ખબર

દુનિયાની તાકાતવર 100 મહિલાઓના લિસ્ટમાં આવ્યા મોદીજીના મહિલા મંત્રી

મોદીજીના મંત્રીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથને પછાડી દીધા એવી બાજી મારી કે આખા જગતમાં નામ ગુંજી ઉઠ્યું

મંગળવારે જારી થયેલી ફોર્બ્સની વર્ષ 2020ની ચાદીમાં જર્મન ચાંસલર એન્જેલા મર્કેલે સતત દસમી વાર મુખ્ય સ્થાન પર કાયમ રહ્યા છે. ત્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ સતત બીજી વાર બીજા સ્થાન પર રહ્યા છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. બિલ તથા મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની મેલિન્ડા ગેટ્સ 5માં સ્થાન પર છે.

Image source

નાણા મંત્રી નિર્મલા સિતારમણ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનની સંસ્થાપક કિરણ મજમુદાર શો અને એચસીએલ એન્ટરપ્રાઈઝના સીઈઓ રોશની નડાર મલ્હોત્રાને દુનિયાના 100 શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં જર્મન ચાંસલર એન્જેલા મર્કેલે સતત દસમી વાર મુખ્ય સ્થાન પર કાયમ રહ્યા છે.17માં વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં 30 દેશની મહિલાઓ શામેલ છે.

Image source

ફોર્બ્સે કહ્યું, “તેમાં દસ દેશોના વડાઓ, 38 સીઇઓ અને મનોરંજન ક્ષેત્રની પાંચ મહિલાઓ છે. તેમની ઉંમર, રાષ્ટ્રીયતા અને જુદા જુદા વ્યવસાય હોવા છતાં તેમણે 2020 ની પડકારોનો સામનો કરવા માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. સીતારમણ આ યાદીમાં 41માં સ્થાને છે, નડાર મલ્હોત્રા 55માં અને મજુમદાર શો 68માં નંબર પર છે. આ યાદીમાં લેન્ડમાર્ક જૂથના વડા રેણુકા જગતીની 98માં ક્રમે છે. મર્કેલ સતત દસમાં વર્ષે પ્રથમ સ્થાન ધરાવે છે.

Image source

યુરોપિયન સેન્ટ્રલ બેંકના વડા ક્રિસ્ટીન લેગાર્ડે સતત બીજી વખત બીજા સ્થાને રહ્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશના મેલિન્ડા ગેટ્સ પાંચમા ક્રમે છે. યુએસ હાઉસની સ્પીકર નેન્સી પેલોસી (સાતમાં), ફેસબુકના મુખ્ય સંચાલન અધિકારી શેરીલ સેન્ડબર્ગ (22માં ), બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના (39માં ), બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય (46 માં ), પ્રખ્યાત કલાકારો રિહાન્ના (69માં ) અને બેયોન્સ (72માં)માં સ્થાન પર છે.