જાણવા જેવું

10,000 રૂપિયામાં પણ શરુ કરી શકો છો આ કામ, થઇ શકે છે લાખોમાં કમાણી,ઉદ્યોગસાહસિક બનો આ 10 બિઝનેસ કરીને

આજની જનરેશનના યુવાનોને 9 થી 6 ની જોબ ખુબ ઓછી પલ્લે પડતી હોય છે. યુવા રિસ્ક લેવું પસંદ કરતા હોય છે, માટે તેમનો ઝુકાવ બિઝનેસની તરફ રહેવા લાગ્યો છે. ‘Entrepreneur’ ટર્મ યુવાઓની વચ્ચે નવો ટ્રેન્ડ બનીને ઉભરાયેલું છે. કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં ક્રશને ડિસ્કસ કરવાની સાથે બિઝનેસ આઈડીયા પર પણ ગરમા-ગરમ ચર્ચા થાય છે.

ક્યારેક આ ચર્ચા હોસ્ટેલ રૂમ સુધી જ રહી જાતી હોય છે. તો ઘરની બહાર નીકળીને એક મોટો બિઝનેસ બની જાય છે. બિઝનેસમાં મોટો ખતરો હોય છે અને લોકો મોટી રકમ લગાવાથી ડરતા હોય છે.

જો તમે પણ કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, અને તમારી પાસે પૈસાની તંગી છે તો આજે અમે તમારા માટે થોડી રાહત લઈને આવ્યા છીએ. અમે તમારા માટે બિઝનેસ આઈડીયા લઈને આવ્યા છીએ. જેને તમે 10,000 કે તેના કરતા પણ ઓછા ખર્ચમાં શરુ કરી શકો છો.

ફાસ્ટ ફૂડ શોપ:

Image Source

ફાસ્ટ ફૂડ શોપ કે કેફે ખોલવું પણ એક સારો બિઝનેસ ઓપ્શન છે. જો કે ખુબ વધુ ઇન્વેસ્ટ કરીને તેને મોટા લેવલ પર સ્ટાર્ટ કરી શકાય છે. પણ સારી વાત એ છે કે તમે ઓછા આઈટમ્સ સાથે નાના સ્કેલ પર કોઈ પોપ્યુલર લોકેશન પર શરુ કરી શકાય છે.

ફૂડ ડીલીવરી સર્વિસ:

Image Source

માત્ર રેસ્ટોરન્ટ કે હોટેલ્સ જ નહિ પણ આજકાલ તો કરિયાણાની દુકાનો પણ હોમ ડિલિવરી આપવા લાગ્યા છે. એવામાં તેની સાથે જોડાઈને ડીલીવરીનું કામ સંભાળી શકો છો. તમે કસ્ટમર પાસેથી ડિલિવરી ચાર્જીસ અને દુકાન પાસથી કમિશન લઇ શકો છો.

ટ્રાવેલ એજન્સી:

Image Source

ઇન્ડીયામાં ધીરે-ધીરે ટ્રેવલ એજન્સીનો ક્રેજ વધી રહ્યો છે. તમે જાતે પણ એક નાની એવી ટ્રાવેલ એજન્સી શરુ કરી શકો છો. તેના માટે પહેલા તમે કોઈ એજન્સીના ટ્રાવેલ એજન્ટ સાથે જોડાઈને કામ કરી શકો છો, જેનાથી તમને ઓછું ઇન્વેસ્ટ કરવું પડશે.

ડ્રોપ શીપીંગ બિઝનેસ:

Image Source

બિઝનેસ અને ઓનલાઈન શોપિંગનો વધતો ટ્રેન્ડને લીધે ડ્રોપ શોપિંગ બિઝનેસમાં સારો સ્કોપ છે. તેના માટે તમારે વિક્રેતા અને ખરીદદારની વચ્ચે નેગોશીએટર અને મિડિલ એજંટ બનવાનું છે અને બદલામાં તમને કમિશન મળશે.

યુ ટ્યુબ:

Image Source

હાલ તો ડિજિટલ વર્લ્ડ પણ ઘણું બધું કરી શકે છે. તેમાંથી એક યુ ટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનું છે. આજકાલ આમ પણ યુટ્યુબર્સ ઘણા વધી ગયા છે. જેઓને આપણે જોઈએ જ છીએ. તમે પણ એ જ કરો. તમારે કુકિંગ, પેન્ટિંગ, ડાન્સિંગ, કે અન્ય કોઈ સ્કીલ સારી રીતે આવડતી હોય તેની વિડીયો શેર કરીને લોકોને શીખવાડી શકો છો. યુ ટ્યુબ પર ચેનલ તો નહિ પણ તમારે તેને મોનેટાઈજ કરવા માટે અમુક પૈસા ખર્ચ કરવા પડશે.

ઓનલાઈન વર્લ્ડમાં બિઝનેસ:

Image Source

ડિજિટલ વર્લ્ડમાં કામ શરુ કરવા માટે તમને ઘણા એવા બિઝનેસ આઈડીયા મળી જશે. બ્લોગ લખવું, વેબસાઇટ ડીઝાઈનીંગ, એકીલીએટ માર્કેટિંગ જેવી ઘણી વસ્તુ છે, જેનાં વિશે ડીટેઈલમાં જાણીને તમે તેમાં તમારો હાથ અજમાવી શકો છો.

મિનરલ વોટર સપ્લાય:

Image Source

દેશમાં મિનરલ વોટરની ડીમાંડ પણ તેજીમાં વધી રહી છે. આ ફિલ્ડમાં ખુબ જ સ્કોપ છે. શરૂઆતમાં તમે કોઈ થર્ડ પાર્ટી સાથે મિનરલ વોટર લઈને ઓફીસ, શોપ્સ, અને મોટી પાર્ટી વગેરેમાં સપ્લાય કરી શકો છો. તેના બાદ પોતાનો પ્લાન્ટ લગાવો.

કોચિંગ ક્લાસ:

Image Source

પહેલા કોઈ કોચિંગ કલાસ ન હતા. પહેલા જો કોઈ પોતાના બાળકને ટ્યુશન માટે મોકલતા તો એ પણ કોઈના ઘરે જ ચાલતા કલાસ હોતા હતા. ત્યારે હવે તો નાનામાં નાના બાળકને શાળામાં ભણવા મૂકે એટલે સાથે જ તેને કોચિંગ ક્લાસમાં પણ મૂકી જ દે છે. તમે પણ કોચિંગ ક્લાસ શરુ કરી શકો છો કારણ કે કોચિંગ ક્લાસ શરુ કરવા એક એવરગ્રીન બિઝનેસ આઈડીયા છે. તેને ઘરે જ પબ્લિસિટી વગર જ શરુ કરી શકાય છે. પણ મોટું બનાવવા માટે પબ્લિસિટી કરવી જરૂરી છે.

વેડિંગ પ્લાનર:

Image Source

આજકાલ લગ્નનું આયોજન કરવા માટે પણ લોકો વેડિંગ પ્લાનર્સને બોલાવવા લાગ્યા છે જેથી ઘરના લોકો ફક્ત લગ્નની મજા માણી શકે અને તેમને કોઈ પણ કામમાં અટવાવું ન પડે. તમે પણ વેડિંગ પ્લાનર બનીને લોકોના લગ્નનું આયોજન કરી શકો છે અને પૈસા કમાઈ શકો છે. પણ આ બિઝનેસમાં શરુઆતમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને રોકાણ પણ વધુ કરવું પડશે.

હોમમેડ પ્રોડક્ટ:

Image Source

આજે જયારે વાર-તહેવારે લોકો હવે કોઈ પણ વસ્તુઓ બજારમાંથી જ લાવવા લાગ્યા છે ત્યારે ગૃહઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે. તો તમે પણ પોતાનો એક નાનો ગૃહઉદ્યોગ શરુ કરી શકો છે, જેમાં તમે ઘરે જ અથાણું, પાપડ, વેફર, અને બીજા નાસ્તા બનાવીને વેચી શકો છો અને તમે ઈચ્છો તો એને ઓનલાઇન પણ વેચી શકો છો. લાંબા ગાળે તમે તમારી વેબસાઈટ પણ શરુ કરી શકો છો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks