ખબર

કોરોના વેક્સિન લીધા બાદ આ વ્યક્તિને થયો એવો ચમત્કાર કે તેની 10 વર્ષ જૂની બીમારી ભાગી ગઈ

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં એક બાજુ જયાં વેક્સિનેશનને લઇને કેટલાક ભ્રમ સામે આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ એક શિક્ષકનો દાવો છે કે, વેક્સિન લગાવ્યા બાદ તેની 10 વર્ષ જૂની ખંજવાળની બીમારી પૂરી રીતે ખત્મ થઇ ગઇ.

કુંજરી ગામના રહેવાસી શિક્ષક કાશીરામ કનોજે માધ્યમિક સ્કૂલના ભંવરગઢમાં શિક્ષક છે. તેમનું કહેવુ છે કે, છેલ્લા 10 વર્ષોથી તેમના પગના તળિયામાં જલનની ફરિયાદ હતી જે બાદ તેઓ ઘણા પરેશાન રહેતા હતા. તેને કારણે તેઓ બેસી અને સૂઇ પણ શકતા ન હતા. સ્કૂલમાં પણ તેઓને ખુરશી ઉપર પગ રાખીને બેસવુ પડતુ.

તેમણે 11 એપ્રિલે જામનિયા ઉપ સ્વાસ્થ્ય કેંદ્રમાં કોરોના વેક્સિનેશનનો પહેલો ડોઝ લગાવ્યો અને જેના 5 દિવસ બાદ તેમને મહેસૂસ થવા લાગ્યુ કે તેમના તળિયામાં જલન ઓછી થવા લાગી છે. તેમનો દાવો છે કે વેક્સિનેશનને કારણે આ સંભવ થયુ છે. તેઓ આરામથી ઊંઘી પણ શકે છે અને ખુરશી પર પગ નીચે રાખી બેસી પણ શકે છે.