ખબર

ગુજરાત સરકારે માર્યો U ટર્ન, ધોરણ 12 પરીક્ષા લેવાશે કે નહિ આવી ગયો મોટો નિર્ણય – જાણો ફટાફટ

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી યથાવત છે તેમાં કોરોના કાળમાં સ્કૂલો અને કોલેજો બંધ છે ત્યારે હાલ ધોરણ 12ની પરિક્ષા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 12ની પરિક્ષા જે 1 જુલાઇથી યોજાનાર હતી તેને રદ કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

મંગળવારના રોજ ગુજરાત બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જારી કર્યુ હતું. તે બાદ બે કલાક પછી કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો અને હવે આજે લગભગ 2 કલાકથી વધુ ચાલેલી કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં મંગળવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આજે ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે.