રોડ ઉપર માર્ગ અકસ્માત આપણે ઘણા જોતા હોઈએ છીએ, ઘણા અકસ્માત જોઈને તો આપણને પણ કમકમાટી આવી જાય, એવો જ એક અકસ્માત હાલ પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ હાઇવે 162 ઉપર સાંડેરાવ નજીક લાપરવાહીના કારણે થયો છે.

સાંડેરાવ કસ્બાથી 3 કિલોમીટર પહેલા મંગળવાર સાંજે લગભગ 4.30 કલાકે ભૂમિગત ગેસ પાઈપલાઈન બીછાવવાનું કામ ચાલી રહ્યું હતું. કંપનીની ટીમ 100 ફૂટ લાંબી પાઈપને હાઇડ્રોલિક મશીન દ્વારા ખાડામાં નાખી રહી હતી. પરંતુ પાઇપ હવામાં લહેરાતા ત્યાંથી દૂર નીકળી ગઈ અને ત્યાંથી પસાર થઇ રહેલી એક પ્રાઇવેટ ટ્રાવેલ્સની અંદર ઘુસી ગઈ અને બસની આરપાર થઇ ગઈ.
આ દુર્ઘટનાનની અંદર બસમાં બેઠેલી એક મહિલાનું માથું જ ધડથી અલગ થઇ ગયું અને એક યુવકનું પણ માથું ફાટી ગયું. આ ઉપરાંત આ દુર્ઘટનાની અંદર 13 લોકો ઘાયલ થઇ ગયા. ઘટના સ્થળ ઉપર અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસને સૂચના મળતા જ તે ઘટના સ્થળે પહોંચી હતી, બસમાંથી મૃત શરીરને બહાર કાઢવામાં આવ્યું અને ઘાયલોને સાંડેરાવ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. બે કલાકની મથામણ બાદ પોલીસે હાઇવે ફરી શરુ કરાવ્યો.

પાઇપ બસની અંદર ઘૂસવાની સાથે જ મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું અને બસની અંદર લોહી ફરી વળતા જ બસમાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા હતા, અને બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા લાગી ગયા.
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે કામ કરવા સમયે રોડને એક તરફી ડાયવર્ઝન ના કરવામાં આવ્યો જેના કારણે આ દુર્ઘટના ઘટી છે. ચાર દિવસ પહેલા જ પોલીસે આજ કંપનીના જેસીબી અને ટ્રેકટરને હાઇવે ઉપર ખોટી રીતે ઊભા રહેવાના કારણે જપ્ત કર્યા હતા, તે છતાં પણ કંપનીની લાપરવાહી જોવા મળી હતી.