ચીનમાંથી જન્મ થેયલા કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી નાખી છે, લોકોનું ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ થઇ ગયું છે, ત્યારે મમોટાભાગના દેશોનો અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જેના કારણે ચીનમાં વિશ્વના મોટાભાગના દેશો જે વ્યવસાય કરી રહ્યા હતા તેમને પણ મોટા પ્રમાણમાં નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચીનમાં વ્યવસાય કરતી મોટાભાગની કંપનીઓએ “એક્ઝિટ ચાઈના” મંત્ર એટલે કે ચાઈના છોડવા ઉપર વિચાર કરી રહી છે. જેમાંથી લગભગ 1000 જેટલા કંપનીઓની નજર ભારતમાં વ્યવસાય કરવા ઉપર આવી રહી છે. જો આમ શક્ય બન્યું તો ભારતની અર્થવ્યવસ્થામાં મોટો સુધાર આવી શકે છે.

બિઝનેસ ટુડેમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈસેજ, ટેક્સટાઇલ તેમજ સિન્થેટિક ફેબ્રિક જેવી 300 કંપનીઓ ભારતમાં ફેક્ટરી લગાવવા માટે સરકારના સંપર્કમાં છે. તો બીજી તરફ નામચીન અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢીયાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને જોતા સંભવ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનથી પોતાની કંપનીઓને બીજી જગ્યાએ લઇ જશે, જેનો લાભ ભારતે ઉઠાવવો જોઈએ અને અને ઔપચારિક ક્ષેત્રમાં સારા પગાર વાળી નોકરીઓ તૈયાર કરીને લાંબા સમયની વિચારધારા માટે કામ કરવું જોઈએ.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જયારે કોરોના વાયરસથી બગડેલી સ્થિતિ નિયંત્રણમાં આવી જશે, ત્યારે કંપનીઓ સાથે વાત નિર્ણાયક રૂપમાં પહોંચી જશે અને ભારત વૈકલ્પિક જગ્યાઓની રીતે સામે આવશે, જાપાન, અમેરિકા અને સાઉથ કોરિયાની જે કંપનીઓ ચીન ઉપર નિર્ભર છે તે હવે ખુબ જ ડરેલી છે અને તે ભારત આવવા માંગે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સને 25.17 ટકા કરી નાખ્યો હતો, આ પગલું ઘરેલુ ઉદ્યોગોને ફાયદો આપનારું હતું, નવા મેન્યુફેક્ચર્સને આ જ ટેક્સ બસ 17 ટકા જ ચૂકવવાનો હતો, અને આ સાઉથ ઇસ્ટ એશિયામાં સૌથી ઓછો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.