વલસાડમાં બુટલેગરોએ 11 ગૌવંશને કચડીને મારી નાખ્યા, પશુપ્રેમીઓમાં રોષ

ગુજરાતમાંથી ઘણીવાર દારૂના કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર બુટલેગરો દ્વારા દારૂને ગુજરાતમાં લાવવામાં આવે અથવા તો ગુજરાતમાંથી મોકલવામાં આવે. દારૂ બંધી માત્ર ગુજરાતમાં કાગળ પર રહી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. ઘણીવાર મોટી માત્રામાં પોલિસ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે. જો કે, હાલ વલસાડમાં બુટલેગરો જાણે બેફામ બની રહ્યા છે તેમ લાગી રહ્યુ છે. વલસાડ નજીક કોસ્ટલ હાઈવે પર મોડી રાત્રે દારૂ ભરેલી બુટલેગરની એક કારે 19 ગૌવંશને અડફેટે લીધા હતા, જેમાંથી 11 ગૌવંશ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા.

ગૌવંશને અડફેટે લેનાર બુટલેગરની ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને કારણે લોકો રોષે ભરાયા હતા. કાર ચાલક બુટલેગરો અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા. જો કે, ગંભીરતાને ધ્યાને લઇ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જયારે પોલીસની ટીમ પહોંચી તો પોલીસે ફરાર બૂટલેગરોને ઝડપવા તપાસ શરૂ કરી ત્યારે ઘટના સ્થળની નજીક પાણીના એક વહેણમાં તમામ છૂપાઈ ગયાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે પોલીસે કાર્યવાહી કરી ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

જો કે, એક અન્ય મીડિયા રીપોર્ટ અનુસાર, એક કાર સેલવાસથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી કોસ્ટલ હાઇવે થઈ નવસારી તરફ જઇ રહી હતી. આ બાતમીને આધારે ડુંગરી પોલીસની ટીમે કારને ધરાસણા ત્રણ રસ્તા પાસે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલિસને જોઇ કારના ચાલકે કાર આગળ હંકારી મૂકી હતી.આ દરમિયાન પોલિસે ફિલ્મી ઢબે પીછો કરી માલવણ નજીક કોસ્ટલ હાઇવે પર રસ્તા પર બેઠેલા ગૌ વંશોને દારૂ ભરેલી કારના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં 11ના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જો કે, પોલીસે અંધારામાં સંતાઈ ગયેલા ક્લીનર અને દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.આરોપીઓ નામ જોઇએ તો, કારચાલક દિવ્યેશ છીબુ પટેલ, ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલ, દારૂ ભરાવનાર પાર્થ સુભાષ પટેલ, પાર્થ સાથે આવેલો અજાણ્યો ઇસમ અને દારૂ મગાવનાર લાલુ નામનો ઇસમ વોન્ટેડ જાહેર કર્યો છે. કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો, જેની કિંમત 1.91 લાખ છે તે અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Shah Jina