ખબર

સોશિયલ મીડિયા પર છવાયા 100KG ચોકલેટથી બનેલા ગણેશજી, વિસર્જનનો અંદાજ હશે સૌથી અલગ

ગણેશ ઉત્સવને લઈને 10 દિવસ સુધી આખા દેશમાં ઉત્સાહનો માહોલ છવાયેલો છે. ગણેશજીના ભક્તો આ તહેવાર પર પોતાના ઘરે ગણેશજીની મૂર્તિ લાવે છે અને સ્થાપિત કરે છે અને છેલ્લા દિવસે કે પોતાની માનતા અનુસાર તેમનું વિસર્જન કરે છે. ત્યારે આખા દેશમાં અત્યારે એકથી સુંદર એક ગણેશજીની પ્રતિમા જોવા મળી રહી છે. ત્યારે ગણેશજીની એક એવી મૂર્તિ પણ જોવા મળી છે કે જે 100 કિલો ચોકલેટમાંથી બનાવવામાં આવી છે.

ટ્રાવેલ ઈનફ્લુએન્સર અને ચોકલેટિયર હરજિન્દર સિંહ કુકરેજાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું છે કે બાપાની આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ 20 શેફે 10 દિવસમાં તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવામાં 100 કિલોથી વધુ બેલ્જીયન ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચોકલેટથી તૈયાર કરવામાં આવેલી આ મૂર્તિનું વિસર્જન દૂધમાં કરવામાં આવશે. આ પછી એ ચોકલેટ મિલ્કને પ્રસાદ તરીકે બાળકો અને લોકોમાં વહેંચી દેવામાં આવશે. જણાવી દઈએ કે હરજિન્દર સિંહ કુકરેજાની આ ટ્વિટની ઘણા પ્રતિસાદ મળ્યા છે. જેમાં કેટલાક લોકોએ તેમની આ પહેલાના વખાણ કર્યા છે, તો કોઈએ તેમના પર કટાક્ષ પણ કર્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks