આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 11 નવેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળશે. જયારે જયારે તક મળે તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારી જેમણે તમને મદદ કરી હોય તેમનો આભાર આજે જરૂર માનજો. આજે ભવિષ્યમાં ફાયદો થાય એવું રોકાણ કરી શકો તમારા માતા પિતા અને અનુભવી મિત્રોને સાથે જરૂર રાખજો. આજે સાંજે કોઈ ખુશખબરી તમને તમારા બાળકો તરફથી મળશે. આજે પૈસા કરતા સંબંધોને વધુ મહત્વ આપજો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે પૈસા કમાવવા માટે અનેક અદ્ભુત સોર્સ તમને મળશે, પણ તમે વિચાર્યું હશે એટલો ફાયદો નહિ મેળવી શકો. પારિવારિક જીવન માટે આ સમય ઘણો સારો છે. પરિવાર સાથે ખુશીઓ ઉજવી શકશો. સમાજમાં તમારી નામના થશે તમને માન સન્માન મળશે. દાંપત્યજીવનમાં આજે તકેદારી રાખવાની જરૂરત છે. જીવનસાથી સાથે આજે વૈચારિક મતભેદ ઉભા થઇ શકે છે. આજે કોઈ અજાણ્યાના વિવાદમાં પડશો નહિ. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે મોજ-મસ્તી અને ફરવામાં સમય જશે. નોકરી કરતા મિત્રો આજે તેમના સાથી કર્મચારીથી આગળ નીકળી શકશો. આજે ઈર્ષાળુ મિત્રોથી સાવધાન રહો. વેપારી મિત્રોને લાભ અને નુકશાન બંને થવાની સંભાવના છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
પ્રોપર્ટીના લે-વેચના કામ સાથે જોડાયેલ મિત્રોને ખરીદીના યોગ છે જેમાંથી ભવિષ્યમાં ઘણો ફાયદો મળશે. પારિવારિક જીવન માટે સમય મિશ્રફળદાયી હશે, ભાઈ અને બહેનની તબિયત સાચવવી, ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે તમારે મનને કાબુમાં રાખવાની જરૂરત છે. સ્વાસ્થ્ય જો બરાબર ના હોય તો અવગણશો નહિ, વજન વધારે હોય તેવા મિત્રોએ આજથી જ કસરત અને યોગા કરવા જોઈએ. નોકરી કરતા મિત્રો માટે ઓફિસમાં અનુકુળ વાતાવરણ હશે. તમારા કામ અને પ્રોજેક્ટથી તમારા ઉપરી અધિકારી અને બોસ તમારાથી ખુશ હશે, અટકેલું પ્રમોશન અને પગાર વધારો મળશે. પ્રેમી યુગલોએ આજે એકબીજાની વાતનું સન્માન કરવાની જરૂરત છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
પૈસા કમાવવા માટે આજે અનેક મૌકા મળશે પણ તમને વિચાર્યું હશે એટલો ફાયદો તમે નહિ મેળવી શકો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. ઘરમાં દરેક સભ્ય વચ્ચે પ્રેમ વધશે. સમાજમાં તમારી નામના થશે, માન સન્માન અને પદમાં વધારો થશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. બહાર ફરવા કે મોજ મસ્તી કરવા માટે મિત્રો સાથે જઈ શકશો. નોકરી કરતા મિત્રોને થોડી ચિંતા વધશે. તમારા જુનિયર તમારાથી આગળ નીકળી જશે. મહેનત કરો અને નિરાશ થશો નહિ. મહાદેવની કૃપા તમારી સાથે જ છે.
શુભ અંક : ૮

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
ખરીદી આજે બજેટ બહાર જઈ શકે છે, પૈસાની કમીને કારણે પરિવારમાં તણાવ થઇ શકે છે. આજે ફાલતું અને વધારાનો ખર્ચ કરવાથી બચવાનું છે. પરણિત મિત્રોનું મન ભટકી શકે છે. આજે જીવનસાથીનો મૂડ સારો હશે. તમારા અટકેલા કામમાં જીવનસાથી તરફથી સપોર્ટ મળશે. ઓફિસમાં વધારે કામ હોવાથી માનસિક અને શારીરિક થાક અનુભવશો. ઓફિસમાં આજે તમારું કામ તમારે એકલાએ જ કરવું પડશે તમે ઈચ્છતા હશો એ વ્યક્તિ તમારી મદદ કરશે નહિ. વિદ્યાર્થી મિત્રો માટે સમય યોગ્ય નથી, કોઈપણ કામમાં બેવાર ચકાસણી કરવી, તમારી એક ભૂલ તમારી મુશ્કેલી વધારી શકે છે. ધનલાભના યોગ છે. સાંજના સમયે સારા સમાચાર મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

7. તુલા – ર,ત (Libra):
આજે જમીન કે મકાન માં પૈસા રોકવાના ચાન્સ મળશે, અમુક સ્કીમમાં પૈસા રોકવાથી તમને ફાયદા જણાશે. પરિવાર સાથે આજનો દિવસ મિશ્રફળદાયી હશે. ભાઈ અને બહેનના સ્વાસ્થ્યની તકેદારી રાખવી. તમારા પ્રેમીના મનની ભાવનાની કદર કરો. તેમના તરફથી મળેલ સપોર્ટથી તમે પોતાની જાતને વધુ મજબુત ફિલ કરશો. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને સારો સહકાર મળશે. વેપારી મિત્રોને તેમનો વેપાર વિદેશમાં ફેલાવી શકે એવો અવસર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
વધારાના ખર્ચ પર આજે કંટ્રોલ કરવાની જરૂરત છે, કોઈપણ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ અનુભવી અને નિષ્ણાત મિત્રની સલાહ જરૂર લેવી. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. અમુક જૂની સમસ્યા સતત મનમાં ચાલતી હશે જેને તમે આજે સુલજાવી શકશો. પરણિત મિત્રોના જીવનમાં પ્રેમનો વધારો થશે, જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળશે. ઘણા સમયથી ચાલી રહેલ કોઈ શારીરિક તકલીફમાં આજે રાહત થશે. બહારનું ખાવા પીવામાં તકેદારી રાખવી. વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન આજે ભણવા પરથી હટી શકે છે. વેપારી મિત્રો કોઈ લોન લેવાનું વિચારી રહ્યા છે તો આજે યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
કોઈપણ જગ્યાએ કે સ્કીમમાં પૈસા રોકતા પહેલા જે પણ અનુભવી કે નિષ્ણાત હોય તેમની સલાહ જરૂર લેજો. લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો તો હવે સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિદ્યાર્થીઓનું મન ભણવા સિવાય બીજી પ્રવૃત્તિમાં પણ લાગશે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. અમુક જૂની યાદો અને જૂની પરેશાની યાદ કરીને તમે નિરાશ થઇ જશો. વેપારી મિત્રોએ પોતાના ભવિષ્યને લઈને જે પણ પ્લાન કે પ્રોજેક્ટ છે એ કોઈ સાથે શેર કરવાના નથી. તમારા વિચારની ચોરી કરીને કોઈ પોતાનું કામ કરી જશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
વેપાર વધારવા માટે અને નોકરી બદલવા માંગતા મિત્રોની મુલાકાત આજે ખાસ લોકો સાથે થશે. આજે મિત્રોની સંખ્યામાં સતત વધારો થશે. ઘણા સમય પહેલા કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. એક્સ્ટ્રા ઇન્કમમાં પણ વધારો થશે. પૈસાની કમી આજથી દૂર થઇ જશે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ બનવાના યોગ છે. જે પ્રેમી મિત્રોના એકબીજા સાથે સંબંધ બગડી ગયા છે તો આજે તમને અવસર મળશે તમારા સંબંધો સુધારવા માટેના. ઓફિસમાં તમારા મહત્વના કામ પૂર્ણ કરવામાં તમારા સાથી કર્મચારીની મદદ મળશે. આજે સાંજના સમયે થોડી આળસ અને થાક અનુભવશો. કોઈ એક કામ પૂર્ણ થાય પછી જ બીજા કામની શરૂઆત કરો. આમ ના કરવાથી તમારા બંને કામ અધૂરા રહી જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here