ખબર

બાપ રે ! કોરોના માહામારી વચ્ચે બાળકોમાં જોવા મળી રહી છે MIS-C નામની બીમારી, રાજકોટમાં નોંધાયા 100 કેસ

હાલ તો કોરોના મહામારી સમગ્ર દેશને ઘમરોળી રહી છે અને તેમાં પણ નવી નવી બીમારીઓ આવતી રહે છે. કોરોના મહામારીની વચ્ચે બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ જેવી અનેક બીમારીઓ લોકોના માથાના દુખાવા સમાન બની ગઇ છે. કોરોના બાદ બાળકોમાં એક પ્રકારની બીમારી જોવા મળી રહી છે અને તેનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેંટ્રરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન MIS-C…

તમને જણાવી દઇએ કે, આ બીમારી બાળકોમાં જોવા મળી રહી છે. તેના લક્ષણો જોઇએ તો, તાવ ત્રણ દિવસથી વધુ આવવો, આંખ, હોઠ, જીભ લાલ થઈ જાય, શરીરમાં ચકામા અને દાણા દેખાય, ઝાડા-ઊલટી થવા, હાથ અને પગમાં સોજા જોવાય, પેટ અને બીજા અન્ય અંગોમાં પાણી ભરાઇ જવું, લિવર પર સોજો, બ્લડપ્રેશર ઘટી જાય જેવા છે. આની સારવાર માટે એન્ટીબાયોટિક આપવી જોઇએ અને થોડી માત્રામાં સ્ટેરોયડ પણ આપવું તેમજ આઇવી અને આઇજી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર આ રોગ પીડિયાટ્રિક મલ્ટીસિસ્ટમ ઈન્ફલામેન્ટરી સિન્ડ્રોમ PIMS તરીકે પણ ઓળખાય છે. કોરોના થયા બાદ 4થી 6 સપ્તાહ પછી કેટલાક બાળકોમાં આ બીમારી જોવા મળી છે. રાજકોટમાં 100થી પણ વધુ કેસ આ બીમારીના નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં 12 બાળકોએ આ બીમારીની સારવાર પણ લીધી છે.

આ બીમારીનો પ્રથમ કેસ પંજાબમાં નોંધાયો હતો તેમજ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કેસો જોવા મળ્યા છે. એકેડમી અનુસાર આ બીમારીના કેસોમાં અચાનક વધારો 4થી 18 વર્ષના બાળકોમાં કોવિડ-19ના દર્દીઓમાં જોવા મળ્યો હતો. તેનાથી એક છ માસનું બાળક પણ બિમાર થયાની વિગતો સામે આવી છે.