જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 11 માર્ચ : ગુરુવાર, મહાશિવરાત્રીના દિવસે શિવજીની કૃપાથી આ 5 રાશિઓને થશે લાભ, જાણો આજે કેવી છે તમારી રાશિ ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):મેષ રાશિના જાતકોને આર્થિક લાભ મળશે. આજના દિવસે તમારા પરિવારજનો અને ભાઈઓ સાથે મતભેદ ના કરવા. વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં બેસનારા લોકો માટે બુધનું આ ગોચર ફાયદાકારક રહેશે. પરણિત લોકોના જીવનમાં આજનો દિવસ ખુબ જ ખાસ બની રહેશે. પ્રેમી પંખીડાઓ આજે મુલાકાત કરી શકશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):વૃષભ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સમાજની અંદર તમારું માન સન્માન પણ વધશે. તમારા અદમ્ય સાહસ અને પરકર્મના બળ ઉપર વિષમ પરિસ્થિતિને પણ સામાન્ય કરી લેશો. જમીન જાયદાદ સાથે જોડાયેલા મામલાઓનું નિરાકરણ આવતું જોવા મળશે.પ્રેમ સંબંધોમાં આજનો દિવસ થોડી મુશ્કેલી ભર્યો રહેશે. પરણિત લોકોને આજે જીવનસાથી તરફથી કોઈ વાતે ઠપકો મળી શકે છે.
3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો આજના દિવસે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. દૈનિક કામોમાં પણ વધારો થતો જોવા મળશે. પરંતુ આગળ જતા આ કામમાં લાભ થશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે બહાર જઈ શકશે. પ્રેમી પંખીડાઓને આજે કોઈ વાતની ખુશી જોવા મળશે.
4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોએ આજે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. વાતાવરણમાં બદલાવના કારણે બીમારી આવી શકે છે. જમીન મિલ્કત સાથે જોડાયેલા મામલામાં તકલીફ આવી શકે છે. આર્થિક તંગીથી આજે બચવું. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.5. સિંહ – મ, ટ (Leo):સિંહ રાશિના જાતકોને આજે લગ્ન અને વિવાહ સંબંધિત વાતચીતમાં સફળતા મળશે. પરિવારમાં માંગલિક કાર્યોનો પણ શુભ અવસર આવશે. સંતાન સંબંધી ચિંતાઓમાંથી મુક્તિ મળશે. કાર્ય અને વેપારમાં પોતાની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરીને સફળતા મેળવવાની સંભાવના વધારે રહેલી છે. આજે તમારા પાર્ટનરની ખાસ કાળજી રાખવી. આજે સંતાનો પણ તમને તકલીફ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમમાં નજર આવશે.6. કન્યા – પ, ઠ, ણ (Virgo):કન્યા રાશિના જાતકોને આ બુધનું ગોચર તમારા માટે લાભકારક સાબિત થશે. આ સમયમાં તમારા સ્વાસ્થ્યનો સારો લાભ થશે. જૂની બીમારીઓ પણ આ દરમિયાન ઠીક થઇ જશે. આ સમય દરમિયાન તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે દરેક કામ સમજી વિચારીને કરશો તો વધારે ફાયદાકારક રહેશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.7. તુલા – ર, ત (Libra):તુલા રાશિના જાતકો માટે બુધનું ગોચર તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. આ મહાશિવરાત્રીએ તમને નોકરી અને ધંધામાં સારો લાભ મળશે. આ સમય દરમિયાન તમને મિત્રો અને સ્નેહીજનોનો સહકાર પણ પ્રાપ્ત થશે. આજના દિવસે પ્રેમ સંબંધના મામલામાં પણ તમારી પ્રગતિ જોવા મળશે. જો તમે પ્રેમ લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખુબ જ અનુકૂળ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે તમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે તમારી અડચણ સંપત્તિમાં પણ વધારો થઇ શકે છે. મિત્રો અને સહયોગીઓ દ્વારા સંયોગની આશા રાખી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે યાત્રા કરતા દરમિયાન ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓ આજે રોમેન્ટિક વૉક ઉપર જઈ શકે છે.9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):ધન રાશિના જાતકો આજના દિવસે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમને તમારા મિત્રો અને ભાઈ બહેન મદદ કરશે. આજના દિવસે તમે જે પણ કોઈ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. ધર્મ અને કર્મના કાર્યોમાં આજે ભાગ લેવો અને ડેન પુણ્ય પણ કરવું તમારા માટે લાભકારક સાબિત થઇ શકે છે. પારિવારિક જીવનમાં આજે ક્લેશ જોવા મળી શકે છે. મિત્રો પાસેથી આજે તમને આર્થિક મદદ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ બની રહેશે.10. મકર – જ, ખ (Capricorn):મકર રાશિના જાતકોને આજના દિવસે તમારી આર્થિક પ્રગતિમાં તમને વધારો થતો જોવા મળી શકે છે. આજે તમારે તમારી વાણી કુશળતા અને સૌમ્ય સ્વભાવના બળ ઉપર કઠિન પરિસ્થિતિઓ ઉપર પણ વિજય મેળવવામાં સફળ રહેશો. આજના દિવસે પરિવારમાં પણ સુખ શાંતિ બનેલી રહી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આલગ વધારવા માટે વાત કરી શકે છે.11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આજના દિવસે તમને સંતાન સંબધિત ચિંતાઓમાંથી મુક્તિ મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ આજે શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાનો યોગ છે. આજે નોકરીમાં પણ તમને પ્રમોશન મળી શકે છે અથવા રાજ્ય સરકારના વિભાગમાં નોકરી કરવા માટે આવેદન કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખુબ જ અનુકૂળ છે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો અંત આવશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન સાથે પોતાના સંબંધને લઈને ગંભીરતા બતાવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):મીન રાશિના જાતકોનો આજના દિવસે થઇ રહેલા બુધના ગોચરને કારણે તમારી આવકમાં વધારો થશે. આર્થિક નિર્ણયો સાવધાની પૂર્વક લેવા. આજે તમને કોર્ટ કચેરી અને ઝઘડા ઉકેલવા માટે દિવસ ખુબ જ સારો રહેશે. પરણિત લોકો પોતાના જીવનની મૂંઝવણ પોતાના પાર્ટનર સાથે શેર કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે.