જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-11 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
રાશિના જાતકો આજનો દિવસ સારો રહેશે. આજે તમે ખર્ચમાંથી મુક્તિ મેળવવાથી સારા પૈસા આવશે. જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમારામાં વિશ્વાસ વધશે. પરિવારના સભ્યો તમારી ખુશીઓમાં વધારો કરશે.
કામને લઈને કરેલી યોજનાઓ સફળ થશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં હળવા તણાવ હોઈ શકે છે. પરંતુ તેમ છતાં સંબંધ સંવેદનાથી આગળ વધશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. માનસિક રીતે મજબૂત થશો જેનાથી પડકારો તમારાથી દૂર થશે. કેટલાક જરૂરી ખર્ચ થશે પરંતુ તે તમારા નિયંત્રણમાં રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા સરકાર તરફથી કોઈ સારો લાભ મળશે. મિત્રો સાથે સારો સમય વિતાવવાની તક મળશે. ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ આવી શકે છે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયક રહેશે. દિવસ દરમિયાન કામને લઈને તમારા માટે સમય શોધવાનું મુશ્કેલ રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ નિરાશાજનક રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. તમારા જીવન સાથી પાસેથી તમને ઘણી વાતો જાણવા મળશે. જે તમારા બંને વચ્ચેની સમજને મજબૂત બનાવશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે ખર્ચ પર ધ્યાન આપવું.

4. કર્ક – ડ, હ (Cancer):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવક સારી રહેશે, આજના દિવસ તમે ખરીદી કરી શકો છો. કામને લઈને આજે દિવસ ખૂબ પ્રબળ રહેશે. તમારા કામમાં તમારી પકડ જોઈને તમારા બોસ ખુશ થઇ જશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ ઓછો થશે. એક બીજાને પૂરા દિલથી ગમશે. પ્રેમિપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધોમાં પ્રેમ વધશે. તમારી ક્રિએટિવિટીથી તમારું મન ખુશ થશે.
5. સિંહ – મ, ટ (Lio):
રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.આજના દિવસે તમે તમારી ખુશી માટે કેટલાક પૈસા ખર્ચ કરશો. આવક સારી રહેશે. પારિવારિક કામમાં તમને સફળતા મળશે. કામને લઈને કરેલા પ્રયત્નો ખૂબ જ સફળ થશે. આજના દિવસે પૂર્ણ ધ્યાન સાથે કામ કરશો. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે. આમ છતાં સંબંધોમાં થોડો રોમાંસ થશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમારા મજાકિયા સ્વભાવથી લોકોના દિલમાં જગ્યા બનાવશો. કામમાં તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. આવક સારી રહેશે. મિત્રો સાથે પાર્ટી કરી શકો છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ અદૃશ્ય થઈ જશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ ખૂબ રોમેન્ટિક હશે.

7. તુલા – ર, ત (Libra):
રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. કેટલાક લોકોને વિદેશથી આમંત્રણો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.આજના દિવસે કામ પર પૂર્ણ ધ્યાન આપીશું. પરંતુ કોઈ અજાણી સમસ્યાને કારણે મન ચંચળ રહેશે. આજના દિવસે તમારી જાત પર વિશ્વાસ કરો. તમારી દિલની વાત તમારા પ્રિય વ્યક્તિ સાથે શેર કરો. જે તણાવ ઓછો કરશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ રહેશે. પરંતુ એકબીજાને સમજશે. પ્રેમીપંખીડાને આજના દિવસે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમીપંખીડા આજના દિવસે ખુલ્લા દિલે વાત કરશે. આજનો દિવસ પરિણીત લોકોના ગૃહસ્થ રોમેન્ટિક અને ક્રિએટિવિટીથી ભરેલો રહેશે. આજના દિવસે જીવનસાથી સાથે વાત કરવાથી તમને શાંતિ મળશે. જેનાથી તમે હળવાશ અનુભવશો. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે સખત મહેનત કરશો. આજના દિવસે આવક સારી રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે તમારા વિરોધીઓને લઈને થોડી સમસ્યા આવી શકે છે. આજના દિવસે પરિવારના લોકો કોઈપણ બાબતે ચર્ચા કરી શકે છે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. પ્રેમ જીવન જીવતા લોકો સંબંધોમાં કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશે. તમારા પ્રિય વ્યક્તિ ગુસ્સામાં ઊંધું-સીધું બોલી શકે છે. આજના દિવસે આવક સામાન્ય રહેશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમીપંખીડા આજના દિવસે તેની ક્રિએટીવીટીથી તમાત્ર પ્રિય વ્યક્તિનું દિલ જીતી શકશો. તમારું પ્રિય વ્યક્તિ આજે તમને તેના દિલની વાત કરશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ રોમેન્ટિક રહેશે. આજના દિવસે જમીન સંબંધિત બાબતોમાં વધઘટની સ્થિતિ રહેશે. તેમ છતાં તમે કોઈપણ મિલકતની બાબતમાં તમારી પ્રતિક્રિયા આપશો. કામને લઈને આજનો દિવસ મધ્યમ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જવાબદારીઓનું ધ્યાન રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ પરિવારના સભ્યોનો સહયોગથી દરેક કાર્યમાં સફળતા મળશે. કામને લઈને આજે તમને સારા પરિણામ મળશે. તમારા મિત્રો અને તમારી સાથે કામ કરતા લોકો તમારું સમર્થન કરશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. વિવાહિત લોકોના ઘરના જીવનમાં તણાવ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે મુસાફરીમાં થઇ શકે છે. પરંતુ હવામાનને કારણે તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય સારું રહેશે પરિવારમાં સંતોષનો અભાવ રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખૂબ જ સારું રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ રોમાંસથી ભરેલો રહેશે. તમારી આવક પણ સારી રહેશે. કામના સંબંધમાં તમારે સખત મહેનત અને ડહાપણ બંનેનો ઉપયોગ કરીને આ દિવસે જોરશોરથી કામ કરવું પડશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.