મહેન્દ્ર સિંહ ધોની સાથે પંગો લેવો આ IPS અધિકારીને પડી ગયો ભારે, 100 કરોડના માનહાની કેસમાં કોર્ટ પાસેથી મળ્યો ઝટકો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સાથે પંગો લેવો એક આઇપીએસ અધિકારીને મોંઘો પડી ગયો છે, મદ્રાસ હાઇકોર્ટ દ્વારા 100 કરોડની માનહાનીના મામલામાં અધિકારીની યાચિકાને ખારીજ કરી દેવામાં આવી છે. યાચિકા દાખલ કરીને આઇપીએસ અધિકારી સંપત કુમારે માનહાનીના મામલાને રદ્દ કરવા માટે અનુરોધ કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2014માં આઇપીએલ મેચોમાં સટ્ટાબાજી, સ્પોટ અને મેચ ફિક્સિંગમાં સામેલ થવાના આરોપોના સંબંધમાં કથિત દુર્ભાવનાપૂર્ણ સમાચાર પ્રસારિત કરવા માટે એક ટીવી મીડિયા અને અન્ય વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો આપરાધિક માનહાનીનો મામલો દાખલ કર્યો હતો.

ત્યારે આ મામલામાં ન્યાયમૂર્તિ એન શેષસાયી દ્વારા કહેવામાં આવ્યું કે આ સ્તર ઉપર કોઈપણ આદેશ નિશ્ચિત રૂપથી 2014થી ચાલી આવતા મુખ્ય મામલાની પ્રગતિને પ્રભાવિત કરશે. તેની સાથે જ કુમારની યાચિકાને પણ ખરીજ કરી દીધી. ધોનીએ શરૂઆતમાં આઇપીએલ સટ્ટાબાજી ઘોટાળાની તપાસમાં સામેલ આઇપીએસ અધિકારી કુમાર સહીત વિભિન્ન પ્રતિવાદીઓને નિવેદન જાહેર કરવા અને તેને પ્રકાશિત કરવા ઉપર રોક લગાવવાની માંગ કરી હતી.

ધોનીનું કહેવું હતું કે પ્રતિવાદીઓનો એજન્ડા લાખો પ્રસંશકો અને ક્રિકેટ પ્રેમીઓની નજરમાં તેમની છબી ખરાબ કરવી છે. ન્યાયાધીશ એસ તમિલવનન (હવે સેવાનિવૃત્ત) દ્વારા પ્રતિવાદીઓને  બયાનબાજીથી પરહેજ કરવાને લઈને અંતરિમ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સંપત્ત કુમારે માનહાનીના કેસને ચુનોતી આપતા 2014માં યાચિકા દાખલ કરી હતી.

Niraj Patel