મમ્મીનું થઇ ગયું અવસાન તો પિતાએ ઘરની બહાર કાઢી મૂકી દીકરીને, નાના નાની સાથે રહીને હવે બોર્ડની પરીક્ષામાં આખા રાજ્યમાં કર્યું ટોપ, જુઓ વીડિયો

કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, ઘણા લોકો સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોના સંઘર્ષની કહાની વાયરલ પણ થતી રહે છે, તેમને સફળતા મેળવવા માટે જે સંઘર્ષ અને મહેનત કરી હોય છે તે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બનતી હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક દીકરીના સંઘર્ષની કહાની વાયરલ થઇ રહી છે.

બિહારની રહેવાસી શ્રીજાએ 10મીની પરીક્ષામાં રાજ્યમાં ટોપ કર્યું છે. તેણે 99.4 ટકા માર્ક્સ મેળવ્યા છે. શ્રીજાના સંઘર્ષની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને સાંભળીને દરેક વ્યક્તિ તેના જુસ્સાને સલામ કરી રહી છે. એક વીડિયોમાં શ્રીજાની નાની કહે છે કે શ્રીજાના જન્મના માત્ર 4 વર્ષ બાદ જ તેના માથા પરથી તેની માતાનો પડછાયો હટી ગયો હતો.”

તેમને આગળ જણાવ્યું કે, “માતાના ગુજરી ગયાના થોડા સમય બાદ પિતાએ પણ તેને ઘરની બહાર કાઢી મુકી અને ફરીથી લગ્ન કરી લીધા. શ્રીજા તેનાનાના-નાનીના ઘરે ઉછરી હતી. ત્યાં રહીને તેણે અભ્યાસ કર્યો અને હવે ધોરણ 10માં બિહારમાં ટોપ કરીને ઈતિહાસ રચ્યો. શ્રીજાના દાદી કહે છે કે તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા પછી ક્યારેય દીકરીનો ચહેરા જોયા નથી.”

“તે ક્યારેય તેની દીકરીને મળવા આવ્યો ન હતો. પણ આજે તેને પસ્તાવો થતો હશે. આજે તેના ઘરે જે ઉજવણી થઈ રહી છે તે શ્રીજાના પિતાની જગ્યાએ થઈ શકી હોત.” નાની શ્રીજાની સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે અને કહે છે કે “અમે તેનું ધ્યાન રાખ્યું છે, હવે તે પસ્તાવો કરશે. દેખીતી રીતે શ્રીજાએ કપરી પરિસ્થિતિઓ છતાં સખત મહેનત કરી અને આજે તે દરેક માટે રોલ મોડેલ બની ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકતા નથી.

નાનીએ કહ્યું કે શ્રીજાના બંને મામા ચંદન સૌરભ અને સંકેત શેખરે તેને પોતાની દીકરી જેવો પ્રેમ આપ્યો. નાના સુબોધ કુમાર તેમના ગામ મરાંચીમાં ખેતી કરે છે, પરંતુ બાળકોને મળવા દર ત્રીજા દિવસે પટના આવે છે. તેણે કહ્યું કે શ્રીજા બહાર ક્યાંય ટ્યુશન નથી લેતી કે કોચિંગ કરવા ઘરની બહાર પણ નથી જતી. શ્રીજાએ કહ્યું કે તે આગળ સાયન્સ લઈને IIT મદ્રાસમાં એડમિશન લેવા માંગે છે.

શ્રીજાએ કહ્યું કે ઓનલાઈન-ઓફલાઈનમાં થોડી સમસ્યા હતી પરંતુ શિક્ષકને કારણે કોઈ સમસ્યા નથી કારણ કે તમામ શિક્ષકો ઓનલાઈન મદદ કરતા હતા. તેણે કહ્યું કે તે સમય જોઈને અભ્યાસ કરતી નથી. તેને ખબર પણ ન હતી કે તે બિહારની ટોપર બનશે.

Niraj Patel