આ શિક્ષક પિતાએ સમાજને આપ્યું એક મોટું ઉદાહરણ, દહેજમાં મળતા હતા 11 લાખ પરંતુ સ્વીકાર્યા માત્ર આટલા રૂપિયા

દહેજમાં મળતા ૧૧ લાખ પાછા કર્યા અને…ગર્વ થાય એવી સત્ય ઘટના

આપણા સમજાની અંદર દહેજ નામનું દુષણ છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળે છે, દહેજના કારણે કેટલાય ઘર ઉજળતા પણ જોવા મળે છે, પરંતુ એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જે આ પ્રથાને નાબૂદ કરવામાં એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે.

આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે બુંદી જિલ્લાના ખજૂરી પંચાયતમાં આવેલા પીપરવાલા ગામમાંથી. જ્યાં રહેતા સ્કૂલના હેડમાસ્તર રહી ચૂકેલા બૃજમોહન મીણાએ પોતાના દીકરાના લગ્નમાં મળતા 11 લાખના દહેજને ઠોકર મારીને માત્ર 101 રૂપિયો જ લઈને સમાજને એક મોટું ઉદાહરણ પૂરું પડ્યું હતું.

બૃજમોહનના દીકરાના લગ્ન ટોંક જિલ્લાના એક ગામમાં નક્કી કરવામાં આવ્યા હતા.  મંગળવારના રોજ તેમના દીકરા રામધનની સગાઈનો કાર્યક્રમ હતો. તે પોતાના પરિવાર સાથે સોલાતપુરા ગામમાં પહોંચ્યા. એવામાં રિવાજ ચાલુ હતા એ દરમિયાન જ કન્યાના પિતાએ તેમની સામે 11 લાખ રૂપિયા ભરેલો થાળ રાખી દીધો.

ત્યારબાદ બૃજમોહને કહ્યું કે, “અમારે દહેજ નહીં, ફક્ત દુલ્હન જ જોઈએ.”  પરંતુ જયારે ત્યાં હાજર રહેલા લોકોએ કહ્યું કે શગુન તો લેવું જ પડે ત્યારે તેમને ફક્ત 101 રૂપિયા શગુનના રૂપમાં લઈ લીધો. આ જોઈને પ્રસંગમાં હાજર રહેલા લોકોએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી અને એમ પણ કહ્યું કે લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ.

એવામાં જયારે દુલ્હનને આ વાતની ખબર પડી ત્યારે તેને જણાવ્યું કે મારા સસરાએ અમારું માન વધારી દીધું છે. મારુ સૌભાગ્ય છે કે મને આવા પિતા સમાન સસરા મળ્યા છે. દુલ્હન આરતીએ એમ પણ જણાવ્યું કે દહેજમાં મળેલી રકમ પરત આપીને તેમને સમાજને એક સંદેશ આપ્યો છે. જેનાથી દીકરીઓનું સન્માન વધશે. આસપાસના સમગ્ર પંથકમાં આ પહેલો મામલો છે. જ્યાં દીકરાના પિતા દ્વારા દહેજ પાછું આપવામાં આવ્યું હોય.

Niraj Patel