અમદાવાદમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો, છેલ્લા 24 કલાકમાં 1057 કેસ નોંધાયા – જાણો નવો આંકડો

0

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 ને લીધે રોજ હજારો લોકો મારે છે એવા માં ભારત દેશમાં કોવિડ 19 પોઝિટિવ સંખ્યા 90,000ને પાર પહોંચી ગઇ. શનિવારના રોજ આ 90648 થઇ ગઇ છે. કોરોનાના ન્યુ કેસ સૌથી વધુ એ લોકો સાથે જોડાયેલા છે જે ફોરેનથી પાછા ફર્યા છે કાં તો દેશના મોટા શહેરોમાં પોત-પોતાના ઘરે પહોંચી રહ્યા છે અને આ ઘાતક કોરોના વાયરસ સંક્રમણને પોતાની સાથે ગામડાં સુધી લઇ જઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોવિડ 19 પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ મિટિંગમાં તંત્રનો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 9932 હતો.

જ્યારે આજે S જયંતિ રવિએ કોરોનાનાં કુલ કેસોનો આંક 10989 જણાવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ જાહેર કરેલ કેસોની સંખ્યા 348 જણાવી હતી. અને તેની અંદર અમદાવાદમાં 709 જેટલાં સુપર સ્પ્રેડર કે જેઓ પોઝિટવ આવ્યા હતા તેઓનો આંકડો સામેલ કર્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0 પૂરું થશે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં શુક્રવારે નવા 1057 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 10988 થઈ છે.

10,989 કેસ સાથે ગુજરાત રાજ્ય ભારત દેશમાં મહારાષ્ટ્ર પછી પાછું બીજા નંબર પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં કોવિડ કારણે એક દિવસમાં 67 લોકોના મોત થઈ ગયા. આ સાથે કુલ આંકડો 1,135 પર પહોંચી ગયો છે. આ પહેલા 13 મેના રોજ સૌથી વધુ એક દિવસમાં 54નાં મોત નોંધાયા હતા

નોંધઃ અમદાવાદમાં ગયા સપ્તાહે કોરોના વાયરસના 709 સુપર સ્પેડર્સ મળ્યા હતા આ સાથે આવા જોખમી સ્પેડર્સની સંખ્યા વધીને 1057 થતા હવે રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 10989 થઇ, અમદાવાદમાં કુલ સંખ્યા 8144 થઇ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.