કરોડપતિ બની ગઇ છે 10 વર્ષની છોકરી, તૈયાર છે 15 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ પ્લાન

આપણે આખું જીવન આટલા કમાઈ ન શકીએ…એવું તો શું કર્યું કે એક મહીનામાં કમાયા 1 કરોડ રૂપિયા? જાણો રસપ્રદ સ્ટોરી

એક 10 વર્ષની છોકરીને રમકડાથી કેટલો પ્રેમ હોય છે. જરા વિચારો કે 10 વર્ષની ઉંમરમાં કોઇ શું વિચારી શકે છે. સામાન્ય બાળક રમવા અને ભણવાનો પ્લાન બનાવી રહ્યા હોય છે, તો કેટલાક તેમનુ કરિયર આ ઉંમરે ડિસાઇડ કરી લેતા હોય છે. પરંતુ એક એવી પણ બાળકી છે જે 10 વર્ષ જેટલી નાની ઉંમરે કરોડોની માલકીન બની ગઇ. પિક્સી કર્ટિસ નામની આ છોકરીએ નાની ઉંમરમાં તેનો મોટો બિઝનેસ ઊભો કરી દીધો અને ભવિષ્યની હવે તેને કોઇ જ ચિંતા નથી.

10 વર્ષની છોકરીએ એટલી કમાણી કરી છે કે તે 15 વર્ષની ઉંમરે પણ આરામથી નિવૃત્તિ લઈ શકે છે. પિક્સી કર્ટિસને તેનો બિઝનેસ શરૂ કરવામાં તેની માતા રોક્સીએ ઘણી મદદ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે પિક્સીએ છેલ્લા એક મહિનામાં જ એક કરોડ 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

‘મિરર’ના રીપોર્ટ અનુસાર, પિક્સી તેની માતા સાથે ફિજેટ્સ અને રંગબેરંગી પોપિંગ રમકડા બનાવે છે. આ રમકડાંની માંગ એટલી છે કે ફટાફટ વેચાઈ જાય છે. આ ઉપરાંત, પિક્સીના નામ પર એક હેર એસેસરી બ્રાન્ડ પણ છે જે તેની માતા રોક્સીએ પોતે બનાવી છે. તેમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર હેડબેન્ડ્સ, ક્લિપ્સ અને અન્ય એક્સેસરીઝ શામેલ છે.

રોક્સીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મારા માટે સૌથી રોમાંચક બાબત એ છે કે આટલી નાની ઉંમરે મારી પુત્રીમાં જે ઉદ્યોગસાહસિક ભાવના છે. જ્યારે આ પ્રતિભા મારામાં ક્યારેય ન હતી. હું પણ સફળ થવા માંગતી હતી. પણ મારી દીકરીએ આટલી નાની ઉંમરે બિઝનેસને સફળ બનાવીને મારું સપનું પૂરું કર્યું છે. રોક્સીએ કહ્યું, “મારી પુત્રીના કારણે જ મને ઉદ્યોગસાહસિક બનવાની તક મળી. ખુશીની વાત એ છે કે મારી દીકરીને આટલી નાની ઉંમરે એ બધું મળ્યું જે હવે મને મળી રહ્યું છે.

રોક્સીએ કહ્યું કે અમે પિક્સી માટે તમામ પ્લાનિંગ તે પ્રમાણે કર્યું છે, જેથી તે 15 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લઈ શકે. પિક્સી હાલમાં સિડનીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ આ ઉંમરે પણ પિક્સી અને તેના ભાઈ પાસે એક કરોડ 40 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે. રોક્સીએ જણાવ્યું કે તે સિડનીમાં તેના બાળકો અને પતિ ઓલિવર કર્ટિસ સાથે 49.72 મિલિયન રૂપિયાની હવેલીમાં રહે છે. તેણે વર્ષ 2012 માં ઓલિવર સાથે લગ્ન કર્યા હતા. રોક્સીના ઘણા સફળ વ્યવસાયો છે.

ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી પાસે Pixie’s Fidgets નામની કંપની પણ છે, જેમાંથી તે કરોડોની કમાણી કરી રહી છે. આ કામમાં તેની માતા રોક્સીની પણ મદદ મળે છે, જેઓ પોતે પણ સફળ પબ્લિક રિલેશન્સ ગુરુ રોક્સી મેનેજર છે. માતા રોક્સી અને પુત્રી પિક્સીએ મે મહિનામાં રમકડાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેના તમામ રમકડા 48 કલાકમાં વેચાઈ ગયા અને આ તેની પ્રથમ સફળતા હતી. રોક્સીએ જણાવ્યું કે પહેલા મહિનામાં જ કંપનીનું ટર્નઓવર $200,000/10 મિલિયનથી વધુ હતું.

પિક્સીની કંપની દ્વારા હેર એક્સેસરી બ્રાન્ડ પણ બનાવવામાં આવી હતી, જેનું નામ હતું Pixie’s Bows. રમકડાં અને હેર એસેસરીઝની બ્રાન્ડ Pixie’s Pixs નામની મધર કંપની હેઠળ આવે છે. તે રમકડાં, કપડાં અને એસેસરીઝ વેચે છે. આ બધાને 10-વર્ષની પિક્સીની મંજૂરી છે. પિક્સીની માતા રોક્સી પોતે પણ એક સફળ પબ્લિક રિલેશન મેનેજર છે અને બાળકોને મોંઘી ગિફ્ટ્સ અને કપડાં આપવા માટે હેડલાઇન્સમાં રહી છે. તે કહે છે કે તેણે પિક્સી માટે બધું જ કર્યું છે જેથી તે 15 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ શકે.

Shah Jina