આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-11 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
ભવિષ્ય માટે આજે પૈસા રોકાણ કરી શકશો. આજે એક્સ્ટ્રા ઇન્કમ માટેના તમને સારા રસ્તા મળશે. સામાજિક પ્રસંગમાં આજે લોકો વચ્ચે તમને ઓળખાણ બનાવવાનો મૌકો મળશે. આજે કેટલાક નવા મિત્રો સાથે મુલાકાત થશે. લગ્નજીવનમાં આજે નાની નાની મુશ્કેલીઓ આવશે. એકબીજા સાથે વાત કરતા તકેદારી રાખવી. તમારી વાણી અને બોલીથી કોઈને દુઃખ પહોંચી શકે છે. આજે વેપારને કારણે મુસાફરી કરવાનું થઇ શકે છે. જે વેપારી મિત્રો વિદેશમાં પોતાના વેપારને શરુ કરવા માંગે છે તેમને સારી માહિતી મળશે જેનાથી તેમને સારી મદદ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આજે સારો દિવસ છે. આજે અટકી ગયેલા પૈસા પરત મળશે. આજે તમારા જીવનમાં પ્રેમ અને સહાનુભૂતિની ઉણપ જણાશે. આજે અમુક વિદ્યાર્થી મિત્રો માટે થોડી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવી શકો છો. આજે દિવસ દરમિયાન ખાવા પીવાને લીધે પેટમાં દુઃખાવો જેવી તકલીફ થઇ શકે છે. આજે બહારનું ખાવાનું અવગણજો. આજે પૈસા સંબંધિત કામમાં કોઈની ઉપર ભરોસો કરવો નહિ. આજે ભાગીદારીથી તમારા કામમાં નુકશાન થશે. આજે ખરીદી કરવા જવાનું બની શકે છે. આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
5. સિંહ – મ,ટ (Lio):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. આજે કોઈપણ નાણાકીય નિર્ણય એકલા લેશો નહિ તમારા નિર્ણયમાં તમારા ઉપરી અધિકારી અથવા તો તમારા વડીલોની સલાહ લેવાનું રાખજો. રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેતી રાખવી. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનો સીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
પૈસા કમાવવા માટે પણ આજનો દિવસ સૌથી યોગ્ય છે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આજે તમારી સામે આવે તો પુરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરો. દિવસનો અંત આજે થોડો થકવી દેનારો હશે. સાંજના સમયે થોડો ગુસ્સા પર કાબુ રાખો. તમારા સંબંધો બગડી શકે છે અજાણ્યા લોકો પર બહુ ભરોસો કરશો નહિ. તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે સપ્રમાણ વજન અને સપ્રમાણ જીવન ઈચ્છો છો તો તમારે આજથી જ કસરત કરવાની છે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું છે યોગ્ય ડાયટ ફોલો કરો. આજે કોઈપણ નિર્ણય તમારા ઉતાવળે અને કોઈપણ ચકાસણી વગર કરવાનો નથી. તમારા પ્રિયજન કે પછી કોઈ નજીકનો સંબંધી ઉધાર માંગે તો એ વ્યક્તિને એ પૈસા શેના માટે જરૂર છે એ ખાસ તપાસજો. ક્યાંક તમારા પૈસા ખોટા રસ્તે ના વપરાતા હોય. આજે દિવસના મધ્ય ભાગ એટલે કે બપોરે માથાનો દુખાવો રહેશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
10. મકર – જ, ખ (Capricorn):
આજે જુના મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે સારો સમય પસાર કરી શકશો. પ્રેમીઓ માટે આજનો દિવસ ઘણો સારો છે ,એકબીજા સાથે સમય પસાર કરવાના મૌકા મળશે. આજે કોઈ બહારના વ્યક્તિ સાથે કોઈપણ વિવાદમાં પડવું નહિ. તહેવારની મસ્તીને અમુક લીમીટ સુધી સીમિત રાખો. આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. વેપારી મિત્રો આજે પોતાના નવા કાર્યની શરૂઆત કરી શકશો. સાંજના સમયે પ્રિય વ્યક્તિ સાથે મુસાફરી કરવાના યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
શેર માર્કેટ કે પછી ઘણા સમય પહેલા કરેલ ઇન્વેસ્ટમેન્ટથી તમને ધનલાભ થશે. આજે જમીન કે નવું મકાન ખરીદવાના યોગ છે. આજે સુખ સુવિધાનો ભરપુર લાભ મળશે અને ખર્ચ પણ વધી જશે. જો તમે પૈસાની બચત કરવા માંગો છો તો તમારે આજથી જ નાહકના ખર્ચ પર રોક લગાવવી જોઈએ. આજે સ્વાસ્થ્ય વિષે ખાસ તકેદારી રાખવી, બહારનું ખાવાનું અવગણજો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. જે મિત્રોના લગ્નને થોડો જ સમય થયો છે તેમને ક્યાંક ફરવા જવા માટે મળી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here