જો કે આખો ભારત દેશ સુંદરતાની ખાણ છે. ક્યાંક ઊંચા પહાડોથી ઘેરાયેલા ગામ તો ક્યાંક લીલાછમ જંગલો તો ક્યાંક સમુદ્રની લહેરો દરેક પ્રકારાના નજારાઓ છે આપણા દેશમાં. પણ આજે અમે તમને દેશના અમુક એવા શહેરો વિશે જણાવીશું જ્યા જીવનમાં એકવાર જવું જ જોઈએ. ત્યાં જઈને તમને પણ એવું લાગશે કે જાણે તે સ્થળ પ્રકૃતિના ખોળામાં જ વસ્યું છે.
1. ઉદયપુર:

ઝીલના શહેરથી જાણીતી આ જગ્યા રાજસી ઠાઠ-બાટ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે. અહીંની વ્યવસ્થા જોઈને તમે પણ કોઈ રાજા-મહારાજાની જેમ અનુભવશો. ઉદયપુર જવા માટેનો બેસ્ટ સમય જુલાઈથી સપ્ટેમ્બર મહિનો છે.
2. મૈસુર:

મૈસુરને મહેલોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીંની સુંદરતા અને વિશાળ મહેલો તમારું મન મોહી લેશે. મૈસુર જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચ મહિનો છે.
3. ચંદીગઢ:

સુંદર શહેરના નામથી ફેમસ ચંદીગઢની શાંતિ, સ્વચ્છ હવા અને રસ્તાઓ જોઈને તમારું દિલ પીગળી જશે. અહીં જવાનો બેસ્ટ સમય ઓગસ્ટથી નવેમ્બર મહિનો છે.
4. શિમલા:

બરફની ચાદર ઓઢેલા આ શહેરને નથી જોયું તો સમજો કે તમે કઈ જ નથી જોયું. માત્ર પહાડો અને રસ્તાઓ જ નહીં અહીં બનેલી બ્રિટિશ ઇમારતો પણ તમારું દિલ જીતી લેશે. શિમલા જવા માટેનો બેસ્ટ સમય માર્ચથી જૂન મહિનો છે.
5. અન્ડમાન:

ભારતમાં જ રહીને જો માલદીવ જેવો જ અનુભવ લેવો છે તો અન્ડમાન તમારા માટે બેસ્ટ જગ્યા છે. સ્વચ્છ બ્લુ સમુદ્ર, સફેદ રેતી વાળા કિનારાઓ અને સમુદ્રના મોજાથી લહેરાતી હવા તમને રોમાંચિત કરવા માટે પૂરતું છે. અહીં જવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન મહીનો છે.
6. આગરા:

દુનિયાના સાત અજુબામાંથી એક આગરાનો તાજમહેલ પ્રેમની મિસાલ છે. દરેક કોઈએ તાજમહેલની એક વાર મુલાકાત તો ચોક્કસ લેવી જ જોઈએ. અહીં જવા માટેનો બેસ્ટ સમય ઓગસ્ટથી ઓક્ટોબર મહિનો છે.
7. મુન્નાર:

મુન્નારને દક્ષિણ ભારતનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. અહીંના દિલકશ નજારાઓ તમને અદ્દભુત અનુભવ આપશે. અહીં જવા માટેનો બેસ્ટ સમય ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનો છે.
8. પોન્ડિચેરી:

જો ફ્રાંસ ગયા વગર જ ફ્રાંસની વાસ્તુકલાનો આનંદ લેવો છે પોન્ડિચેરી તમારા માટે બેસ્ટ સ્થળ છે. અહીંના સમુદ્ર કિનારાઓ પણ વિદેશના સમુદ્ર કિનારાથી ઓછા નથી. અહીં જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનો છે.
9. દિલ્લી:

દિલ્લીમાં મુગલોના સમયની એટલી ઐતિહાસિક ઇમારતો છે કે તમે ગણતા જ રહી જશો. લાલ કિલ્લાથી લઈને, જામા મસ્જિદ અનેકે કુતુંબ મિનાર પુરી દુનિયામાં લોકપ્રિય છે. અહીં જવા માટેનો બેસ્ટ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનો છે.
10. ગેંગટોક:

બર્ફીલી વાદીઓની વચ્ચે સ્થિત ગેંગટોક શહેર અદ્દભુત નજારો છે. દુનિયાની ત્રીજુ સૌથી ઊંચુ શિખર કંચનચંગાનો અદ્દભુત નજારો પણ અહીંથી મળે છે. ગેંગટોક જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનો છે.
11. ગુલમર્ગ:

કાશ્મીરમાં આવેલું ગુલમર્ગ શહેર તમને એક અલગ જ દુનિયામાં લઇ જશે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ શહેર સ્વર્ગ સમાન છે. બર્ફીલા ઊંચા ઊંચા પહાડો અને લહેરાતી બરફીલી હવા તમને રોમાંચિત કરી દેશે. ગુલમર્ગ જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.