સુરતમાં સગા માસાએ ઘરમાં રહેવા માટે આવેલી 11 વર્ષની ભાણી પર નજર બગાડી, સગીરાને એકલી જોઈને….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં પરિવારના અંદરના લોકો દ્વારા જ પરિવારની કોઈ બહેન, દીકરી કે વહુ સાથે શારીરિક અડપલાં કે તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. હાલ એવો જ એક મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં પોતાના માસીના ઘરે રહેવા આવેલી એક 11 વર્ષની બાળકી પર તેના જ માસાએ નજર બગાડી અને તેની સાથે ગંદુ કામ કર્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મામલો સામે આવ્યો છે સુરતમાંથી. જ્યાં ત્રણેક અઠવાડિયા પહેલા કડોદરામાં રહેતી એક મહિલા તેના બહેન અને બનેવી સાથે ભાડે મકાન શોધવા પાંડેસરા આવી હતી. ત્યારે તેમની સાથે તેમની છઠ્ઠા ધોરણમાં ભણતી અને 11 વર્ષની દીકરી પણ સાથે આવી હતી. ભાડે મકાન શોધવાનું હોઇ મહિલા તેમના ઘરે જ રોકાઈ હતી. જેના બાદ બીજા દિવસે મહિલા અને તેની બહેન ભાડે મકાન શોધવા માટે ગયા હતા ત્યારે તેમની દિકરી ઘરમાં સુઈ રહી હતી.

સૂતી ભાણીને જોઈને માસાની દાનત બગડી હતી અને તેમને તેના બંને હાથ પકડીને હોઠ પર કિસ કરી હતી. ભાણીએ પ્રતિકાર કરતા તેના હોઠ પર બચકા પણ ભરી લીધા હતા અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના કારણે જયારે તેની મમ્મી અને માસી ઘરે પરત ફર્યા ત્યારે દીકરીની હાલત જોઈને માતા હેરાન રહી ગઈ હતી. દીકરીને પૂછવા પર તેને યોગ્ય જવાબ આપ્યો નહોતો. માસા સાથે દીકરીને તેની મમ્મી દવાખાને પણ લઇ ગઈ હતી.

પરંતુ જયારે કડોદરા તેમના ઘરે ગયા ત્યારે દીકરીએ તેના નાનીને બે દિવસ પહેલા જ ફોન કરીને રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી. જેને જાણીને સૌ કોઈ હેરાન રહી ગયું હતું. તરત જ મહિલાએ પાંડેસરા પોલીસ મથકમાં બનેવી 42 વર્ષીય રાજુ ભાનુદાસ ગાયકવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને હાલ સુરતમાં ભાડાના ઘરમાં રહે છે.

Niraj Patel