અદ્દભુત-અજબગજબ જ્ઞાન-જાણવા જેવું

કૌન બનેગા કરોડપતિની અંદરની 11 વાતો, જે ભાગ્યે જ કોઈને ખબર હશે- જાણો

અમિતાભ બચ્ચનજીનો રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કેબીસીએ લગાતાર ટોપ-10 શો ની ટીઆરપીની લિસ્ટમાં પોતાની જગ્યા કાયમ રાખી છે. આગળના એપિસોડમાં સીઝન-11 નો પહેલો કરોડપતિ મળી ગયો છે. દર્શકોમાં લગાતાર વધી રહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ ના ઉત્સાહ વચ્ચે આજે અમે તમને કૌન બનેગા કરોડપતિની અમુક એવી હકીકતો વિશે જણાવીશું જેની કદાચ તમે જાણતા નહિ હોય.

1. શો માં એક કરોડ જીતનારા પ્રતિયોગીને 30% કાપીને બાકીની ધનરાશિ સોંપવામાં આવે છે એટલે કે 1 કરોડ જીતનારા વિજેતાને વાસ્તવમાં માત્ર 70 લાખ રૂપિયા જ મળે છે.

2. અમિતાભજીએ કેબીસી ની સીઝન-2 માત્ર અમુક સમય સુધી જ હોસ્ટ કરી હતી. તેના સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને લીધે સીઝન-2 માં કટોકટી આવી ગઈ હતી જેને લીધે ત્રીજા સિઝનને અભિનેતા શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું.

Image Source

3. કેબીસીમાં અંડર-18 લોકોને કેમરાની પાસે બેસાડવામાં આવે છે જેથી તેઓ સ્ક્રીન પર જોવા ન મળે. જો તે કોઈ હોટ સીટ પર આવેલા પ્રતિયોગીના પરિવારનો સભ્ય હોય ત્યારે જ તેની તરફ કેમેરો લઇ જવામાં આવે છે નહીંતર 18 ની નીચેની ઉંમરના લોકોં કેમેરામાં નથી આવતા.

4. શો માં જે પ્રતિયોગી આવે છે તે જીતે કે પછી હારે, તે ત્યાં સુધી લોકેશનથી જઈ ન શકે જ્યાં સુધી પુરી શૂટિંગ પુરી ન થઇ જાય. તેને સેટ છોડીને જવાની પરવાનગી નથી હોતી. સેટની પાસે એક કેબીન હોય છે જ્યાં તેને બેસાડવામાં આવે છે.

Image Source

5. કેબીસીમાં અમિતાભજીને ત્યાં સુધી સવાલના સાચા જવાબની જાણ નથી હોતી જ્યા સુધી પ્રતિયોગી જવાબને લોક ન કરે.

6. કૌન બનેગા કરોડપતિમાં એક પ્રતિયોગીને પહોંચવા માટે ત્રણ એલિમિનેશન રાઉન્ડથી પસાર થવું પડે છે. જેમાં પહેલો રાઉન્ડ એસએમએસ રાઉન્ડ, બીજો પર્સનલ કૉલ જીકે(જનરલ નોલેજ) અને ત્રીજો ઓડિશન હોય છે. તેના પછી જ શો માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી પહોંચી શકાય છે.

Image Source

7. શો માં અમિતાભજી જે વૉડરોબનો ઉપીયોગ કરે છે તે ખુબ જ મોંઘો હોય છે. પ્રતિ એપિસોડ તેના વૉડરોબની કિંમત 10 લાખ રૂપિયા કરતા પણ વધારે છે.

8. ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટના રિઝલ્ટ પછી અમુક સમય માટે શો માં બ્રેક આવે છે. આ દરમિયાન તે પ્રતિયોગીના કેમેરાના હિસાબથી મેકઅપ કરવામાં આવે છે પછી તે બિગ બી ની સામે હોટ સીટ પર બેસે છે.

Image Source

9. અમિતાભજીને દરેક પ્રતિયોગી વિશે પર્યાપ્ત જાણકારી હોય છે જેના માટે તે શો માં આવતા પહેલા પોતાના કેબિનમાં જાય છે અને પ્રતિયોગી વિશેની પુરી જાણકારી મેળવે છે.

10. કોમ્પ્યુટર પર શો માં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે રિયલ ટાઈમ હોય છે. અમિતાભજીના થોડા અંતર પર એક ટેક્નિક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટરની સાથે બેઠેલો હોય છે. તે આવેલા પ્રતિયોગીના પ્રદર્શનના અનુસાર ડિફિકલ્ટી લેવલ બદલાવતો રહે છે.

Image Source

11. જો કેબીસી શો માં કોઈ વ્યક્તિ અમિતાભજી પાસેથી ઓટોગ્રાફ માંગે છે તો ત્યાં રહેલા કૃ મેમ્બર્સ તેની ઓટોગ્રાફ બુક છીનવી લે છે, શો ખતમ થયા પછી કે આગળ પન્ણ તેને બુક પાછી આપવામાં નથી આવતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks