ખબર

4 કલાક બરફમાં ચાલીને 100 જવાનોએ દેવદૂત બની ગર્ભવતી મહિલાને પહોંચાડી હોસ્પિટલ, કેટલી સલામ?

ભારતીય સેના આજે 72મા સેના દિવસની ઉજવણી કરી રહી છે. સેના દિવસના આ ખાસ અવસર પર દરેક લોકો દેશની સુરક્ષામાં તૈનાત સૈનિકો પર ગર્વ અનુભવ કરે છે. હાલમાં જ જમ્મુ કશ્મીરથી એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈને સેનાના જવાનો માટે તમારી છાતી હજી વધારે ફૂલી જશે.

Image Source

આ વિડીયો અને તસ્વીરોમાં તમે જોઈ શકો છે કે સેનાના જવાનો માત્ર દુશ્મનો પર હુમલો કરવાં માટે નહિ પરંતુ સામાન્ય લોકોની મદદ કરવાં માટે પણ કાયમ તૈયાર જ રહે છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે સેનાના 100 જવાનો અને 30 સ્થાનિક લોકોએ ચાર કલાક બરફમાં ચાલીને એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી. આ મહિલાનું નામ શમીમા હતું અને તેને સ્ટ્રેચર પર 100 સેનાના જવાનો દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.

Image Source

જણાવી દઈએ કે સેનાના ચિનાર કૅમ્પમાં મંગલવારે જણાવવામાં આવ્યું કે ઘાટીમાં બરફ પડવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચવામાં અવરોધ આવ્યો. કમર સુધી બરફ પડવાને કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. તેના પછી 100 જવાનો ત્યાં પહોંચ્યા અને ચાર કલાક બરફમાં ચાલીને તે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી.

Image Source

સેનાનું આ કામ જોઈને પીએમ મોદીએ આ વિડીયો રીટ્વીટ કરીને સેનાને વધામણી આપી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. રીટ્વીટ કરતા મોદીજીએ લખ્યું હતું કે, ‘આપણી સેનાને તેમની વીરતા અને પ્રોફેશનાલિઝમ માટે ઓળખવામાં આવે છે અને માનવતા માટે પણ. જયારે પણ લોકોને જરૂર પડે છે ત્યારે આપણી સેના દરેક સંભવ પ્રયત્નો કરશે. આપણી સેના પર ગર્વ છે.’

મોદીજીએ શમીમા અને તેને બાળકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. જણાવી દઈએ કે બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો છે અને મા અને બાળક બંને સ્વસ્થ્ય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.