રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પીપલાંત્રી ગામમાં છેલ્લા 1 દાયકાથી ગ્લોબલ મીડિયા છવાઈ ગયું છે. ગામની કોઈ ખાસ કાર્યવાહીને કારણે ગુગલ પર દરરોજ આ ગામને સર્ચ કરવામાં આવે છે. આ ગામમાં જમ લેનારી દરેક કન્યાના નામ પર તેના પરિવારજનો અને ગ્રામજનો 111 ઝાડ વાવે છે. જણાવી દઈએ કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંના 93000 રોપા ઝાડ બની ચુક્યા છે.

આ નિયમ બનાવનાર 2015થી 2010 સરપંચ રહેનારા શ્યામસુંદર પાલીવાલએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી યુવાન દીકરીનું અકાળે મોટ થતા હું શોકમાં હતો. ગ્રામજનોએ મારી દીકરીનું યાદમાં મારા હાથે થોડા ઝાડનું વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ જ પળેથી મને ગામની દીકરીઓ માટે કંઈક કરવાની પ્રેરણા મળી હતી.

આ શ્યામસુંદર જણાવ્યું હતું કે, સમાજમાં દહેજની કૃપ્રથાને લઈને દીકરીઓને પરાયું ધન સમજતા હતા. ગ્રામીણ લોકો દહેજ આપીને દહેજ દાનવોની વધતી માંગને પુરી કરી શકતા ના હતા.કન્યા ભ્રુણ હત્યાના મૂળમાં આર્થિક સમસ્યા જ હતી.

આ આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે પાલિવાલે વિચાર્યું કે જો નવજાત છોકરીના માતા-પિતાએ બાળકીના જન્મ સમયે રોપા રોપ્યા અને તે છોડને 18 થી 20 વર્ષ સુધી ઉછેર્યા, તો છોકરીએ તેના લગ્ન સમયે પૂરતા પૈસા ભેગા થઇ શકે છે.

પાલિવાલે જણાવ્યું હતું કે,“છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી-પુરુષ જન્મ પ્રમાણને લઈને વિશે દરેક જણ ચિંતિત છે. કડક કાયદાકીય જોગવાઈઓ છતાં,સ્ત્રી ભૃણ હત્યા અને સ્ત્રી શિશુ હત્યાને રોકવામાં ઘણી સફળતા મળી નથી. આ કહેવાનો અર્થ એ છે કે માત્ર પુત્રીઓની સુરક્ષા માટેની કાગળની જોગવાઈઓ ચાલશે નહીં. કેટલાક પગલાં પણ અપનાવવા પડશે. ”

શરૂઆતમાં,પાલિવાલને આ યોજનાના અમલીકરણમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સરપંચ તરીકે તેમણે પિપલંત્રી ગામમાં ઘણી સરકારી યોજનાઓ સફળતાપૂર્વક ચલાવી હતી. ‘પંચાયત આપકે દ્વાર’ જેવા કાર્યક્રમો દરમિયાન તે ઘરે-ઘરે જઈને મહિલાઓની શક્તિથી જાગૃત થઈ હતી. સ્ત્રી સુરક્ષાના દૃષ્ટિકોણથી આ યોજનાને અનન્ય માનવામાં આવી હતી. તેમની આવી ઘણી પહેલને લીધે ગ્રામ પંચાયતને ઘણા એવોર્ડ સહીત રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે નિર્મળ ગ્રામ સન્માન પ્રાપ્ત થયું હતું. વળી, આ ગામને ‘આદર્શ ગ્રામ’, ‘નિર્મલ ગાંવ’ અને ‘ટૂરિઝમ વિલેજ’ નો ખિતાબ મળ્યો છે.

તેથી, પાલીવાલની આ યોજના અંગે ગ્રામજનો પણ ઉત્સાહિત હતા. અને તેની પહેલને સાકાર કરવામાં આખા ગામને તેમનો સાથ આપ્યો. પાલીવાલ જીની પુત્રીને 2006-07 માં શરૂ થયેલી આ પહેલને સમર્પિત કરતા ગ્રામજનોએ ‘કિરણ નિધિ યોજના’ નામ આપ્યું હતું અને 30 જુલાઇ, 2011 ના રોજ તેની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.

શ્યામસુંદરે સમજાવ્યું હતું કે, દરેક દીકરીના નામ પર 31હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ કરવામાં આવે છે જેમાં દીકરીના માતા-પિતા પાસેથી 10 હજાર રૂપિયાની મદદ લેવામાં આવે છે જેથી તેનો આર્થિક સહયોગ હોય.

દીકરીના જન્મની ખુશીમાં માતા-પિતા,દાદા-દાદી,નાના-નાની અને સગા સંબંધીઓ 111 પર સરકારી જમીન પર ઝાડ વાવે છે. ઝાડનું પૂરતી ઝાલાવની બધા જ ગ્રામવાસીઓની હોય છે. મહિલા સ્વ-સહાય જૂથો, વૃદ્ધ માતા, કાકી, વગેરે સમયાંતરે આ છોડનું નીંદણ કરે છે. સમય જતાં બાળકીને સમજવામાં આવે છે કે, આ છોડ તેની ઉંમરનું જ છે. તેણી તેના જન્મનું સ્મારક છે. આ યોજનાને દેશ-વિદેશમાં ઘણી પ્રશંસા મળી છે.
18-20 વર્ષ બાદ આ ફિક્સ્ડ ડિપોઝીટથી મળેલા લાખો રૂપિયા ગામની દીકરીઓને ઉચ્ચ શિક્ષા, લગ્ન માટે મોટી મદદ મળશે. આટલું જ નહીં દીકરીના જન્મ પર લગાવવામાં આવેલા ઝાડની એક કિંમત 1 લાખ રૂપિયા આંકવામાં આવે તો 111 ઝાડની કિંત 1 કરોડ 11 લાખ રૂપિયા થશે. આટલા પૈસા ના માનીએ તો પણ 25 લાખ રૂપિયા તો આંકી શકાય. આ સાથે જ આ વૃષોથી મળેલા ઓક્સિજન, વૃક્ષોના મૂળથી રોકવામાં આવેલી માટીની કિંમતનો અંદાજ તો લગાવી જ ના શકાય.

આ યોજનાના અનેક લાભ છે, ગામના જન્મ લેનારી બાળકીની એફડીની સાથે-સાથે પિતા પાસેથી 10 રૂપિયાના સ્ટેમ્પપેપર પર એક શપથ પત્ર લેવામાં આવે છે. જેમાં મુજબ લખવામાં આવે છે.
1. પરિવારમાંથી કોઈ વ્યક્તિ કન્યાભૃણ હત્યા નહીં કરે
2.દીકરીના જન્મદિવસ પર લગાવવામાં આવેલા 111 ઝાડ અને દીકરીનું સમ્માન રૂપથી પાલન-પોષણ કરો.
3. દીકરીને શિક્ષાથી વંચિત રાખવી ના જોઈએ.
4.કોઈ પણ પરિસ્થતિમાં બાળકીને બાળ વિવાહ નહીં કરું.
5.દીકરી બાલિગ થાય ત્યારે તેના નામની એફડીની રકમ શિક્ષા અને વિવાહમાં ખર્ચમાં કરવામાં આવશે.
6. દીકરીના જન્મ પર લગાવવામાં આવેલા ઝાડ જયારે વૃક્ષ થઇ જાય ત્યારે તેના પર ગામનો અધિકાર રહશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.