આ કારણે 101 કિલોની પત્ની બેસી ગઇ પતિના મોં પર અને પછી…પતિનો ગયો જીવ

કેમ 101 કિલોની પત્ની પતિના મોઢા પર બેસી ગઈ? કારણ જાણીને 100 થપ્પડ મારવાનું મન થશે

રૂસથી એક એવો મામલો સામે આવ્યો છે જયાં એક પતિની મોત ત્યારે થઇ જયારે તેની 101 કિલોની પત્ની તેના ઉપર બેસી ગઇ. આ બધુ ત્યારે થયુ જયારે પત્નીએ ખૂબ જ શરાબ પીધી હતી અને તે તેના પતિને ચૂપ કરાવવા ઇચ્છતી હતી.

રૂસના સાઇબેરિયાથી ખૌફનાક મામલો સામે આવ્યો છે. સાઇબેરિયામાં 101 કિલો વજનવાળી મહિલા તેના પતિના ચહેરા પર બેસી ગઇ અને દમ ઘુટવાથી તેના પતિની મોત થઇ ગઇ. પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડો થતો હતો

પરંતુ આ વખતે તો તલાક સુધી વાત પહોંચી ગઇ હતી. તે બાદ ઘરના વડીલોએ તેમને સમજાવ્યા અને ઝઘડો ખત્મ કરી તલાક યાચિકા પાછી લેવા કહ્યુ, ત્યાર બાદ પતિ-પત્ની વચ્ચે ઘણી ચર્ચા થઇ, અને ચર્ચા હવે પત્ની માટે મોંઘી પડી ગઇ છે.

ન્યુયોર્ક પોસ્ટના એક રીપોર્ટ અનુસાર, આ મામલો રૂસના શહેરનો છે. અહીં બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયો હતો અને આ વિવાદ વધી ગયો હતો. આ દરમિયાન પત્ની શરાબના નશામાં હતી. પત્નીએ પતિને માફી માંગવા માટે કહ્યુ પરંતુ તેણે સોરી ના કહ્યુ અને પછી ગુસ્સામાં પત્ની તેના પતિના મોં પર બેસી ગઇ.

રીપોર્ટ અનુસાર પત્નીનું વજન 101 કિલો હતુ, જેવી જ તે તેના પતિના મોં પર બેસી કે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને આ વાત પત્ની ના જાણી શકી કે તેનો પતિ શ્વાસ લઇ શકતો નથી. પત્ની તેના પતિ પર ત્યાં સુધી બેસી રહી કે જયાં સુધી તેના શ્વાસ બંધ ના થઇ ગયા.

પત્નીની ઓળખ ટટિયાનાના રૂપમાં થઇ છે, જયારે પતિની ઓળખ એડારના રૂપમાં થઇ છે. ટટિયાનાની દીકરી એ સમયે ત્યાં હાજર હતી. તે પાડોશીઓને બોલવીને લાવી પરંતુ ત્યાં સુધી તો એડારની મોત થઇ ચૂકી હતી. થોડીવાર બાદ મહિલાને ખબર પડી કે, ખરેખર તેના પતિની મોત થઇ ગઇ છે. મહિલા પર કેસ દાખલ થઇ ચૂક્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

આ બાબતે મહિલાનું કહેવુ છે કે, તે તેના પતિને મારવા ઇચ્છતી ન હતી, તેને શાંત કરતી હતી અને તેના મોંને બંધ કરવા માટે તે તેના મોં પર બેસી ગઇ હતી. જો કે, મેડિકલ રીપોર્ટ બાદ આ મામલાનો ખુલાસો થશે.

Shah Jina