ એક કાર કંપનીની ઓફિસ છે ન કે કોઈ અન્ય પ્રોડક્ટની.

12. Sprinklr Offices(સ્પ્રિન્કલર ઓફિસ), બેંગ્લોર:


ઓફિસનો આ ભાગ કોઈ કૉલેજની કેન્ટીન જેવો લાગી રહ્યો છે. આવી ઓફિસો હોય તો લોકો ખુશી ખુશી ઓફિસ જવાનું કેમ પસંદ ન કરે!

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.