આમાં કોઈ શંકા નથી કે માતાપિતા વિના કોઈ પણ બાળકનું જીવન કેટલું દુઃખ ભર્યું બની જાય છે. માતાપિતાના ગુજરી ગયા બાદ જાતને સંભાળવાનું અને પોતાની સુરક્ષા કરવાનું, પોતાનું પેટ ભરવાનું આ બધી જ જવાબદારીઓ તેના પોતાના પર જ આવી જાય છે. આજે આવા જ એક બાળક વિશે વાત કરીએ, જે દસ વર્ષનો છે અને ખુદ ખેતી કરીને પોતાનું પેટ ભરે છે, કારણ કે એના માતાપિતા નથી.

વિયેતનામમાં ડાંગ નામની જગ્યા પર રહેવાવાળા આ છોકરાનું નામ ડાંગ વાન ખુયેન છે. માતાપિતાને ગુમાવી દેવા અને એ પછી જે બધી તકલીફો પડે છે એ આ બાળક કરતા વધુ સારી રીતે કોઈ જ સમજી નહિ શકે.
જાણીને હેરાની થશે કે આ દસ વર્ષનો બાળક ન માત્ર ઘરે એકલો જ રહે છે, પણ દિવસે ખેતી પણ કરે છે. નોંધનીય છે કે ડાંગના જીવનમાં એક પછી એક ઘણા દુઃખ આવ્યા. એ નેનો હતો ત્યારે એની માતા ગુજરી ગઈ એ પછી તેના પિતા શહેરમાં કામ માટે ગયા, ત્યારે તે તેની દાદી સાથે રહેવા લાગ્યો. ડાંગના પિતા શહેરમાં જે રૂપિયા કમાતા હતા, એનાથી ડાંગનું ઘર ચાલતું હતું, પણ એક દિવસ એક અકસ્માતમાં તેના પિતાનું પણ મૃત્યુ થઇ ગયું.

તેની દાદીએ પણ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને બીજા ગામે રહેવા ચાલી ગઈ. એવામાં ડાંગ એકદમ એકલો પડી ગયો. તેને નક્કી કર્યું કે એ ત્યાં જ રહેશે અને પોતાના જીવનનું ગુજરાન જાતે જ સ્વાભિમાન સાથે કરશે. તેને ગામના આસપાસના ખેતરોમાં કામ કરવાનું શરુ કરી દીધું.

દસ વર્ષની ઉંમરમાં ડાંગ એકલો રહે છે અને પોતાન ઘરને સાફ રાખે છે અને ઘરના મેન્ટેનન્સનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ખેતરોમાં જઈને ખેતી પણ કરે છે, બગીચામાં પોતાના ખાવા માટે શાકભાજી પણ ઉગાડે છે અને સાથે જ શાળાએ પણ નિયમિતપણે જાય છે. ડાંગનું આ પ્રકારનું સ્વાભિમાન જોઈને પાડોશીઓ પણ તેને અનાજ આપીને તેની મદદ કરે છે અને પાડોશીઓ તેને આગ્રહ પણ કરે છે કે તે એમની સાથે જ રહે, પણ ડાંગ આ બધા સાથે રહેવાથી ઇન્કાર કરી દે છે.

ડાંગનું ઘર પણ ખૂબ જ નબળું છે, જે હવાના મોટા વધુ પવનથી હલતું રહે છે. તેનું ઘર કમજોર લાકડાઓ પર ટકેલું છે. તેને પોતાના ઘરમાં એકલા ઊંઘવાનો જ ડર લાગે છે. તેની કહાની જાણીને ઘણા લોકોએ તેને એડોપ્ટ કરવાની તૈયારી બતાવી પણ તે એકલા જ જાતે જ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે.

ડાંગના આ જુસ્સાના લોકો ખૂબ જ વખાણ કરી રહયા છે, જે રીતે માતાપિતાના ગુજર્યા બાદ તે જાતને સંભાળી રહ્યો છે અને બધી જ જવાબદારીઓ ઉઠાવી રહ્યો છે, એ કોઈ પણ બાળક માટે આટલું સરળ નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.