ઈમરજેંસી એક એવી વસ્તુ છે જે ક્યારેય કહીને નથી આવતી, માટે આવી સ્થિતિ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. કેમ કે શું ખબર ઈમરજેંસીના દરમિયાન કોઈ તમારી મદદ માટે હોય કે ન હોય. પણ આવી સ્થિતિમાં અમુક સહેલા ઉપાયોથી તમે તમારી મદદ ચોક્કસ કરી શકશો, અને તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પણ નહિ રહે.
1. બ્રા ને બનાવો Debris Mask:
જો પોતાને કોઈપણ પ્રકારના ધુમાડા જે ધૂળથી બચાવાનું થાય અને તમારી પાસે તમારા મોંઢાને ઢાંકવા માટે કંઈપણ ન હોય તો આવી સ્થિતિમાં તમે બ્રા ને એક માસ્કની જેમ ઉપીયોગમાં લઇ શકો છો.
2. કોન્ડોમને બનાવો વોટરપ્રુફ બૈગ:
કોન્ડોમનો ઉપીયોગ મોબાઈલની સાથે સાથે અન્ય ઘણી વસ્તુઓને પાણીથી બચાવવા માટે પણ કરી શકાય છે.
3. બૅબી ઓઇલથી સ્કિન રાખો સુંવાળી:
જો કોઈ જગ્યાએ વધારે ઠંડી પડી રહી છે, એવામાં તમે બૅબી ઓઇલથી તમારી ત્વચાને સુંવાળી રાખી શકો છો.
4. બબલ વ્રેપ(Bubble Wrap):
બબલ વ્રેપ ઠંડીમાં ગરમ ધાબળા જેવી રાહત આપે છે, માટે જો કોઈ ગરમ ચાદર ઉપલબ્ધ ન હોય તો તમે ઠંડીથી બચવા માટે બબલ વ્રેપનો ઉપીયોગ પણ કરી શકો છો.
5. Crayon ને બનાવો મીણબત્તી:
ઘરે જો મીણબત્તી ન મળે તો Crayon એટલે કે મીણના બનેલા કલરને સળગાવીને મીણબત્તીની જેમ ઉપીયોગમાં લઇ શકાય છે.
6. પાનથી ભરો સાઈકલના ટાયર:
જો જરૂરિયાતના સમયે એર પંપ ન મળે તો ટાયરમાં ઘાસ અને પાન ભરીને કામ ચલાવી શકાય છે.
7. પાણીને ઉકાળવાની જરૂર નથી:
સામાન્ય ઘરના બ્લીચમાં ક્લોરીન રહેલું હોય છે,જેનાથી પાણીની અંદર રહેલા કીટાણું ખતમ થાય જાય છે. માટે જો પાણીને ઉકાળવાનો સમય ન હોય તો તમે પણીમાં બે થી ત્રણ ટીપા Unscented Bleach ના ભેળવીને પી શકો છો.
8. વૉટરપ્રુફ માચીસ:
માચીસને પાણીથી સુરક્ષિત રાખવા માટે તેના પર નેલ પોલીસ લગાવી દો, જેનાથી તે વોટરપ્રુફ બની જશે.
9. સ્ટ્રો થી પણ ખુલી શકે છે ગાડીનો લોક:
ચાવી વગર ગાડીના લોકને ખોલવાનો આ ઉપાય એકદમ સરળ છે.
10.ચેપસ્ટિકથી ઇજાને ઠીક કરો:
હાથ-પગમાં લાગેલી હલ્કી-ફુલ્કી ઇજાને ચેપસ્ટિકથી ઠીક કરી શકાય છે.
11. શિયાળામાં ગરમ રહેશે રૂમ:
શિયાળામાં આવી રીતે રૂમને મીણબત્તી અને માટીના પોટથી ગરમ રાખી શકાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ