સૌથી અલગ છે 1001 છિદ્રો વાળું આ સફેદ શિવલિંગ, દર્શન માત્રથી પુરી થઇ જાય છે દરેક મનોકામનાઓ….

0

દુનિયાભરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે અને તેના સિવાય અનેક દિવ્ય શિવલિંગો પણ ઉપસ્થિત છે.એવામાં અમુક જ દિવસોમાં પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થાવા જઈ રહી છે. આ મહિનામાં ભોળાનાથની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને એક અનોખા દિવ્ય ચમત્કારી શિવલિંગ સાથે રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ. માન્યતા અનુસાર અહીં જે પણ ભક્ત સાચા મનથી આ શિવલિંગના દર્શને આવે છે તેઓની દરેક મુરાદો પૂર્ણ થાય છે.

Image Source

અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના રિવા શહેરમાં સ્થિત 1001 છિદ્રો વાળા શિવલિંગની. 1001 છિદ્રો વાળું આવું શિવલિંગ વિશ્વમાં બીજા એક પણ મંદિરમાં જોવા મહી મળે. રિવા સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં બિરાજમાન આ શિવલિંગની બનાવટ બાકીના શિવલિંગોથી એકદમ અલગ છે.આ અદ્દભુત શિવલિંગના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે. અહીં ભગવાન મૃત્યુંજયના સ્વરૂપમાં બિરાજે છે અને શિવની પૂજા મૃત્યુંજયના રૂપમાં જ કરવામાં આવે છે.આ મંદિરના દર્શન માત્રથી દરેક રોગ નષ્ટ થઇ જાય છે.સૌથી ખાસ વાત એ છે કે આ શિવલિંગ સફેદ રંગનું છે.

Image Source

માન્યતાના આધારે અહીં શિવની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિનું આયુષ્ય લાબું રહે છે અને દરેક સંકટોથી પણ મુક્તિ મળે છે.આ શિવાલયનું મહત્વ જ્યોતિર્લિંગના સમાન જ માનવામાં આવે છે.માનવામાં આવે છે કે અહીં મહામૃત્યુંજય મંત્રના જાપ કવાથી અકાળ મૃત્યુને પણ ટાળી શકાય છે અને અલ્પાયું દીર્ધાયુમાં બદલાઈ જાય છે.અજ્ઞાત, ભય,બાધા અને અસાધ્ય રોગોથી મુક્તિ અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અહીં મંદિરમાં નારિયેળ બાંધવામાં આવે છે અને બીલીપત્ર પણ ચઢાવવામાં આવે છે.

અકાળમૃત્યુના ભયથી મળે છે મુક્તિ:
શિવ પુરાણના અનુસાર ભોળાનાથે મહા સંજીવની મહામૃત્યુંજયની ઉત્પત્તિ કરી હતી, ભગવાન શિવજીએ આ ગુપ્ત રહસ્ય માતા પાર્વતી, દૈત્યોના ગુરુ અને મહાન શિવ ભક્ત શુક્રાચાર્યને કહ્યા હતા. મહામૃત્યુંજયનો ઉલ્લેખ હિંદુ ધર્મ ગ્રંથોમાં પણ મળી આવે છે.જણાવી દઈએ કે મહામૃત્યુંજય ભગવાન શિવનું જ એક અન્ય સ્વરૂપ છે, જે અકાળ મૃત્યુ અને અસાધ્ય રોગના નાશક છે.

Image Source

બદલાતા ઋતુની સાથે બદલાય છે શિવલિંગનો રંગ:
જો કે આ 1001 છિદ્રો વાળા શિવલિંગનો રંગ સફેદ છે પણ બદલાતા વાતાવરણ અને ઋતુની સાથે-સાથે શિવલિંગના રંગમાં પણ બદલાવ જોવા મળે છે.માન્યતા અનુસાર ભક્તો અહીં દર્શને આવે છે અને પોતાના દરેક રોગ,પીડા,કષ્ટ અને અકાળ મૃત્યુથી મુક્તિ મેળવે છે.

Image Source

રિવા માટે આશીર્વાદ સમાન છે 1001 છિદ્રો વાળું આ શિવલિંગ:
મંદિરના પરિસરની બાજુમાં એક અધૂરો કિલ્લો પડેલો હતો જેને મહારાજ વિક્રમાદિત્યએ પૂરો કર્યો હતો અને રિવાને વિંધ્યની રાજધાની ના રૂપમાં વિકસિત કરી નાખ્યું. આગળના 400 થી પણ વધારે વર્ષોથી આજે પણ અહીં આ કિલ્લો ભગવાન શિવની બાજુમાં હાજર છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવ એટલે કે મહામૃત્યુંજયનો આશીર્વાદ રિવા પર બનેલો છે તેને લીધે જે રિવા મુગલો કે અંગ્રેજોના સમયમાં પણ ક્યારેય કોઈનું ગુલામ નથી બન્યું.

Image Source

કેવી રીતે થયું 1001 છિદ્રો વાળા આ શિવલિંગનું નિર્માણ:
માન્યતાઓ અનુસાર બધેલ વંશના 21 માં મહારાજા વિક્રમાદિત્યએ એક સમયે શિકારના દરમિયાન ચિત્તાની પાછળ સિંહને ભાગતા જોયો, જયારે સિંહ મંદિર વાળી જગ્યા પર પહોંચ્યો તો તે ચિત્તાનો શિકાર કર્યા વગર જ પાછો ફર્યો.એવામાં ચકિત થયેલા રાજાએ જ્યારે તે જગ્યા પર ખોદકામ કરાવડાવ્યું તો ત્યાં મહામૃત્યુંજય ભગવાનની આ 1001 છિદ્રો વાળી સફેદ શિવલિંગ પ્રાપ્ત થઇ. આ સફેદ શિવલિંગની કથા શિવપુરાણમાં પણ કરવામાં આવેલી છે.જેના પછી રાજાએ આ જગ્યા પર મહામૃત્યુંજય મંદિરનું ભવ્ય નિર્માણ કર્યુ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here