ખબર

HDFC બેંકના 100 ગ્રાહક થયા માલામાલ, અચાનક ખાતામાં આવી ગયા અધધધ કરોડ રૂપિયા, પછી જબરું થયું

HDFC બેંકે પોતાના 100થી પણ વધારે ગ્રાહકોને એક દિવસ માટે માલામાલ કરી દીધા. રવિવારના રોજ બેંકે તેમના ખાતામાં 13-13 કરોડ રૂપિયા નાખી દીધા. જે બાદ ગ્રાહકોની ખુશીનો તો કોઇ ઠેકાણુ જ ના રહ્યુ. જો કે, કેટલાક સમય બાદ ગ્રાહકોની આ ખુશી ફૂરરરર થઇ ગઇ. દેશની સૌથી મોટી બેંકથી થયેલ ભૂલ હવે ચર્ચાનો વિષય બની ચૂકી છે. ચેન્નાઇના ટી નગર સ્થિત HDFC બેંકની બ્રાન્ચ સાથે જોડાયેલ 100 ગ્રાહકોને એક SMS આવ્યો. મેસેજ થકી બેંકે ગ્રાહકને જણાવ્યુ કે તેમના ખાતામાં 13 કરોડ રૂપિયામાં જમા કરાવવામાં આવ્યા છે.

એટલે કે બેંક તરફથી કુલ 100 ગ્રાહકોના ખાતામાં 13 કરોડ એટલે કે 1300 કરોડ રૂપિયાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ ખાતામાં આવતા જ એક ગ્રાહકના તો હોંશ ઉડી ગયા. તેણે પોલિસને સૂચના આપી, કારણ કે તેને ડર હતો કે તેનું એકાઉન્ટ ક્યાંક હૈક તો નથી થઇ ગયુ ને…પોલિસે બેંક શાખાના અધિકારીઓથી સંપર્ક કર્યો, ત્યારે જણાવ્યુ કે, કોઇ ટેકનિકલ ખામીને કારણે આવો SMS ચાલ્યો ગયો છે. બ્રાન્ચમાં એક સોફ્ટવેર પૈચની પ્રક્રિયા ચાલી રહી હતી. જેને કારણે આ સમસ્યા થઇ હતી.

જો કે, આ સમસ્યા ચેન્નાઇમાં HDFC બેંકની એક શાખાના કેટલાક ખાતા સુધી જ સીમિત હતી. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, HDFCના સૂત્રએ કહ્યુ કે, આ માત્ર ટેક્નિકલ ખામીને કારણે થયુ હતુ. કોઇ હેકિંગ થઇ નથી અને 100 ગ્રાહકોના ખાતામાં 13 કરોડ પણ જમા નથી થયા. બેંકના સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી મળતાં જ અમે આ ખાતામાંથી પૈસા ઉપાડવા પર રોક લગાવી દીધી. આ સમય દરમિયાન ખાતામાં માત્ર પૈસા જ જમા કરાવવામાં આવતા.

જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધને હટાવવામાં આવશે નહિ. અધિકારીઓનો દાવો છે કે રવિવારે 80 ટકા સમસ્યા ઠીક થઈ ગઈ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે IT રિટર્ન ફાઇલ કરતી વખતે ગ્રાહકોને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ પણ ચોક્કસપણે ઉકેલવામાં આવશે.