આ 10 વર્ષની દીકરીના પિતાજીની કોરોનાથી મોત થઇ ચુકી છે, હવે દીકરી ફુટપાથ પર આ કામ કરીને ગુજારો કરે છે

ભગવાન આવું કોઈની સાથે ન કરે…આ દીકરીના પપ્પા કોરોનામાં મૃત્યુ પામ્યા હવે આ દીકરી ફૂટપાથ પર…જાણો વિગત

કોરોનાએ કેટલાક પરિવારોને ઉજાડી દીધા છે. કોઇના માતા-પિતા તો કોઇએ તેમના બાળકો ગુમાવ્યા છે. ત્યારે હાલ શાહજહાપુરથી એક એવી માહીનો કિસ્સો સામે આવ્યો છે, જેણે કોરોનાને કારણે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે. હવે પિતાની મોત બાદ આ છઠ્ઠા ધોરણમાં ભણનારી 10 વર્ષિય માહીના ખભા પર પરિવારના ચાર લોકોની જવાબદારી આવી ગઇ છે. હવે તે રસ્તા પર પિતાની બનાવેલી શર્ટ વેચીને પરિવારનો ગુજારો કરી રહી છે.

શાહજહાપુરના ખિરની બાગ મોહલ્લાના રહેવાસી 45 વર્ષિય પ્રદીપ કુમાર એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા હતા. તેમને રાજકીય મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેમની 30 એપ્રિલે મોત થઇ ગઇ. તેમની દીકરી માહીએ જણાવ્યુ કે, તેના પિતા રેડીમેડ શર્ટ બનાવી દુકાનદારોને વેચવાનો ધંધો કરતા હતા. ઘર પર ચાર સિલાઇ મશીનો પણ લાગેલી છે. તેના પર કારીગર કામ કરતા અને પિતાની મોત બાદ હવે કારીગર પણ નથી આવતા.

માહીએ આગળ જણાવ્યુ કે, પિતાની મોત બાદ ઘરમાં ખાવા-પીવાની પણ તકલીફ થઇ રહી છે, દાદા 70 વર્ષના છે. તેમને બીમારીઓએ જકડી રાખ્યા છે, તે બીમાર રહે છે અને ઘરમાં વૃદ્ધ દાદી અને માતા છે. તે તેના પિતાની બનાવી રાખેલી કેટલીક રેડીમેડ શર્ટને ફુટપાથ પર જઇને વેચવા લાગી. તેણે જણાવ્યુ કે, તેના પિતા તેના માટે રોજ આઇસ્ક્રીમ અને પેસ્ટ્રી લાવતા હતા.

જિલ્લાધિકારી ઇંદ્ર વિક્રમ સિંહએ જણાવ્યુ કે, આ મામલો તેમના ધ્યાને આવ્યો છે, જિલ્લામાં આવા લોકનું વિવરણ એકઠુ કરવામાં આવશે, જે બાળક અનાથ થઇ ગયા છે કે જેમના ઘરમાં કોઇ કમાનારની મોત થઇ ગઇ છે. તેમને 18 વર્ષની વય સુધી ચાર હજાર રૂપિયા પ્રતિ માસ શાસન તરફથી આપવામાં આવશે, આ પૈસા બાળકના અભિભાવકને મળશે.

Shah Jina