અમેરિકામાં ગુજરાતી 5 વર્ષની દીકરી માયા પટેલના હત્યારાને ફટકારી 100 વર્ષની જેલની સજા

ના પેરોલ, ના કોઇ રાહત…અમેરિકામાં ભારતીય પટેલની દીકરીને માથા પર ગોળી ધરબી હતી, હવે નરાધમને મળી ખતરનાક સજા, જાણો સમગ્ર મામલો

વિદેશમાંથી અવાર નવાર ગુજરાતી કે ભાકતીય મૂળના વ્યક્તિની હત્યાના કિસ્સાઓ કે પછી તેમની સાથે લૂંટફાટ થવાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં કોર્ટ દ્વારા સખ્ત સજા પણ સંભળાવવામાં આવતી હોય છે. ત્યારે અમેરિકાના લુઇસિયાનાના કેડ્ડો પેરિશમાં એક 35 વર્ષીય વ્યક્તિને વર્ષ 2021માં પાંચ વર્ષની ભારતીય-અમેરિકન બાળકીની મોતના મામલે દોષી ઠહેરાવ્યા બાદ ન્યાયાધીશે તેને 100 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

Image source

મીડિયા અહેવાલો અનુસાર, માર્ચ 2021 માં માયા પટેલ શ્રેવેપોર્ટના મોન્કહાઉસ ડ્રાઇવમાં પોતાની હોટલના રૂમમાં રમી રહી હતી ત્યારે જોસેફ લી સ્મિથની બંદૂકમાંથી નીકળેલી ગોળી લક્ષ્ય ચૂકી ગઈ અને તેને વાગી હતી. કેડ્ડો પેરિશ ડિસ્ટ્રિક્ટ એટર્ની કાર્યાલયે હાલમાં જ ઘોષણા કરી કે માર્ચ 2021માં માયા પટેલની હત્યાના સંબંધમાં જિલા ન્યાયાધીશ જોન ડી.મોસ્લી જુનિયરે દોષી સ્મિથને પ્રોબેશન, પેરોલ અથવા સજામાં કમીના લાભ વિના 60 વર્ષની જેલની સજા ફટકારી હતી.

ન્યાયાધીશે એવો પણ આદેશ આપ્યો હતો કે સ્મિથ, જેણે આ વર્ષે જાન્યુઆરીમાં હત્યાનો ગુનો કબૂલ્યો હતો, તે ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષ અને પટેલ હત્યાકાંડ સાથે જોડાયેલ અલગ અલગ દોષિતો માટે ન્યાયમાં બાધા પાડવા માટે 20 વર્ષ અને અલગથી 20 વર્ષની સજા કાપવી પડશે. 20 માર્ચ 2021ના રોજ, પશ્ચિમ શ્રેવેપોર્ટમાં મોન્કહાઉસ ડ્રાઇવના 4900 બ્લોકમાં સુપર 8 મોટેલના પાર્કિંગમાં સ્મિથનો અન્ય એક વ્યક્તિ સાથે ઝઘડો થયો.

Image source

તે સમયે મોટેલની માલિકી અને સંચાલન વિમલ અને સ્નેહલ પટેલની હતી, જેઓ ગ્રાઉન્ડ ફ્લોર યુનિટમાં રહેતા હતા. ઝઘડા દરમિયાન સ્મિથે બીજા માણસ પર 9-એમએમની હેન્ડગન ત્રાટકી અને ગોળી ચલાવી. ગોળી એપાર્ટમેન્ટમાં પ્રવેશી અને માયાના માથામાં વાગી. માયાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ ત્રણ દિવસ સુધી જીવન અને મોત સામે ઝઝૂમ્યા બાદ 23 માર્ચે તેનું મોત થયું હતું.

ઘટના બાદ થોડા જ સમયમાં પોલીસે સ્મીથની ધરપકડ કરી હતી અને ધરપકડના એક દિવસ પહેલા તેણે ગુનાની કબૂલાત કરતો એક વિડીયો પણ બનાવ્યો હતો. તેમાં તેણે કહ્યુ હતુ કે તેના હાથે એક માસૂમ બાળકીની હત્યા થઈ છે, આ દરમિયાન તે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો પણ હતો. સ્મીથને આ પહેલા પણ એક ગુનામાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે, ત્રણ વર્ષના જેલવાસ પછી તે છૂટી ગયો હતો.

Shah Jina