“પપ્પા, મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી..”, ધોરાજીમાં 11માં ધોરણમાં ભણતી દીકરીનો આપઘાત

11 મુ ભણતી દીકરીએ પપ્પા વિશે બહુ જ ખરાબ ખરાબ બોલીને  હોસ્ટેલમાં જ ફાંસીના ફંદે લટકી ગઈ- જાણો અંતિમ શબ્દો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો કોઈ આર્થિક તંગીમાં સપડાઈને, તો કોઈ વ્યાજખોરોના ત્રાસથી અને ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. આ ઉપરાંત શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે પારિવારિક દબાણના કારણે પણ આપઘાત કરી લેતા હોવાનું સામે આવતું હોય છે.

ત્યારે હાલ એક ઘટના સામે આવી છે ધોરાજીમાંથી. જ્યાં ધોરણ 11માં ભણતી એક વિદ્યાર્થીનીના આપઘાતના કારણે હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે અને આ સુસાઇડ નોટમાં તેણે જે વાત લખી છે તે ખુબ જ ચોંકાવનારી છે. કારણે કે બાળકીએ આપઘાત માટે શાળા, શિક્ષક, મિત્ર કે કોઈ અન્યને નહિ પરંતુ પોતાના જ પિતા જવાબદાર હોવાનું લખ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીમાં આવેલી રોયલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી અને  ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવ્યા રમેશભાઈ ડોડીયાએ ગત રોજ મોડી રાત્રે પોતાની જ હોસ્ટેલના રૂમ નંબર 318માં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચકચારી મચી ગઈ હતી. પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, ત્યારે તેમના હાથે એક સુસાઇડ નોટ લાગી.

સુસાઇડ નોટમાં દિવ્યાએ જે લખ્યું હતું તે વાંચીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. દિવ્યાએ લખ્યું હતું કે, “‘પપ્પા, મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. SORRY DADI”

તેને આગળ મોટા અક્ષરમાં “I HATE YOU PAPA” લખ્યા બાદ આગળ લખ્યું, “‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.” પોલીસે દિવ્યાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે જાણ થતા જ દિવ્યાના પપ્પા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દિવ્યાના પપ્પા રમેશભાઈ ડોડીયા BSFના જવાન રહી ચુક્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દિવ્યાએ આપઘાત કરતા પહેલા તેના પરિવાર સાથે અડધો કલાક જેવી ફોનમાં વાત પણ કરી હતી.  દિવ્યાની સુસાઇડ નોટ પરથી લાગી રહ્યું છે કે તેના પિતા તેના પર ગુસ્સો કરતા હતા અને તેને પોતાની દીકરી ગણતા નહોતા.

Niraj Patel