ખબર

11 વર્ષના બાળકે મહિલા અને બાળકને નદીમાં ડૂબતા બચાવ્યા, ક્લેકટરે કહ્યું-રાષ્ટ્રીય પુરસ્કાર આપીશું

અસમમાં સોનિતપૂર જિલ્લાના મિસ્સામારી ગામમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક 11 વર્ષના બાળકે 2 જીવનો બચાવ કરી બહાદુરીનું કામ કર્યું છે. હાલ તો તે બાળક ચર્ચામાં આવી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસમમાં સોનિતપૂર જિલ્લાના મિસ્સામારી ગામના 11 વર્ષના ઉત્તમ ટાંટીયાએ નદીમાં ડૂબતા માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સાત જુલાઈની છે પરંતુ હાલમાં સામે આવી છે. એક મહિલા તેના 2 બાળકો સાથે નદી પસાર કરી રહી હતી. તે સમયે  જ અચાનક જ પાણી વધી ગયું હતું. ત્યારે તે મહિલા પોતાને અને તેના બાળકોને સાંભળી ના શકી. આ દ્રશ્ય ઉતમે જોતા પોતાના જીવની ફિકર કર્યા વગર  નદીમાં કૂદી મહિલા અને તેના બાળકનો જીવ બચાવી લીધો હતો.

સોનિતપુરના કલેકટર લખ્યા જ્યોતિદાસે ટાવ્યું હતું કે,મહિલા અને તેના બાળકોને ડૂબતા જોતા ઉતમે નદીમાં કૂદકો માર્યો હતો. થોડી જ વારમાં  ભારે મહેનત બાદ ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મેં ડેપ્યુટી કમિશનરને કહ્યું કે ઉતમે બહાદુરી પૂર્વક કામ કર્યું છે. તેથી તેનું નામ રાષ્ટ્રીય સ્તર સુધી જવું જોઈએ. એ માટે જે જરૂરી હશે તેના માટે અમે મહેનત કરીશું.

નોંધનીય છે કે દેશના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. ઉત્તર-પૂર્વમાં વરસાદનો ભારે કહેર જોવા મળે છે. ત્યારે આસામના સોનિતપૂરમાં આજકાલ બારે વરસાદને પગલે નદીનાળાઓ છલકાઈ ગયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks