આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 11 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમે જેટલું પણ કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે તેમાં બાધા આવશે. ઓફિસમાં કામના વધારાના કારણે માથાનો દુખાવો રહેશે. આજે કોઈપણનું પૈસાનું નુકશાન થાય એવી સલાહ આપતા પહેલા વિચારજો.

શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબાગાળે થતા ફાયદામાં રોકાણ કરો. મહિલા મિત્રો માટે આજનો દિવસ કૈક નવીન કરવાનો દિવસ છે. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારી ખુશીઓમાં વધારો થશે, તમારા મિત્રો અને પરિવારજનો સાથે એ ખુશીને ઉજવો. તમારે આજે થોડો ખર્ચ કરવો પડશે. તમારા નજીકના કોઈ વ્યક્તિને તમારે પૈસા ઉધાર આપવા પડશે પણ તેમાં જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા મતલબ તમારાથી અપાય એટલા જ પૈસા આપજો. ક્યાંક એવું ના થાય કે તેનું કામ બનાવવામાં તમારું કામ બગડી જાય. માતા પિતા આજે તમારા કાર્ય થી ખુબ ખુશ હશે. આજની રાત તમને તમારા લગ્નની રાતની યાદ આપવશે. જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. સમય સાથે ચાલવા માંગો છો તો અપડેટ થાવ.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer):
આ વખતે પગાર મોડો મળવાના કારણે થોડી તકલીફ પડશે. એ મુશ્કેલીઓમાંથી નીકળવા માટે તમારા જીવનસાથીની સલાહ લેજો. બાળકો પાછળ આજે થોડો વધુ ખર્ચ થશે. આજે ગમે તેવી પરિસ્થતિ આવે પણ તમારે તમારી વાણી અને વર્તન પર કાબુ ગુમાવવાનો નથી. બની શકે તો સાંજના સમયમાં પરિવાર સાથે શાંત જગ્યા પર આવેલા મંદિરની મુલાકાત જરૂર લેજો. સંત અને મહંતનું સાંનિધ્ય મનને શાંતિ આપશે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જે પણ મિત્રો વજન ઘટાડવા માટે પ્લાન કરી રહ્યા છો તો તમારે આજથી જ શરૂઆત કરવી જોઈએ. આજે સ્વાસ્થ્ય થોડું ઉપર નીચે રહેશે. આજે નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રો માટે સારો દિવસ છે જે મિત્રો પગાર વધારાની આશા રાખી રહ્યા છે તેમની માટે સારો સમય આવશે અને વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં પણ શરુ કરી શકે તેવી તક આવશે. જે મિત્રો નોકરી શોધી રહ્યા છે કે પછી બદલવાનું વિચારે છે તેમને સારા સમાચાર મળશે. રાતનો સમય પરિવાર સાથે ભોજન કરજો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here