જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 11 જૂન : માતાજીની કૃપાથી શુક્રવારના શુભ દિવસે 5 રાશિના જાતકોનું થશે કલ્યાણ, મળશે ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):  પરેશાનીઓમાંથી બહાર આવવા મિત્રોની મદદ લેવી. અતીતના દુખને યાદ કરી દુખી થવાનો કોઈ ફાયદો નથી. તે તમારી માનસિક ઉર્જા ઓછી જ કરશે. પોતાના પરિવારની ભાવનાઓને સમજીને પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે. આકસ્મિત લાભ થકી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જે ઘરના કામકાજ નિપટાવવામાં મદદ કરશે. ખાલી સમયમાં એવા કામ કરવામાં પ્રોત્સાહિત કરો. પ્રેમમાં પોતાની અશિષ્ટ વર્તન માટે માફી માંગો. જો તમે સીધો જવાબ નહીં આપો તો તમારા સહયોગી તમારાથી નારાજ થઈ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):  તમારો હસી-મજાકનો સ્વભાવ બીજા લોકોને પણ વિકસિત કરવામાં પ્રેરિત કરી શકે છે. તમને તેનાથી સબક મળશે, કે બહાની વસ્તુઓમાં નહીં ખુશી પોતાની અંદર જ છે. મામુલી સુધારના કારણે બીજી જરૂરી ખરીદારી કરવી સરળ રહેશે. તમારે ચિંતા મૂક્ત થઈને પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે ખુશીની પળો શોધવી જોઈએ. આજે પ્રેમની કમી મહેસૂસ થશે. નવા વિચારો ફાયદામંદ સાબિત થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજનો દિવસ એવા દિવસ જેવો નથી, જેમાં તમે ભાગ્યશાળી સાબિત થતા હતા, તેથી આજે જે પણ કઈં કરો જે બોલો તે જરા સમજી-વિચારીને બોલવું. નહીં તો નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી વિવાદ ઉભો કરી શકે છે. આજે રોકાણના નવા અવસર મળશે જેના ઉપર વિચાર કરો. પરંતુ પૈસા ત્યારે લગાવો જ્યારે તમે આ યોજના અંગે સંપૂર્ણ માહિતી મેળવી લો. વૃદ્ધ સંબંધીઓ પોતાની માંગોથી તમને પરેશાન કરી શકે છે. આજે રોમાન્સ તમારા દિલો-દિમાગ ઉપર છવાયેલો રહેશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં લાગે છે.

4. કર્ક – ડ, હ (Cancer):મિત્રો સાથે સાંજ સારી રહેશે પરંતુ વધારે ખાવાથી બચવું કેમ કે તમારી આગામી સવાર નહીં તો ખરાબ થઈ શકે છે. રોકાણને લઈ મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવા કોઈ દૂર રહેતા સંબધી આજે તમારો સંપર્ક કરી શકે છે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવવા માટે સારો દિવસ છે. બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો.

5. સિંહ – મ, ટ (Leo): આજે બાળક જેવો ભોળો સ્વભાવ તમારા પર છવાયેલો રહેશે. સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક કોઈ સારા સમાચાર મળતા પરિવારમાં ખુશી ફેલાઈ શકે છે. આજે સંપત્તિ વધારવા માટે તમારી પાસે ક્ષમતા અને સમજ બંને રહેશે. આજે તમારૂ દિમાગ તેજ રહેશે. સંબંધીઓ તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહેવું નહીં તો ઠગાઈ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર સમયે કોઈના દબાણમાં ન આવવું, સમજી વિચારીને નિર્ણય લેવો. જીવનસાથી સાથે મજાનો દિવસ.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હિમ્મત ન હારવી અને ઈચ્છીત ફળ માટે વધારે મહેનત કરો. નિષ્ફળતાને પ્રગતિનો માર્ગ બનાવવો. મુશ્કેલ પરિસ્થિતિમાં સંબંધિઓ કામ આવશે. નવા કરાર ફાયદાકારક રહેશે, પરંતુ આશા પ્રમાણે લાભ નહીં અપાવે. જેથી ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેવા. ખર્ચમાં વધારો થવાથી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. સંબંધીઓના કારણે પણ તણાવ રહી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાથી તણાવથી દુર રહી શકશો. આજે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા. ભવિષ્ય માટે નવી યોજનાઓના દ્વાર ખુલી શકે છે. તમારી પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું કોઈ કાર્ય ન કરવું.

7. તુલા – ર, ત (Libra): જરૂરત કરતા વધારે ખાવાથી બચવું અને અને તંદુરસ્ત રહેવા રોજ કસરત કરવી. નાણાકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો, તે તમને સત્ય ના બતાવે એવું બની શકે છે. બીજા લોકોની ખુશ કરવાની ક્ષમતા આગામી મુશ્કેલ સમયમાં તમારા માટે કારગર સાબિત થશે. ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. બાળકો અભ્યાસના મામલામાં નિરાશ કરી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):  પોતાના સ્વાસ્થ્યને લઈ વદારે ચિંતા ન કરો કેમ કે, તેનાથી તમારી બીમારી વધશે. રોકાણ કરવા અને અનુમાનના આધારે પૈસા લગાવવા માટે સારો દિવસ નથી. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. કોઈ પણ મામલો શાંત દિમાગ રાખી ઉકેલવો. ભાગ-દોડવાળો દિવસ તમારા મગજને ખરાબ કરી શકે છે, મનને શાંત રાખવું. કોઈ નવો વિચાર આર્થિક રીતે ફાયદો કરાવશે. વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો એક ભૂલ મોટુ નુકશાન કરાવી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની વાતમાં વિવાદ પેદા થઈ શકે છે, જીભ પર લગામ રાખવી.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):  સારી જિંદગી માટે તંદુરસ્ત રહેવું અને વ્યક્તિગત સુધાર કરવાની કોશિશ કરો. તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. પરિવારના લોકોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ રહેશે. પ્રેમી કે પ્રેમિકાની બીનજરૂરી માંગ આગળ નમવું નહીં. આજે રોમાંચક રહેશો, જે તમને આર્થિક ફાયદો કરાવશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. નવી-નવી વસ્તુ શીખવાની તમારી આદત તમને મનોબળ પુરૂ પાડશે. જીવનસાથી સાથે વાદ વિવાદથી દુર રહેવું, બોલવમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. જે સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે. આજનો દિવસ તમારી ધૈર્યતાની પરિક્ષા લેશે, ભવિષ્યની યોજના બનાવવા માટે સારો દિવસ છે.

10. મકર – જ, ખ (Capricorn):  આજના દિવસે તમે સારી રીતે આરામ કરી શકશો. તમારી માંસપેશીઓને વધારે આરામ આપવા તેલ માલિશ કરો. બેંકની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. માતા-પિતાને પણ જીવનમાં મહત્વ આપો, તેનાથી તેમનો એકાંત પણ દૂર થશે તમને પણ હકારાત્મક એનર્જી મળશે. આપણા જીવનનો શું ફાયદો જો આપણે કોઈ બીજાના કામ ન આવી શકીએ. તમે કોઈ અન્યના જીવનમાં પ્રેમ લાવવામાં પણ મદદરૂપ થઇ શકશો. જો તમે વિદેશમાં નોકરી પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારા માટે આજનો દિવસ સારો છે, તમે આજે કોઈ સારા વસ્ત્રો ખરીદી શકો છો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):  પોતાનો તણાવ દુર કરવા માટે પરિવારની મદદ લો. તેમની સહાયતાને ખુલ્લા દિલથી સ્વિકાર કરો. પોતાની ભાવનાઓને દબાવો કે છુપાવો નહીં. પોતાની લાગણી બીજા લોકો આગળ વ્યક્ત કરવાથી ફાયદો મળશે. આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિમાં વધારો કરી શકે છે. માત્ર કલ્પનાઓ ન કરો યથાર્થવાદી બનો. પ્રિયજનો અને મિત્રો સાથે રહેવાથી હકારાત્મક ઊર્જા મળી રહે છે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા દોસ્ત બનશે આજના દિવસે નાનામાં નાના કામ માટે પણ તમારી પ્રશંસા થશે. વ્યવસાયિક ભાગીદારીમાં સંયોગ કરો, તેનાથી પણ અધૂરા કાર્યો પુરા થશે. કારણ વગરની અફવાઓથી દૂર રહો. તમે આજે અનુભવ કરશો કે, લગ્ન જીવન ના સંબંધો સ્વર્ગમાંથી જ લખાઈને આવે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):  જીતનું જશ્ન તમારા દિલને ખુશીથી બરી દેશે. આ ઉત્સાહ ડબલ કરવા માટે પોતાના મિત્રોને તેમાં સહભાગી બનાવી શકો છો. અચાનક નવા સ્ત્રોતથી ધન મળશે, જે તમારી ખુશી ડબલ કરી દેશે. તમે આજે ખરીદી કરવા જઈ શકો છો, પરંતુ ગેરજરૂરી વસ્તુ પાછળ વધારે ખર્ચ ન કરો. તમારે તમારા પ્રિયજનને આજે તમારા મનની વાત કહી દેવી જોઈએ કારણકે, પછી મોડું થઈ જશે. વકીલ પાસે જવાનો આજે સારો દિવસ છે. ઓફિસમાં તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો, તેના માટે તૈયાર રહેજો. જો તમે બહાર ફરવા જવાની યોજના બનાવી રહ્યા હશો તો તે અણીના સમયે અટકી જશે. વિચારોથી જ મનુષ્યનું જીવન બને છે કોઈ સારા પુસ્તકને વાંચી તમારા હકારાત્મક વિચારોમાં વધારો કરો.