આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 21 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. આજે તામ્ર કોઈ નજીકના સગા તરફથી તમને આર્થિક સહાય મળશે. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. લાંબી મુસાફરી તમને અત્યારે લાભ ના આપે તો તેના કારણે નર્વસ થતા નહિ એ મુસાફરીનો બહુ મોટો ફાયદો તમને ભવિષ્યમાં થવાનો છે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પૈસા સંબંધિત કાર્યમાં ધીરજ રાખવાની જરૂરત છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં અગત્યનું કામ મળશે જેની પાછળ તમારો આજનો દિવસ પૂર્ણ થઇ જશે. આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. તમે પોતાની જાત સાથે લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકશો. આજે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. તમારા અટકેલા કામ આજે પૂર્ણ થશે. જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આજે સારો દિવસ છે. આજે અટકી ગયેલા પૈસા પરત મળશે. આજે તમારા જીવનમાં પ્રેમ અને સહાનુભૂતિની ઉણપ જણાશે. આજે અમુક વિદ્યાર્થી મિત્રો માટે થોડી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવી શકો છો. આજે દિવસ દરમિયાન ખાવા પીવાને લીધે પેટમાં દુઃખાવો જેવી તકલીફ થઇ શકે છે. આજે બહારનું ખાવાનું અવગણજો. આજે પૈસા સંબંધિત કામમાં કોઈની ઉપર ભરોસો કરવો નહિ. આજે ભાગીદારીથી તમારા કામમાં નુકશાન થશે. આજે અમુક વિદ્યાર્થીઓને તેમના મનગમતા કોલેજમાં પ્રવેશ મળશે. આજે સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. આજે સમાજમાં પણ તમારી નામના થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):
આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીના મંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):
તમને જે વિષયમાં રસ નહિ હોય તેવી જગ્યાએથી પૈસાની અઢળક કમાણી થશે. આજે મિત્રશત્રુઓથી બચીને રહેજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં સારો દેખાવ કરી શકશે જેનાથી તમારી સાથે કામ કરતા લોકો તમારી ઈર્ષા કરશે. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જો તમે સપ્રમાણ વજન અને સપ્રમાણ જીવન ઈચ્છો છો તો તમારે આજથી જ કસરત કરવાની છે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું છે યોગ્ય ડાયટ ફોલો કરો. આજે કોઈપણ નિર્ણય તમારા ઉતાવળે અને કોઈપણ ચકાસણી વગર કરવાનો નથી. તમારા પ્રિયજન કે પછી કોઈ નજીકનો સંબંધી ઉધાર માંગે તો એ વ્યક્તિને એ પૈસા શેના માટે જરૂર છે એ ખાસ તપાસજો. ક્યાંક તમારા પૈસા ખોટા રસ્તે ના વપરાતા હોય. આજે દિવસના મધ્ય ભાગ એટલે કે બપોરે માથાનો દુખાવો રહેશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
વેપારી મિત્રોને અટકેલા પૈસા પરત મળશે. લોટરીથી તમને સારા પૈસા મળશે. સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. સંતાન તરફથી તમને મુશ્કેલીઓ આવશે. તમારા પ્રિયજન કે પછી જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે. કફ અને ઉધરસની તકલીફ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ અનુકુળ છે, વાંચવામાં મન લાગશે. નોકરી કરતા મિત્રોને પોતાના સાથે કામ કરતા કર્મચારી સાથે તાલમેલ બેસશે. આજે નાહકના કોઈના વાદ વિવાદમાં ફસાતા નહિ. એકંદરે આજનો દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
ભવિષ્ય માટે આજે પૈસા રોકાણ કરી શકશો. આજે એક્સ્ટ્રા ઇન્કમ માટેના તમને સારા રસ્તા મળશે. સામાજિક પ્રસંગમાં આજે લોકો વચ્ચે તમને ઓળખાણ બનાવવાનો મૌકો મળશે. આજે કેટલાક નવા મિત્રો સાથે મુલાકાત થશે. લગ્નજીવનમાં આજે નાની નાની મુશ્કેલીઓ આવશે. એકબીજા સાથે વાત કરતા તકેદારી રાખવી. તમારી વાણી અને બોલીથી કોઈને દુઃખ પહોંચી શકે છે. આજે નોકરી કરતી મહિલાઓને પ્રમોશન મળશે, પગાર વધારાથી તમારી ખુશી બેવડાઈ શકે છે. આજે વેપારને કારણે મુસાફરી કરવાનું થઇ શકે છે. જે વેપારી મિત્રો વિદેશમાં પોતાના વેપારને શરુ કરવા માંગે છે તેમને સારી માહિતી મળશે જેનાથી તેમને સારી મદદ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષે દિવાળીની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો. આ વર્ષે પરિવાર સાથે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જવાના યોગ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.