11 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પૈસા કમાવવા માટે આજે અનેક મૌકા મળશે પણ તમને વિચાર્યું હશે એટલો ફાયદો તમે નહિ મેળવી શકો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. ઘરમાં દરેક સભ્ય વચ્ચે પ્રેમ વધશે. સમાજમાં તમારી નામના થશે, માન સન્માન અને પદમાં વધારો થશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. બહાર ફરવા કે મોજ મસ્તી કરવા માટે મિત્રો સાથે જઈ શકશો. નોકરી કરતા મિત્રોને થોડી ચિંતા વધશે. તમારા જુનિયર તમારાથી આગળ નીકળી જશે. મહેનત કરો અને નિરાશ થશો નહિ. મહાદેવની કૃપા તમારી સાથે જ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નોકરી કરતા મિત્રોને અટકેલા પૈસા આજે પરત મળશે. પગારવધારાના પણ યોગ બની રહ્યા છે આજે સ્થાયી સંપતિ ખરીદવાના યોગ છે. સુખ અને સુવિધાઓ પાછળ આજે થોડો ખર્ચ વધી જશે. જો તમે ભવિષ્ય માટે પૈસાની બચત કરવા માંગો છો તો આજનો દિવસ લાભદાયી છે. આજે કેટલાક નવા અને જાણીતા લોકો સાથે તમારી મુલાકાત થશે. આજે સ્વાસ્થ્ય માટે યોગ્ય દિવસ નથી. બહારનું ખાવાનું ટાળવું. આજે વેપારી મિત્રોને થોડા સમય પહેલા કરેલ નિર્ણય અને રોકાણથી ધનલાભ થશે. આજે આવક સારી હશે પણ તેની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
4. કર્ક – ડ,હ (Cancer):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. બંને તરફથી આજે તમારી આવક વધશે. પરિવારની માટે આજે તમે વાહન કે પછી બીજી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. ઘર સાજ સજાવટ માટે ખર્ચ થશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. આજે કાન, ગળું અને સ્કીન સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે લોકોની ભીડમાંથી આજે તમે તમારી ઓળખાણ બનાવી શકશો. આજે વેપારી મિત્રોને કોઈપણ ઉતાવળમાં પૈસા રોકવાના નથી. ટૂંક સમયમાં તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના ચાન્સ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે જમીન કે મકાન માં પૈસા રોકવાના ચાન્સ મળશે, અમુક સ્કીમમાં પૈસા રોકવાથી તમને ફાયદા જણાશે. પરિવાર સાથે આજનો દિવસ મિશ્રફળદાયી હશે. ભાઈ અને બહેનના સ્વાસ્થ્યની તકેદારી રાખવી. તમારા પ્રેમીના મનની ભાવનાની કદર કરો. તેમના તરફથી મળેલ સપોર્ટથી તમે પોતાની જાતને વધુ મજબુત ફિલ કરશો. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને સારો સહકાર મળશે. વેપારી મિત્રોને તેમનો વેપાર વિદેશમાં ફેલાવી શકે એવો અવસર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
7. તુલા – ર,ત (Libra):
શેર, કોમોડીટી અને શરત પર કામ કરતા મિત્રોને આજે આર્થિક નુકશાન થઇ શકે છે, પરિવારમાં શાંતિ અને સુખ બનાવી રાખવા બધા સાથે બેસીને કોઈ એક નિર્ણય પર આવો. આજે અમુક જવાબદારીઓ અને હિંમત ભરેલ કામ તમારે કરવાનું રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારો સપોર્ટ મળશે. આજે અબોલા ચાલી રહેલ બે લોકો વચ્ચે સંબંધો મજબુત થશે. આજે દિવસની શરૂઆત કસરત અને યોગાથી કરજો. આજે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. ટેકનિકલ લાઈનના વિદ્યાર્થીને સફળતા મળશે. આજે વેપારમાં તમારે તમારી આવડત અને સમજદારીથી આગળ વધવાનું રહેશે. ભાગીદારીથી તમને નુકશાન થવાની સંભાવના છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે જીવનસાથી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેના કારણે તમારો આજનો દિવસ ખુશનુમા વ્યતીત થશે. કોઈ ઉપરી અધિકારી કે પછી સહકર્મચારી સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પ્રત્યે સભાન રહો, તમારા બોલવાથી કોઈને દુઃખ પહોચી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ રહો. આજે પરિવાર સાથે અને ઘરના નાના બાળકો સાથે સમય પસાર કરો માતા અને પિતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો. આજનો દિવસ રોજ કરતા થોડો વધારે થકવી દેનારો હશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા વિચારજો ઉતાવળ કરવી નહિ. આજે ભવિષ્ય માટે પૈસાનું સારું પ્લાનિંગ કરી શકશો. પારિવારિક જીવન માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થશે. પરિવારમાં સુખ અને શાંતિ વધશે. દાંપત્યજીવન માટે આજનો સમય મિશ્રફળ દાયી હશે. નોકરી કરતા મિત્રો તેમના કામને લીધે પરિવારને ઓછો સમય આપી શકશે. આને વધારે કામ હોવાથી માનસિક અને શારીરિક થાક લાગશે. આજે કામ માંથી બ્રેક લઈને આરામ કરવાનું રાખજો. આજે વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે નહિ. પ્રોપર્ટીના બિઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિને ધનલાભ થશે. આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક: વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here