ખબર

સુરતમાંથી સામે આવ્યો પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો ! 10 વર્ષની માસૂમ દીકરીને સગા પિતાએ બનાવી હવસનો શિકાર

સુરતમાં હવસખોર પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યુ દુષ્કર્મ, પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતા…

ગુજરાતમાંથી અવાર નવાર માસૂમ દીકરીઓ પર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. તેમાં પણ ગુનાહિત પ્રવૃત્તિમાં તો સુરત અગ્રેસર જણાય છે. છેલ્લા ઘણા સમયથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ ખૂબ ચર્ચામાં છે અને તે બાદ પણ ઘણા ગુનાઓના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે સુરતમાંથી હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો અને કાળજુ કંપાવી દે તેવો છે. સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. બાળકીએ ભાંડો ફોડતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. જોકે પોલીસે રાત્રે જ નરાધમ પિતાની ધરપકડ કરી લીધી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પીડિત બાળકીને ગુપ્તાંગમાંથી ઈજા પહોંચી હોવાને કારણે અતિશય લોહી નીકળતું હતુ જેના કારણે ઓપરેશન કરી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. બાળકીને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યારે તેના ગુપ્તાંગમાંથી અતિશય લોહી નીકળતું હોતુ જેના કારણે સીએમઓ દ્વારા તાત્કાલિક ગાયનેક વિભાગ તથા પીડિયાટ્રિક વિભાગ તથા સર્જરી વિભાગના તબીબોને જાણ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

હાલ તો તેને સ્મિમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. નરાધમ પિતાના  નિવેદનને લઈ દુષ્કર્મ આચનાર અજાણ્યા ઇસમની કહાની બનાવનાર પિતા રાત્રે જ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો હતો. તેણે એક સપ્તાહ પહેલાં પણ પોતાની જ બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે સમયે બાળકી બહાર નીકળી જતા બચી ગઇ હતી. આરોપીએ પોતાની જ સગી દીકરી કે માત્ર 10 વર્ષની છે તેના પર બળાત્કાર ગુજાર્યો અને તે બાદ પોતાનું આ કૃત્ય છૂપાવવા માટે માસૂમને ડરાવી અને ધમકાવીને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હવસખોર પિતાએ એવી કહાની બનાવી હતી કે બપોરના સમયે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેના વાળ લાંબા હતા તેમજ કાનમાં બૂટી પહેરી હતી અને બ્લેક કલરની ટી-શર્ટ પણ પહેરી હતી. આ ઉપરાંત નેપાળી જેવો દેખાતો હોવાની પણ વાત કરી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે બાળીકીને પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી અને હવસખોર પિતાની કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.. ઉલ્લેખનીય છે કે, બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ માતાએ આ વાત દબાવી દીધી અને કહ્યુ કે તારી વાત ખોટી છે અને તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે.