ખબર

વાહ વાહ: ગુજરાતે રચ્યો ઇતિહાસ, 24 કલાકમાં 415 ન્યુ કેસ પણ એકસાથે આટલા હાજર લોકો ડિસ્ચાર્જ થયા

ગુજરાત રાજ્યમાં છેલ્લા 1 દિવસમાં કોવિડ 19 ના 415 નવા કેસ નોંધાયા છે, જ્યારે તેની સામે 1,114 દર્દી સાજા થયા છે. તેમજ 29 દર્દીના મોત થયા છે. આમ જોઈએ કુલ ડેથ 1,092 અને કુલ કેસ 17,632 થયા છે. જ્યારે 11, 894 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

આપણા રાજ્યનો દર્દીઓનો કુલ કાઉન્ટ 17632 થયું છે. જ્યારે મોતનો કુલ આંક 1092 અને ડિસ્ચાર્જનો કુલ આંક 11894 થયો છે. હવે ફક્ત 4646 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓની હાલત ગંભીર છે અને 4584 દર્દીઓની હાલત સ્થિર છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ ન્યુ 415 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 279, સુરત 58, વડોદરા 32, ગાંધીનગર 15, મહેસાણા 5, ભાવનગર-ભરૂચ-દાહોદ 4-4, ખેડા 3, પંચમહાલ-કચ્છ-સુરેન્દ્રનગર 2-2, બનાસકાંઠા-પાટણ-નર્મદા-વલસાડ-નવસારીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આજે ગુજરાતમાં 29 દર્દીના કોવિડ ને લીધે દુ:ખદ નિધન થયા છે. જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1-1 વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1092 લોકોના મૃત્યુ નોંધાયા છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ વાયરસનાના કેસો રોજ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેપ્યૂટી સેક્રેટરી લવ અગ્રવાલે હમણાં જ માહિતી આપી કે કોવિડના સંક્રમણના કેસના મામલામાં દેશ ભલે 7 માં નંબરે છે, જોકે આ વિશ્લેષણ સાચુ નથી, અન્ય દેશોની તુલનામાં ભારતની વસ્તી વધારે છે.

Image Source

લવ અગ્રવાલે કહ્યું કે ભારતનો રિકવરી રેટ સારો થઇ રહ્યો છે, ભારતનો મૃત્યુદર દુનિયાભરના દેશોની તુલનામાં ઓછો છે.

Image Source

તેઓેએ વધુમાં જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોના વાયરસની બીમારીથી સ્વસ્થ થયા છે અને દેશનો રિકવરી રેટ 48.07 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હાલ સુધીમાં 95,527 લોકો કોવિડથી સાજા થઇ થયા છે. છેલ્લા 1 દિવસમાં 3708 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આપણો સાજા થનારો રિકવરી રેટ 48.07% ટકા છે. 15 એપ્રિલના રોજ દેશમાં કોવિડનો રિકવરી દર 11.42 ટકા હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 2.82% છે. તે વિશ્વનો સૌથી નીચો મૃત્યુ દરમાંનો એક છે.

વધુમાં મળેલી માહિતી અનુસાર કોવિડના કારણે મોટી ઉંમરના લોકો મોટા પ્રમાણમાં રિકવર થઇ રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી સજેસ્ટ કરેલા ઇમ્યૂનિટી બૂસ્ટિંગ પર કામ કરવાની જરૂર છે. જે પણ હાઇ રિસ્ટવાળા લોકો છે.

કોરોના વાયરસને કારણે દરરોજ વિશ્વના સેંકડો લોકોનો જીવ જઈ રહ્યો છે, જ્યારે હજારો લોકો આ ખતરનાક વાયરસથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ પહેલાની જેમ જ ખતરનાક છે અને તેના પ્રભાવોને ઓછો ન આંકવો જોઇએ. ડબ્લ્યુએચઓએ આ ચેતવણી ઇટાલીના ડોકટરના નિવેદન પછી આપી છે, જેમનું કહેવું છે કે વાયરસ નબળો પડી રહ્યો છે.

ઇટાલીના એક ડોક્ટરે દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવે નબળી પડી ગયો છે અને હવે તે પહેલાંની જેમ ખતરનાક નથી રહ્યો. ઇટાલીના મિલાનના રહેવાસી ડોક્ટર આલ્બર્ટો ઝંગ્રિલોએ સ્થાનિક ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું કે COVID-19 સંક્રમણ પોતાની શક્તિ ગુમાવી રહ્યો છે અને તે ઓછો ખતરનાક બની ગયો છે. તેમણે કહ્યું કે વાયરસ એક કે બે મહિના પહેલાની સરખામણીમાં હવે નબળો પડી ગયો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કોરોના વાયરસ હવે ઇટાલીમાં ક્લિનિકલ રૂપથી હાજર નથી.

Image Source

જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ હાલમાં આ દાવાઓને નકારી દીધા છે. સાથે જ એમ પણ કહ્યું કે લોકોને હંમેશની જેમ સાવચેત રહેવાની જરૂર છે. ડબ્લ્યુએચઓનાં ઇમરજન્સી ડિરેક્ટર માઇકલ રિયાને વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું હતું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. એ વિચારવું યોગ્ય નથી કે વાયરસ અચાનક ખતમ થઈ જશે અથવા તેની અસર ઓછી થઇ જશે.

ડોક્ટર ભલે દાવો વરસ નબળો પડવાનો દાવો કરે, પણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તરમાં લોમ્બાર્ડી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર બનેલો છે. જણાવી દઈએ કે ઇટાલીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં, કોરોના વાયરસથી 33 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, પરંતુ હવે નવા દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.