ખબર

ખરાબ સમાચાર: કોરોનાને લીધે ફરી દેશમાં મૃત્યુઆંકનો તૂટ્યો રેકોર્ડ, જાણીને ધ્રુજારી ઉપડી જશે

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ખત્મ થતી જોવા મળી રહી છે. જો કે, ગુરુવારે સામે આવેલ આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 6 હજારથી પણ વધારે લોકોની મોત થઇ ચૂકી છે. દેશમાં કોરોના વેક્સિનેશનની રફતારને વધુ ઝડપથી આગળ વધારવા માટે કેન્દ્ર સરકારે આ અભિયાનને પૂરી રીતે હાથમાં લઇ લીધુ છે.

દેશભરમાં કોરોના વાયરસના કુલ 94,052 નવા કેસ સામે આવ્યા છે, જયારે 1,51,367 દર્દી ઠીક પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો 6148 નોંધાયો છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક આંક છે. મોતનો આંકડો વધવાનું કારણ બિહારમાં કોરોના વાયરસ સંક્રમણથી મરનારની સંખ્યા જણાવવામાં આવી રહ્યુ છે. બિહારમાં મંગળવારે મૃતકોની સંખ્યા 5458 હતી જે વધીને 9429 થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કોરોનાના દેશભરમાં 94052 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 2,91,83,121 થઇ ગયા છે. અત્યાર સુધી ઠીક થયેલ દર્દીઓની સંખ્યા 2,76,55,493 છે જયારે 3,59,676 લોકોની અત્યાર સુધી મોત થઇ ચૂકી છે. હાલ દેશમાં 11,67,952 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયએ જાણકારી આપી છે કે, ભારતમાં 60 દિવસ બાદ કોરોનાના સક્રિય કેસ 12 લાખથી ઓછા છે, દેશમાં ત્રીજા દિવસે કોરોનાના એક લાખથી ઓછા મામલા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાની 33,79,261 વેક્સિન લગાવવામાં આવી છે, જે બાદ કુલ વેક્સિનેશનનો આંકડો 24,27,26,693 થયો છે.