પિતાની આ નાનકડી ભૂલને લીધે 11 મહિનાની લાડલીનો ગયો જીવ, મમ્મી-પપ્પાના રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ

હસતા ખેલતા પરિવારમાં આ દીકરીનું થયું મૃત્યુ, કાશ પપ્પાએ આ ભૂલ ન કરી હોત તો…

હરિયાણાના જીંદ જિલ્લામાં એક દર્દનાક કિસ્સામાં 11 મહિનાની દીકરીની મોત થઇ ગઇ. આ ઘટના એ સમયે બની જયારે બાળકીને ટબમાં બેસાડી પિતા મોબાઇલ પર વાત કરતા કરતા થોડા દૂર ચાલી ગયા, આ દરમિયાન ચાર વર્ષના ભાઇએ આવી નળ ખોલી દીધો અને તે બાદ ટબમાં પાણી ભરાઇ ગયુ અને બાળકીની ડૂબવાથી મોત થઇ ગઇ.

ઘટનાની જાણ થતા પોલિસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારે શહેરની ઇંપ્લાઇઝ કોલોનીમાં બની હતી. ઇંપ્લાઇઝ કોલોની નિવાસી વિક્રમ 11 મહિનાની દીકરી અર્ચનાને નવડાવવા માટે ટબ તરફ ગયા અને તેમાં બેસાડી, તે દરમિયાન તેને ફોન આવ્યો અને જેને કારણે તે બાળકીને ટબમાં છોડી થોડા દૂર ચાલ્યા ગયા.

અર્ચનાનો 4 વર્ષિય ભાઇ ચિરાગ આ દરમિયાન ત્યાં પહોંચ્યો અને તેણે પાણીનો નળ ચાલુ કરી દીધો. તે બાદ ટબ પાણીથી ભરાઇ ગયુ અને ટબમાં પાણી ભરાવાને કારણે તે ડૂબી ગઇ. 15-20 મિનિટ બાદ તેની માતાનું ધ્યાન ટબ તરફ પડ્યુ તો બાળકીને તેણે બહાર નીકાળી અને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.

શહેર પોલિસ તપાસ અધિકારીએ જણાવ્યુ કે, બાળકીને નવડાવવાના ઉદ્દેશથી ટબમાં બેસાડી હતી પરંતુ તેને કારણે ડૂબવાથી તેની મોત થઇ ગઇ.

Shah Jina