ધાર્મિક-દુનિયા

સાંઈબાબાના 11 વચનોમાં છુપાયેલું છે જીવનની દરેક સમસ્યાનું સમાધાન, દૂર થાય છે તમારું દુર્ભાગ્ય

સાંઈબાબાએ પોતાનું આખું જીવન લોકસેવામાં સમર્પિત કરી દીધું. તેમનો મૂળ મંત્ર શ્રદ્ધા અને સબૂરી હતો. સાંઈબાબાને હિન્દૂ મુસ્લિમ એમ બંને ધર્મના લોકો માને છે. સાંઈબાબા પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. તેમની પાસે જે પણ કોઈ પોતાની સમસ્યા લઈને જાય તે સમસ્યાને બાબા દૂર કરતા હતા.

Image Source

સાંઈબાબાએ પોતાના વિશેના ઘણા વચનો સાંઈ સચ્ચરિત્રનામના ધાર્મિક પુસ્તકમાં જણાવ્યા છે. જે પણ વ્યક્તિ સાંઈબાબાના આ વચનોનું ધ્યાન સાચા માંથી કરે છે તેની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. આધ્યાત્મની મોટી શિક્ષા સાંઈના આ 11 વચનોમાં છુપાયેલી છે. ચાલો જોઈએ.

1. “જો શિરડી મૈં આએગા, આપદ દૂર ભગાએગા”
સાંઈબાબાનો મોટાભાગનો સમય શિરડીની અંદર જ વીત્યો છે માટે કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જો શિરડીમાં જશે તો તેની બધી જ સમસ્યાઓ દૂર થશે. જો શિરડી જવું કોઈ ભક્તથી સંભવ નથી તો તે નજીકના પણ કોઈ સાંઈ મંદિરમાં જઈ શકે છે.

Image Source

2. “ચઢે સમાધિકી સિઢી પર, પૈર તલે દુઃખકી પીઢી પર”
એનો અર્થ થાય છે કે સાંઈ ભક્તો પોતાના સાચા મનથી સાંઈ બાબાની સમાધિના પગથિયાં ઉપર પગ રાખશે તો તેને પોતાના તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળશે.

3. “ત્યાગ શરીર ચલ જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા”
આ વચનમાં સાંઈબાબા જણાવી રહ્યા છે કે મારું શરીર તો ખતમ થઈ ગયું, પરંતુ મારો ભક્ત જયારે પણ મને સાચા માંથી યાદ કરશે ત્યારે હું દોડી આવીશ.

Image Source

4. “મન મૈં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પુરી આસ”
સાંઈબાબા જણાવે છે કે મનની અંદર દ્રઢ વિશ્વાસ રાખીને જે પણ ભક્તો સમાધિ ઉપર આવે છે તેમને ક્યારેય નિરાશ નથી ફરવું પડતું.

5. “મુજે સદા જીવિત હી જાનો, અનુભવ કરો સત્ય પહચાનો”
આ વચનમાં સાંઈબાબા કહે છે કે મને હંમેશા તમે જીવિત જ માનજો. ભક્તો પોતાની ભક્તિ અને સાચી ભાવનાથી આ સત્યને જાણી લેજો.

Image Source

6. “મેરી શરણ આ ખાલી જાએ, હો તો કોઈ મુજે બતાએ”
સાંઈબાબા આ વચનની અંદર જણાવે છે કે જે પણ ભક્ત મારા શરણમાં આવે છે, પોતાની તકલીફો મને જણાવે છે તેમને ક્યારેય નિરાશ પાછા નથી ફરવું પડતું.

7. “જૈસા ભાવ રહા જિસ જન કા, વૈસા રૂપ હુઆ મેરે મન કા”
આ વચનમાં સાંઈબાબા કહે છે કે જે પણ વ્યક્તિ તેમના મનમાં જે પણ પ્રકારની ભાવના લઈને આવશે એ પ્રકારના રૂપે હું તેમને મળીશ.

Image Source

8. “ભાર તુમ્હારા મુજ પર હોગા, વચન ન મેરા ઝૂઠ હોગા”
આ વચનમાં સાંઈબાબા કહે છે. જે ભક્તો મારી ભક્તિ કરી રહ્યા છે તેમનો ભાર મારા ઉપર હંમેશા રહેશે અને હું હંમેશા તેમની મદદ કરીશ.

9. “આ સહાયતા લો ભરપૂર, જો માંગા વો નહિ હૈ દુર”
આ વચનની અંદર સાઈ કહે છે કે જે પણ ભક્ત મને સાચા મનથી બોલાવશે, તેમની પાસે હું હંમેશા ઉપસ્થિત રહીશ. સાચા મનથી ભક્તિ કરનાર માટે હું દૂર નથી.

Image Source

10. “મુજમેં લિન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચૂકાયા”
સાંઈબાબા જણાવે છે કે જે પણ ભક્ત સાચા મન, વચન અને કાયાથી તેમની ભક્તિ કરે છે તેમનો હું સદાયના માટે ઋણી રહીશ.

11. “ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય”
આ વચનમાં સાંઈબાબા જણાવે છે કે જે પણ ભક્ત અનન્ય ભાવથી મારી ભક્તિમાં લિન છે. તે મારા સાચા ભક્ત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.