કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો અને જેના કારણે આખી દુનિયા બંધ પડી ગઈ હોય તેમ લાગ્યું, મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર જ રહેવા લાગ્યા, કામકાજ પણ બંધ થઇ ગયું. પરંતુ આ સમય દરમિયાન પણ કેટલાક ચોંકવનારા વર્લ્ડ રેકોર્ડ બન્યા છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ચાલો જોઈએ એવા લોકોને જેમને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા.

1. મોહંમદ મકબેલ:
યમનનો મોહંમદ મકબેલ સંતુલન બનાવવામાં માસ્ટર છે. તેને સોશિયલ મીડિયા ઉપર કિંગ ઓફ બેલેન્સિંગ કહેવામાં આવે છે. મોહંમદે 3 ઈંડાને એક ઉપર એક રાખીને ગજબની સંતુલનનું પ્રદર્શન કર્યું છે. આવું કરનારો આ દુનિયાનો પહેલો વ્યક્તિ છે.

2. નાદબ ગિલ:
10 વર્ષના નાદબ ગિલને ગણિતનો જીનિયસ કહેવામાં આવે છે. આ બાળકે 1 જ મિનિટમાં ગણિતના 196 પ્રશ્નોને ઉકેલવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નાદબે એક મિનિટમાં 196 ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. એટલે કે એક સેકેન્ડમાં ત્રણ પ્રશ્નોના જવાબ.

3. જોર્જ હુડ:
આ છે અમેરિકાનો જોર્જ હુડ. તેને સૌથી લાંબા સમય સુધી પ્લેન્ક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેને 8 કલાક એક મિનિટ અને એક સેકેંડના રેકોર્ડને તોડી નાખ્યો છે.

4. શટકીવર:
ઇંગ્લેન્ડની શટકીવરે એક મિનિટમાં સૌથી વધુ ટામેટા ખાવાનો નવો રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાવ્યો છે. પ્રતિયોગાત્મક ખાવાના મામલામાં શટકીવર પાસે ઘણા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પહેલાથી જ છે.

5. અરીજ અલ હમ્માદી:
સંયુક્ત આરબ આમિરાતની અરીજ અલ હમ્માદીએ એક મિનિટમાં હોટસ્ટેપર બોલ કંટ્રોલ ટ્રીક 86 રિપિટિશન પુરા કર્યા. આ પહેલા આ રેકોર્ડ 56 રિપિટિશનનો હતો જે ઇંગ્લેન્ડના કોઈ ફૂટબોલરનો હતો.

6. ઇલાયરામ:
ભારતના ચેન્નાઈમાં રહેવા વાળા ઇલાયરામે પાણીમાં બેસીને 6 રુબિક ક્યુબ્સને સોલ્વ કરી. તેના માટે ભારે માનસિક અને શારીરિક ક્ષમતાની જરૂર પડે છે. બનેંને મેળવીને આટલા રુબિક ક્યુબ્સ સોલ્વ કરવા વાળો દુનિયાનો આ પહેલો વ્યક્તિ છે.

7. કૈટ ડિક્સન અને રેજ માર્સડે:
બ્રિટેનના કૈટ ડિક્સન અને રેજ માર્સડેને સાયકલથી આખી દુનિયાની ચક્કર લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. બંને મહિલાઓએ 263 દિવસ, 8 કલાક, અને 7 મિનિટમાં આખી દુનિયા સાયકલથી ફરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

8. વાલિદ યારી:
સંયુક્ત આરબ અમીરાતના વાલિદ યારીને એક મિનિટમાં સૌથી વધારે સાઈડ જંપ પુશપ્સ કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વાલિદે એક મિનિટમાં 33 સાઈડ પુશપ્સ કર્યા. આ પહેલા આ રેકોર્ડ ભારતના હરપ્રીત સિંહનો 26 પુશપ્સ લગાવવાનો હતો.

9. વિરિડીયાના અલ્વારોજ ચાવેજ:
મેક્સિકોની પર્વતારોહી વિરિડીયાના અલ્વારોજ ચાવેજના નામે એક વર્ષ અને 364 દિવસમાં દુનિયાના ત્રણ સૌથી ઊંચા પર્વતોની ચઢાઈ કરવાનો રેકોર્ડ છે. આ કામમાં તેને સપ્લિમેન્ટ્રી ઓક્સિજનની મદદ પણ લીધી.

10. શેફ્ટ બોટમ બોયઝ:
સૌથી ઊંડા મ્યુઝિક કૉન્સર્ટનો રેકોર્ડ શેફ્ટ બોટમ બોયઝના નામે છે. આ લોકોએ સમુદ્રી તટથી 6213 ફૂટ 3.05 ઇંચ ઊંડાઈમાં મ્યુઝિક કોન્સર્ટ કર્યો. આ કોન્સર્ટ કેનેડાના ઓટોરિયોમાં સડબરી શેરની વેલ્સ કરીઘટન ખાણમાં થયો.

11. ડેરિલ ટેન:
સિંગાપોરના ડેરિલ ટેનના નામ ઉપર જગલિંગ કરતા રુબિક ક્યુબ સોલ્વ કરવાનો રેકોર્ડ છે. તેને 17.16 સેકેન્ડમાં જગલિંગ કરતા એક રુબિક ક્યુબ સોલ્વ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.