અદ્દભુત-અજબગજબ

100 કરોડ રૂપિયાની નંબર પ્લેટ અને દુબઈના એ શેખોના શોખ!!! રસપ્રદ લેખ

દુબઇ એક ખાસ શહેર છે, જ્યાની ઇમારતો અને રસ્તાઓ પણ ખાસ છે. આ અમીરી દેખાડવાનું શહેર છે.

અહીંના અમીર શેખ મોંઘી વસ્તુઓના શોખીન છે. દુબઈના રસ્તાઓ પર સુપર લક્ઝરી ગાડીઓ પૂરપાટ ઝડપે દોડે છે. લિમિટેડ એડિશનની આલીશાન ગાડીઓ કરોડોની છે. એ ગાડીઓની નંબર પ્લેટ પણ લાખો-કરોડોની છે. કેટલાક ખાસ નંબરો માટે તો કરોડો રૂપિયા પણ ખર્ચ કરવામાં આવ્યા છે.

દુબઈના શોખીનો માટે સૌથી અલગ લાઇસન્સ પ્લેટ જોઈએ અને ગાડી તો એનાથી પણ વધુ ખાસ જોઈએ. પોતાની કાર માટે સૌથી લાગે અને ખાસ દેખાય એવી લાઇસન્સ પ્લેટ માટે દુબઈના અમીરો કેટલી પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે.

ફેન્સી નંબર મેળવવા માટે બોલીઓ લાગે છે, અને કેટલાક અમીર શેખ તેમાં વધી-ચડીને ભાગ લે છે. વીઆઈપી નંબરો માટે આ બોલીથી સરકારને કરોડોની આવક થાય છે.મોંઘો શોખ –

35 વર્ષના મોહમ્મદ અલ-મરઝુકી વિન્ટેજ કારોના શોખીન છે. તેઓએ પોતાની ગાડીના સ્પેશિયલ નંબર માટે ખુલ્લા દિલથી કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. અલ-મરઝુકી પાસે આલીશાન ગાડીઓનો કાફલો છે, અને 11 સ્પેશિયલ નંબર પ્લેટ છે. તેઓ પોતાના માટે ચાર ગાડીઓ વાપરે છે અને બધાની જ લાઇસન્સ પ્લેટ વીઆઈપી છે.

લાલ રંગની તેમની ફેરારી કારનો નંબર 8888 છે, આ તેમની ગાડીઓના કાફલાનો સૌથી ખાસ નંબર છે. અલ-મરઝુકી કહે છે, ‘આ માટે 6 લાખ દિરહામ (લગભગ 1,63,376 અમેરિકન ડૉલર એટલે એક કરોડ ચૌદ લાખ રૂપિયા) માં મળી હતી.”

તેમની પાસે એક એવી નંબર પલેટ પણ છે કે જેમાં પાંચ 8 છે. આ લાઇસન્સ પ્લેટ ખરીદવા માટે અલ-મરઝુકીએ 9 લાખ દિરહામ (લગભગ 2,45,064 અમેરિકન ડૉલર એટલે એક કરોડ 72 લાખ રૂપિયા) ખર્ચ કર્યા હતા.
અલ-મરઝુકીને 8 નંબર આઠે ખૂબ જ પ્રેમ છે. તેમની કોશિશ રહે છે કે તેમની દરેક કારોના નંબરમાં એક 8 તો હોવો જ જોઈએ.પર્સનલ ટચ –

આઠ નંબરથી તેમને લાગે છે કે તેમની ગાડીઓના ફકલાને પર્સનલ ટચ મળી જાય છે.
તેઓ કહે છે, ‘હું 8ના નંબરોને પોતાના મોબાઈલ નંબર 8 સાથે મળાવું છું, એટલા માટે ખૂબ જ પૈસા લાગે છે.’ પરંતુ આટલું જ કહેતા અલ-મરઝુકી અટકી જાય છે અને કહે છે કે “કિંમત વિશે આ રીતે ખુલ્લેઆમ વાત કરવું ઠીક નથી.”

અલ-મરઝુકી એકલા નથી, દુબઈના સરકારી અધિકારી આવા ફેશનેબલ નંબરોની હરાજી કરે છે, જેમાં શહેરનો કોઈ પણ નાગરિક ભાગ લઇ શકે છે. તેઓ કહે છે, ‘સુપર લક્ઝરી કારો અને સ્પેશિયલ નંબર પ્લેટો માટે લોકોનો પ્રેમ આ માલિકોને રસ્તા પર અલગ જ ઓળખ અપાવે છે.ધન દેખાડવાની વસ્તુ છે…

દુબઇ અને લક્ઝરી ગાડીઓ એકબીજાની સાથે-સાથે ચાલે છે. સંયુક્ત અરબ અમીરાતનું આ શહેર અમીર શેખો અને વધુ પગાર મેળવનાર વિદેશીઓની પસંદગીની જગ્યા છે.

સોશિયલ મીડિયાના સેલિબ્રિટી જેમાં કેટલાક ટીનેજરો પણ સામેલ છે, પોતાનો મોંઘો શોખ દેખાડવાથી પાછા નથી રહેતા. ઇન્સ્ટાગ્રામ પર લાખોના પાલતુ જાનવરો સાથે તેમની તસવીરો ઘણીવાર જોવા મળે છે.

સંયુક્ત અરબ અમીરાતના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા આ શહેરમાં આલીશાન વસ્તુઓની ભરમાર છે. વીઆઈપી નંબર પ્લેટ એમાંથી જ એક છે. વર્ષ 2008માં દુબઈમાં 1 નંબરવાળી લાઇસન્સ પ્લેટ 1 કરોડ 42 લાખ ડોલરમાં વેચાઈ હતી. આજની આ કિંમત પર ભારતીય મુદ્રામાં 100 કરોડથી પણ વધુ છે.સૌથી મોંઘી નંબર પ્લેટ –

દુબઈમાં એ નંબર પ્લેટને આજે પણ સૌથી મોંઘી નંબર પ્લેટ માનવામાં આવે છે. દુબઈમાં રહેતી એન્જેલિના કહે છે “જયારે હું રસ્તા પરથી કોઈ સ્પેશિયલ નંબર પ્લેટવાળી ગાડીને પસાર થતા જોઉં છું તો એનાથી ફરક પડે છે.”

ફડી તારાબે પણ એન્જેલિના સાથે સહેમત છે અને કહે છે, “ઘણા દેશોમાં લોકોને જરા પણ ફરક પડતો ણથી, પણ દુબઈમાં ફરક પડે છે. અહીં આ એક ટ્રેન્ડ છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે કોઈ સુપર કાર કે કોઈ ખાસ કાર હોય. દુબઈમાં લિમિટેડ એડિશનવાળી ઘણી કારો છે. જો કોઈ ખાસ કારનો નંબર પણ ખાસ હોય તો તેની ઓળખ કરવી પણ સરળ થઇ જાય છે.”નંબરથી મળે છે ઓળખ

અલ-મરઝુકીએ પોતાની લેમ્બર્ગીની માટે 8686 નંબર ખરીદ્યો છે, તેમની બીજી ફરારીનો નંબર 55608 છે. તેઓ કહે છે કે ‘પહેલા આ એક હોબી જ હતી પણ હવે એને એક બિઝનેસનું રૂપ લઇ લીધું છે. હું પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર ફોલોવર્સની સંખ્યા જોઈને હેરાન થઇ જાઉં છું.’

અલ-મરઝુકીએ સૌથી પહેલા જે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ ખરીદી હતી, એનો નંબર 888 હતો એ પછીથી તે 8 સાથે જોડાયેલો દરેક સ્પેશિયલ નંબર ખરીદવા માંગે છે.

તેઓ કહે છે, “હું તેને ખરીદવામાં સંકોચ નથી કરતો, હું ઇચ્છું છું કે દરેક ખાસ વસ્તુઓ મારી હોય.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.