આપણા ધર્મમાં ગ્રહોની ચાલને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. ગ્રહોની ચાલને આધારે આપણું જીવન નક્કી થયા છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આપણે જીવનમાં જે પણ સારા અથવા ખરાબ કામ કરીએ છીએ એ શનિની મહાદશાના કારણે જ થાય છે. તમે જોયું હશે કે ક્યારેક અઘરું કામ પણ સરળતાથી થઇ જાય છે અને ક્યારેક સરળ કામ કરવામાં પણ તકલીફ પડે છે અને તેમાં ખુબ જ મહેનત કરવી પડે છે. તમે જાણતા જ હશે કે ગ્રહોની ચાલને આધારે જ આપણા જીવનમાં સુખ દુઃખ આવે છે.

બધાથી કઠોર આ ગ્રહને ન્યાયધીશની ઉપાધિ આપવામાં આવી છે. જેને આપણે ભગવાન શનિના નામથી પણ ઓળખીએ છીએ. જે ખોટા કામ કરવાવાળા લોકોને દંડ આપે છે. શનિદેવની કૃપા જેના પર પણ પડે તે વ્યક્તિને કોઈ તકલીફ આવતી નથી અને જો ખરાબ નજર પડી જાય તો તે વ્યક્તિનો નાશ થાય છે. જ્યાતિષનું માનીએ તો ગ્રહોની ચાલને કારણે એવા યોગ થવાનો છે જેનાથી શનિ ઉંધી દિશામાં જવાના છે. જેનો પ્રભાવ માત્ર એક જ રાશિ પર પાડવાનો છે જેના વિશે જણાવીએ છીએ.
તમને જણાવીએ કે જ્યોતિષ પ્રમાણે શનિ વૃશ્ચિક રાશિ છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે તુલા રાશિના જાતકોની સાડા સાતી ખતમ થઇ જશે અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સાડા સાતીનો અંતિમ ચરણ શરુ થશે.

આવી રીતે શનિ આપશે ફળ:
એવું કહેવામાં આવે છે કે ઉતરતી સાડા સાતી વૃશ્ચિક ફાયદા કારક હોય છે. પરંતુ આ રાશિ ઉપર આધાર રાખે છે કે તે રાશિનો અને શનિદેવનો સંબંધ કેવો છે. વૃશ્ચિક રાશિના સ્વામી છે મંગલ. મંગલ અને શનિના સંબંધ સારા નથી. આ માટે ઉતરતી સાડા સાતી વૃશ્ચિક રાશિ માટે લાભદાયક નહીં રહે. આના કારણ આ રાશિના જાતકોના ખોટા ખર્ચ વધી જશે જેથી ધન સંગ્રહ કરવામાં તકલીફો આવશે.
2020 થી શનિની સાડા સાતીનો છલ્લું ચરણ હશે. જતા જતા શનિદેવ કંઈક સારું કરી જશે પણ જયારે તમે ધૈર્યપૂર્વક નક્કી કરેલું કાર્ય કરશો તો. હકીકતમાં સાડા સાતી જતા જતા તમારામાં જોશ, વિશ્વાસ, અને સાહસ આપતી જાય છે. શનિની સાડા સાતીના મધ્ય ચરળમાં ભવતિ સુખ-સુવિધાની વૃદ્ધિ થશે. સાધન ખરીદી શકશો. તમારું મન ભક્તિ અને આધ્યાત્મિક રસ્તા તરફ જશે. સ્વાસ્થ્યને લગતી બીમારીમાં સુધારો થશે.

ઉપાય
શનિના કોપથી બચવા માટે હનુમાનજીની આરાધના કરવી. જો સ્વસ્થ્ય ખરાબ છે તો બજરંગ બાણના નિયમિત પાઠ કરવા. આ ઉપરાંત સાડા સાતીથી મુક્ત થવા માટે શનિવારે વાંદરાઓને કેળા અથવા ચણા ખવડાવવાથી શુભ ફળ મળે છે.